SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ 238 આર. ટી. સાવલિયા ઉત્તમ નમૂના પૂરા પાડે છે. આ શૈલીનાં ચિત્રો લઘુ-ચિત્રો સ્વરૂપે મળે છે. આ લઘુચિત્રોની શૈલીના નમૂના ખાસ કરીને જૈન કે જૈનાશ્રિત લખાયેલા ગ્રંથોનાં લઘુચિત્રોના રૂપમાં દોરાયેલા છે. ચિત્રોની આ શૈલીને ગુજરાતની શૈલી કે મારુ-ગુર્જર શૈલી પણ કહે છે. આમ, ગુજરાતના હસ્તપ્રત-સંગ્રહો ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા સમાન છે. એ વર્તમાન યુગના અને ભાવિ પેઢીના વિદ્યાના ઉપાસકોને માટે મહામૂલી મૂડી છે. આ અમૂલ્ય હસ્તપ્રતોની જાળવણી ખૂબ જ કાળજી માગી લે છે. આવા પ્રાચીન ગ્રંથોને યથાવત્ રાખવા માટે ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જંતુરહિત અને સાફ રાખવાની પ્રક્રિયા નિયમિત રીતે થવી જોઈએ. ગુજરાતના તમામ હસ્તપ્રત-સંગ્રહોમાં રખાયેલ પ્રાચીન હસ્તપ્રતોની વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી અને સાચવણી થાય તો જ આવનાર વર્ષોમાં નવી પેઢી આપણા કલા અને સાંસ્કૃતિક વારસાને સાચવી શકશે, સમજી શકશે. આવાં હસ્તલિખિત ગ્રંથો અને ચિત્રો વર્ષો પહેલાં નાજુક પદાર્થો પર લખાયેલાં હોવાથી તેનો વારંવાર ઉપયોગ કરવાથી એને નુકસાન થવા સંભવ છે. આ નુકસાન નિવારવા વૈજ્ઞાનિક દૃષ્ટિએ સહેલી એવી કમ્યુટરની મદદ લેવી જોઈએ. આ સાધનની મદદથી તૈયાર થતી એની પ્રતિકૃતિઓ અભ્યાસીઓ અને સંશોધકોને સહેલાઈથી ઉપલબ્ધ કરાવી શકાય છે. જેમને આ ભંડારોમાં સચવાયેલી જ્ઞાનસંપત્તિની પરિભાષા, લિપિ તથા અન્ય સંકેતોનું જ્ઞાન છે તેને માટે આ જ્ઞાનભંડારો દિવ્ય ખજાનારૂપ છે. સંદર્ભ-સાહિત્ય (૧) સાંડેસરા, ભોગીલાલ, ‘ઇતિહાસની કેડી', ૧૯૪૫, વડોદરા, ઇતિહાસ અને સાહિત્ય, ૧૯૯૯, અમદાવાદ (૨) નવાબ સારાભાઈ (સંપા પ્રકા), “જૈનચિત્ર કલ્પદ્રુમ', ૧૯૩૫, અમદાવાદ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ' ગ્રંથ ૭, ૧૯૮૧ અને ગ્રંથ ૮, ૧૯૮૪, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ (૪) “ગુજરાતના ગ્રંથભંડારો', ગુજરાત માહિતી ખાતા (ગુ.રા.) દ્વારા ૨૦૦૧માં તૈયાર કરેલ ૩૫ એમએમની ફિલ્મ નિમિત્તે વિવિધ ગ્રંથભંડારોની રૂબરૂ મુલાકાત વખતે ત્યાં જળવાયેલ સચિત્ર હસ્તપ્રતોની વિગતો સામેલ કરી છે. (4) Shah G P. 'Treasures of Jain Bhandaras', 1978, L.D. Indology, Ahmedabad (5) Savaliya, Ramji, “Illustrated Jain Manuscripts Preserved in the Bhandaras and the Museums of Gujarat', 'Steps of Indology', 2007, B. J. Institute, Ahmedabad
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy