SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સચિત્ર જેન હસ્તપ્રતો 237 ઈ. સ. ૧૯૯૪માં રચાયેલી “માનતુંગ માનવતી જૈનરાસ' નામની સચિત્ર હસ્તપ્રતના પ્રથમ ચિત્રમાં રાજાની સવારીનું દૃશ્ય છે. હાથી પર બિરાજમાન રાજા, પાછળ મંત્રીઓ ઘોડા પર બેઠેલ છે અને આગળના ભાગે ઢાલ-ભાલા લઈને ચાલતા સૈનિકો જોઈ શકાય છે. અન્ય બે ચિત્રોમાં રાજા મંત્રીઓ સાથે મંત્રણા કરતા જણાય છે. વડોદરાના હંસવિજયજી સંગ્રહમાં કલ્પસૂત્રની ૧૫મી સદીની હસ્તપ્રત સુરક્ષિત છે જેનું લખાણ સોનેરી શાહીથી લખેલું છે. આ હસ્તપ્રતમાં આઠ ચિત્રો અને ૭૪ અપ્રતિમ કારીગરીવાળી સુંદર કિનારો છે. વડોદરા પાસેના છાણી ગામમાં ત્રણ જેટલા હસ્તપ્રતસંગ્રહો છે. અહીંના વીરવિજયજી સંગ્રહમાં ઓઘનિર્યુક્તિ' ગ્રંથની ઈ. સ. ૧૧૯૧ની પ્રત છે જેમાં ૧૬ વિદ્યાદેવીઓ, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા અને બ્રહ્મશાંતિ યક્ષ મળી કુલ ૨૧ ચિત્રો જૈન મૂર્તિવિધાનની દષ્ટિએ મહત્ત્વનાં છે. ઈડરના શેઠ આણંદજી મંગળજીની પેઢીના હસ્તપ્રત-સંગ્રહમાં કલ્પસૂત્ર અને કાલકકથાની ૧૪મી અને ૧૫મી સદીની સચિત્ર પ્રત છે. તાડપત્રની પ્રત ઉપર સોનાની શાહીથી ચિત્રો દોરેલાં છે. કલ્પસૂત્ર'ના વધુમાં વધુ પ્રસંગો આ પ્રતમાં સ્થાન પામ્યા છે જેમાં અષ્ટમાંગલિક, મહાવીરનો જન્મ, પાર્શ્વનાથનો જન્મ, નિર્વાણ અને એમનાં યક્ષ-યક્ષિી, ઋષભદેવનું નિર્વાણ વગેરે ચિત્રો ખૂબ આકર્ષક અને મનોહર રીતે આલેખાયાં છે. લીંબડીના જૈન જ્ઞાનભંડારમાં ઈ. સ. ૧૪૧૫-૧૪૧૬માં રચાયેલી કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી હસ્તપ્રત છે. જામનગરમાં કલ્પસૂત્ર-કાલકકથા (ઈ. સ. ૧૫૦૧)ની સચિત્ર હસ્તપ્રત છે. કોબા (ગાંધીનગર)માં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં હજારો હસ્તપ્રત જળવાયેલી છે. “પ્રશ્નવ્યાકરણસૂત્રપાઠ' નામની હસ્તપ્રત સંસ્કૃત, પ્રાકૃત અને હિંદી ભાષામાં સં. ૧૭પપમાં લખાયેલી જેમાં ૨૨ ચિત્રો છે. “આનંદઘનચોવીસી'ની હસ્તપ્રતમાં ચોવીસ તીર્થંકરોનાં સ્તવનોની રચના કરેલી છે જેમાં કુલ ૧૪ ચિત્રો છે. આ પ્રતિ ૧૭માં સૈકામાં લખાયેલી છે. - અમદાવાદના સારાભાઈ નવાબના સંગ્રહમાં “સૂરિમંત્રપટ'નું ૧૪મી સદી જેટલું પ્રાચીન ચિત્ર જળવાયું છે. એમાં પૂર્ણ વિકસિત પદ્મ પર બેઠેલા મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીનું ચિત્ર નજરે પડે છે. અહીંના સંગ્રહમાં ઋષભદેવના સમવસરણનો ૧પમી સદીના મધ્યનો એક પટ્ટ અને જંબૂદીપનો ૧૯મી સદીનો પટ્ટ સંગ્રહાયેલો છે. - હસ્તપ્રતોની જાળવણી માટે વપરાતી પાટલીઓ ઉપર લઘુચિત્રો દૃષ્ટિગોચર થાય છે. મુનિ પુણ્યવિજયજી સંગ્રહમાંથી એક પાટલી પર મહાવીર સ્વામીના ૨૭ ભવો પૈકી કેટલાક ભવોનું ચિત્રાંકન નજરે પડે છે. જૈન ધર્મની સચિત્ર હસ્તપ્રતોમાંથી સામાજિક, ધાર્મિક, ઇતિહાસ, પ્રાચીન ગામોના સ્થાનિક ઇતિહાસ તેમજ પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતની સંસ્કાર અને સાહિત્યપ્રવૃત્તિઓ વિશે ઉપયોગી માહિતી મળે છે. આ જૈન સચિત્ર હસ્તપ્રતમાંનાં ચિત્રો મધ્યકાલીન પશ્ચિમ ભારતની ચિત્રશૈલીના
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy