SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ 226 કલ્પનાબહેન શેઠ તિબેટિયન, પર્શિયન ને બીજી ભાષાઓમાં છે. ઉપરોક્ત સર્વે પરથી એક અંદાજ મૂકી શકાય કે ઉપરોક્ત સંસ્કૃત અને પ્રાદેશિક ભાષાઓમાંથી ૮-૧૦ ટકા જૈન ધર્મની હોઈ શકે. કેટલૉગ - સૂચિપત્રોની આવશ્યકતા બ્રિટિશરો પાસેથી હસ્તપ્રતસંગ્રહ, સુરક્ષા ઉપરાંત સંગ્રહિત હસ્તપ્રતોની સૂચિ (કેટલૉગ) અને વર્ણનાત્મક સૂચિ (descriptive catalogue) પણ આપણે શીખ્યા છીએ. સ્વ. આચાર્ય શ્રી જંબૂવિજયજી મ.સા.એ બ્રિટિશ લાઇબ્રેરીમાં સંગ્રહિત જૈન હસ્તપ્રતના કેટલૉગની પ્રસ્તાવનામાં જણાવ્યું, ‘Catalogues of manuscripts are of the utmost significance because even with the availability of printed publication, the importance of the original material is never diminishes. Important scriptures have been printed and published with many inaccuracies and such defects can only be verified by comparison with the original palm-leaf or paper manuscripts. Publication of catalogues brings to light the rich collection of jain manuscripts that exists in foreign countries. Such collections contain rare and important texts of Jainism and this catalogue offers a wealth of scriptural knowledge.' વિદેશોમાંથી ઉપલબ્ધ હસ્તપ્રતસંગ્રહોમાંથી પ્રાપ્ત હસ્તપ્રતો મહદંશે સંશોધકોએ પોતાના સંશોધનકાર્ય દરમિયાન ઉપયોગ કર્યો હોય એવી ઘણી પ્રાપ્ત થાય છે. એથી સ્વાભાવિક જ છે કે તેઓએ ઉત્તમ પ્રકારની, પૂર્ણ, એક જ કૃતિની એક કરતાં વધારે નકલો અને પ્રાયઃ જુદા જુદા સમયે લખાયેલીનો ઉપયોગ કર્યો હોય. આથી પરદેશમાંથી મળી આવતા હસ્તપ્રતસંગ્રહોમાં અલભ્ય, નોંધનીય, પૂર્ણ અને ક્યારેક વિભાજન કરતી સંજ્ઞાયુક્ત હસ્તપ્રતો મળી આવે છે, જે સ્વતઃ આધુનિક સમયમાં ઘણી ઉપકારક સાબિત થાય છે. આ ઉપરાંત પરદેશીઓ ખાસ કરીને પ્રાચીન વસ્તુઓ અને સાંસ્કૃતિક વારસાના શોખીન અને યોગ્ય જાળવણીના આગ્રહી હોઈ ત્યાં સચવાયેલો હસ્તપ્રતસંગ્રહ આધુનિક ટેકનિકલ પદ્ધતિથી સુરક્ષિત હોય છે. ત્યાં વિવિધિ કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, કાલિકાચાર્યકથા, મધ્યકાલીન કૃતિઓ - જેવી કે આદિત્યવારકથા, કામકંદલી કથા, શુકસપ્તતિ, સિંહાસન બત્રીશી વગેરેની સોનેરી, રૂપેરી સ્યાહી તથા વિવિધ રંગોયુક્ત અનેક સચિત્રાત્મક હસ્તપ્રતો મળી આવે છે. ત્યાં ખગોળ-ભૂગોળવિષયક વિવિધ ચાર્ટ, તાંબું, પંચધાતુયુક્ત વિવિધ યંત્રો, કાપડ પર વિવિધ નકશાઓ, આલેખો, વિજ્ઞપ્તિપત્રો, લેખો, જૈન ખગોળ-ભૂગોળવિષયક ચિત્રો - જેવાં કે લોકપુરુષ, અઢીદ્વીપ, જંબુદ્વીપ, ૧૪ રજુઓ, સાત નરક, છ વેશ્યા, બાર ભાવના ઇત્યાદિ વિવિધ વિષયના આલેખો મળી આવે છે. ત્યાં પ્રાચીન તાડપત્રીય અને કાગળની અલભ્ય હસ્તપ્રતો પણ મળી આવે છે. ત્યાંની લાઇબ્રેરી અને સંસ્થાઓએ હાલમાં આવી પ્રાચીન અને અલભ્ય સામગ્રીનું ડિજિટલાઇઝેશન-કાર્ય પણ હાથ ધર્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીએ હાલમાં યુરોપ - ખાસ કરીને લંડન અને તેની આસપાસના વિસ્તારની સંસ્થાઓ બ્રિટિશ લાઇબ્રેરી, બ્રિટિશ મ્યુઝિયમ, વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, ધ વેલકમ ટ્રસ્ટ, રૉયલ એશિયાટિક સોસાયટી ઓફ લંડન, બોડેલિયન લાઇબ્રેરી - ઑક્સફર્ડમાં રહેલી ઉપરોક્ત સામગ્રીનું કેટલોગનું કામ હાથ ધર્યું છે. જે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીની જૈનપીડિયાની વેબસાઇટ (www.jainpedia.org) પર ઉપલબ્ધ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ પણ કેટલીક સચિત્ર ભારતીય હસ્તપ્રતોનું કેટલોગ કરેલ છે જે તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy