SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથઃ કર્તવ્ય દિશા : ૫૩ જાહેરમાં બહુ માન કરવાથી બાલજીવો તેમાં દેરાય છેઃ ગુરૂભકિત, સમુદાયનિષ્ઠા ઊગ્રવિહાર: વિગેરે સાધુ જીવનના પ્રાણ છે. પિતાના મુનિ જીવનમાં “ગણિપન્યાસ, પ્રવર્તક, ઉપાધ્યાય, આચાર્ય વિગેરે પદવી પ્રાપ્ત થાય, તો સારું.” એમ ઈચ્છવું: એવી મહત્વાકાંક્ષા રાખવી એવી સુંદર જીવનની તૈયારી કરવી: એવી પદવી પ્રાપ્ત થાય, તે પોતાને ભાગ્યશાળી માનવા અનન્ત પુણ્ય રાશિઓ હોય, ત્યારે એ પદવીઓ પ્રાપ્ત થાય છે. એ પદવીઓને લાયક થવા જીવન ઘડાય, તેવી જાતની તૈયારીઓ કરવી. પરંતુ તે સર્વ શાસ્ત્રોકત–સંઘ, ગરછ, અને શાસનની મર્યાદાને અનુસરીને પદવિઓ મેળવવા મથવું જોઈએ. બીજી રીતે લેવા નજ મથવું પદવીઓ મળ્યા બાદ પરમ નમ્રતા-જાણે તે પદવી નથી જ, એવી રીતે વર્તન રાખવાથી પદવીઓ એર શોભે એ સ્વાભાવિક છે. વ્યવહારમાં પણ આવા મોટા પદનું બહુમાન અને ભકિત જનસમાજમાં જળવાઈ રહે, અને તેના પ્રત્યે સમુચિત આચાર વ્યવહાર જનસમાજ જાળવતે રહે, તેને માટે એગ્ય પ્રયાસ ચાલુ રહેવા જોઈએ. જેન શાસનની ઉજળામણુ તાજી ને તાજી. રહે માટે બાળજીવોને આકર્ષક થાય તેવા સામૈયા, વરઘેડા, ઉદ્યાપન, મંદિર તથા પ્રતિમા નિર્માણ, પ્રતિષ્ઠાઓ, બેટી પૂજાઓ, સ્નાત્રો, ઉત્સવ યાત્રા સંઘે, સાધર્મિક વાત્સલ્યના જમણે, ઉપધાન ક્રિયાઓ, વિગેરે કાર્યો ચાલું રહેવા જોઈએ. અને તેમાં શાસન તરફની ભકિતથી મુનિમહારાજાઓ યથા યોગ્ય સહકાર રસપૂર્વક આપે, તે | સર્વ વ્યવહાર ક્રિયા ચાલું રાખવા સાથે આત્મનિરીક્ષણ અને ઉત્તરોત્તર વધતો જતે સ્વવિકાસ ધ્યાનમાં રાખે જ જ જોઈએ. દીક્ષા લીધી કે તુરત આખી જંદગીને સામાન્ય કાર્યક્રમ નિશ્ચિત કરી લેવો જોઈએ. પઠન, પાઠન વિહાર શાસ્ત્રજ્ઞાન, ગદ્વહન, પદવી પ્રાપ્તિ, અને શાસનસેવાના કાર્યો, આત્મચિંતન, શાતિ વિગેરે કાર્યોમાં અમુક અમુક વર્ષો સુધી કામ કરવું એમ સામાન્યતઃ નિશ્ચિત કર્યું હોય તે ઠીક. રજના કાર્યક્રમમાં–રોજની ક્રિયાઓ, અભ્યાસ ગુરૂભક્તિ, સમુદાયનું વૈયાવૃત્ય, શાસન સેવાના કાર્યમાં સહકાર, દર્શનશુધિ-જ્ઞાનશુદ્ધિ ચારિત્રશુદિધ માટે જાગ્રતી, વ્યાખ્યાન, વિગેરેને લગતો દૈનિક કાર્યક્રમ પણ ચાલું સંગ અનુસાર ગોઠવી રાખેલ હોય, તે ઠીક. પર્વ તિથિએના–તપશ્ચર્યા, વિશિષ્ટ ક્રિયા, અધિક ચીત્ય દર્શન, સકળ સંઘ સાથે કરવાના અનુષ્ઠાનમાં સહકાર વિગેરે ઉદ્દેશીને અલગ કાર્યક્રમ ગોઠવાયેલા હોવા જોઈએ. મુનિ જીવનમાં જરૂરી ઉપકરણ બનાવી લેવાની કળા અને જ્ઞાન, શીખી લીધેલા હોય, તે ઠીકે, વિહાર વૈયાવૃત્ય, ઉપધિ જાતે ઉપાડી લેવી, વિગેરે કઇ સાધ્ય પ્રવૃત્તિઓના આરોગ્ય
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy