SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જેનધર્મ ઃ એક અદ્ભુત વિજ્ઞાન થયું નથી. કાળ સ્વતંત્ર દ્રવ્ય છે અને બીજા દ્રવ્યના વિવિધ પર્યાયસ્વરૂપ વર્તના, પરિણામ, ગતિ વગેરે તેનાં કાર્ય છે. કાળ દ્રવ્ય ઉપર જૈનદર્શનના આધારે નોબેલ પ્રાઇઝ મળે તેવું સંશોધન થઈ શકે તેમ છે. પર્શ-સ-ન્ય-વન્તઃ પુસ્તિી : I (અધ્યાય-૧, સૂત્ર-૨૩) શબ્દ-વન્ય-સૌમ્ય-ચન્દ-સંસ્થાન-મે-તમશછાયાડડતયોદ્યોતવત્તશ્ય | (અધ્યાય-૧, સૂત્ર-ર૪) પુદ્ગલ પરમાણુ (Matter) સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એમ ચતુર્ગુણયુક્ત છે. અહીં પરમાણુના પૃથક્કરણ સ્વરૂપની ચર્ચા છે. તે શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલત્વ, સંસ્થાન અર્થાત્ આકાર, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત (પ્રભા) સ્વરૂપ છે. આમ સમગ્ર અણુવિજ્ઞાન અને પુદ્ગલનાં લક્ષણો અને કાર્યનું સુંદર વર્ણન છે. અહીં એથીય વિશેષ પુદ્ગલ દ્રવ્યના બે વિભાગ બતાવ્યા છે. એક ઉપર ધન કે ઋણ વિદ્યુતભાર (Charged matter) છે અને બીજા ઉપર વિદ્યુતભાર નથી (Uncharged matter) અર્થાત્ તટસ્થ છે. વિદ્યુતભારરહિત (Uncharged matter) અર્થાત્ તટસ્થમાં ફોટોન (Photon), ગ્રેવિટોન (Graviton) અને ગ્લઓન (Gluon)નો સમાવેશ થાય છે. જૈનદર્શનની ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની વાત વૈજ્ઞાનિક સ્વરૂપે સમજવા જેવી છે. આજે વિજ્ઞાન જેને ઈથર વગેરે કાલ્પનિક દ્રવ્યથી સમજાવે છે તેના માટે જૈનદર્શનમાં ધર્માસ્તિકાયનું નિરૂપણ કરેલ છે અને તે વધુ યોગ્ય છે. સમગ્ર બ્રહ્માંડમાં ૪% ડાર્ક મેટર ૧% મેટર અને ૯૫% ડાર્ક એનર્જી છે એ કદાચ અધર્માસ્તિકાય હોઈ શકે. બીજા અધ્યાયમાં એક સૂત્ર છે : મનુનિ તિ: I (અધ્યાય-૨, સૂત્ર-ર૦) ગતિ હંમેશાં સીધી લીટીમાં અર્થાત્ પંક્તિમાં થાય છે. જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી જીવ કે પુગલ/પદાર્થની ગતિ સીધી લીટીમાં જ થાય છે. તેનો આ સૂત્રમાં નિર્દેશ છે. જીવ અને પુદ્ગલ બંનેમાં ગતિક્રિયાની શક્તિ છે. નિમિત્ત મળતાં પરિણત થઈ તે ગતિ કરે છે. બાહ્ય ઉપાધિથી તે વર્ગતિ ભલે કરે પરંતુ તેઓની સ્વાભાવિક ગતિ તો સીધી જ છે. ન્યૂટને આપણને પદાર્થની ગતિના નિયમો છેક ૧૯ મી સદીમાં આપ્યા. જ્યારે જૈનદર્શને તો જીવ અને પુલ પદાર્થની ગતિના નિયમો સદીઓ પૂર્વે આપ્યા છે. આવો અદ્ભુત છે આપણો જ્ઞાન-વિજ્ઞાનનો વારસો. આવી તો અનેક વાતો છે. અહીં જૈનદર્શનમાં અણુની ઉત્પત્તિ, વૈશ્વિક દ્રવ્યનો શાશ્વતતાનો સિદ્ધાંત, અણુ-વિઘટન, દ્રવ્યનું સંયોજન-વિઘટન, પદાર્થની નિત્યતાનો સિદ્ધાંત, પદાર્થનું રૂપાંતરણ વગેરે અણુવિજ્ઞાન તથા પદાર્થવિજ્ઞાનના ગહનતમ સિદ્ધાંતોનું વર્ણન સૂત્રોમાં ત્યારે પ્રરૂપિત થયું હતું. જૈન શાસ્ત્રોમાં સબઍટમિક પાર્ટિકલ્સનો પણ ઉલ્લેખ છે, જે હાલના ક્વાર્ક વગેરે કણોની સાથે સરખાવી શકાય. પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિજીના એક સંશોધનાત્મક લેખ મુજબ નવા જ પ્રરૂપાયેલ હિઝબોઝોન કણો પણ જૈન શાસ્ત્રોમાં ધર્માસ્તિકાય રૂપે બતાવેલ છે. આશ્ચર્યજનક રીતે આધુનિક વિજ્ઞાનના મૂળભૂત અને મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો જૈન શાસ્ત્રોમાં વ્યવસ્થિત રૂપે નિરૂપાયેલ છે. આમાં
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy