SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ 192 તેઓ કહે છે अन्योन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ।।४६ આપણે હેમચંદ્રાચાર્યને વંદન કરી એમના જ શબ્દો લઈને ઉપાધ્યાય યશોવિજયજીને કહી શકીએ - न पक्षपाती समयस्तथा ते આપના સિદ્ધાંતો પક્ષપાતથી પર છે. - જ્ઞાનસારના સર્વનયાશ્રયણાષ્ટકમાં ઉપાધ્યાયજી વિધાન કરે છે पृथक्नया: मिथः पक्षप्रतिपक्षकदर्थिता । समवृत्तिसुखास्वादी ज्ञानी सर्वनयाश्रित ।। ४७ ૧. ઉપાધ્યાય યશોવિજયજી પણ સ્વયં જ્ઞાની સર્વનયાશ્રિત, સમવૃત્તિ અને સુખાસ્વાદી છે અને એમના જ્ઞાનસારનો અધ્યેતા પણ આવો બની શકે છે. ગૌતમ પટેલ સ્વવિષયમાં પારંગત, વિદ્યા અને અધ્યયનના તપોનિધિ, સમર્ત્ય યોગ વ્યતે કે સમતાએ . સાચી સાધુતાને વરેલા, શબ્દોના સ્વામી, કવિતાના કીમિયાગર, અલંકારને પણ અલંકૃત કરનાર, નયવિદ, સર્વશાસ્ત્રવિશારદ અનેક ઉપાદેય ગ્રંથોના રચયિતા યશોવિજયજી મહારાજની જ્ઞાનસાર નામની કાલજયી કૃતિનું શ્રવણ, મનન કે વિવેચન કરવું એ તો કોઈ મોટા ગજાના વિવેચકનું કામ છે. મેં તો મને જે ભાવ જાગ્યો તેને અહીં શબ્દબદ્ધ કર્યો છે. એમણે સ્વયંમુનિ કેવો હોય અને કેમ શોભે એ જે કહ્યું છે એ મારી વિનમ્ર પણ દૃઢ મતિ અનુસાર એમને પણ શબ્દશઃ લાગુ પાડી શકાય એટલે એ ઉદ્ધૃત કરીને વિરમું છું : मुनिरध्यात्मकैला विवेकवृषभस्थितः शोभते विरति-ज्ञप्ति - गंगागौरीयुतः 1 शिवः 1182 અધ્યાત્મના કૈલાસ ઉપર વિવેકના વૃષભ (નંદી) પર રહેલ, વિરતિરૂપી ગંગા અને જ્ઞપ્તિ(જ્ઞાન)રૂપી ગૌરીથી જોડાયેલા શિવ સમાન મુનિ શોભે છે. ઉપાધ્યાય યશોવિજયમુનિ પણ અધ્યાત્મ અને કવિતાના કૈલાસ ઉપર શિવ સમાન સોહાય છે. પાદટીપ યશોવિજયજી મહોપાધ્યાય, ‘જ્ઞાનસાર', સંપાદક : ડો. રમણલાલ સી. શાહ, પ્રકાશક : શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલા, ૨૦૦૫, ૧૯ તત્ત્વદૃષ્ટિ-અષ્ટક ૧, પૃ. ૨૬૩ ર. જુઓ : નાવવિશ્વાઽનવર્શનોત્યઃ સ્તોત્વમાપદ્યત યસ્થ શો । - મહાકવિ કાલિદાસ, ‘રઘુવંશ’ ૧૪– ૩. ૪. ૫. ૬. ‘જ્ઞાનસાર’, ઉપસંહાર-૧૧, પૃ. ૪૩૯ ૭. ‘જ્ઞાનસાર', ૯ - ક્રિયાષ્ટક-૨, પૃ. ૧૨૫ ‘જ્ઞાનસાર', ૯ - ક્રિયાષ્ટક-૩, પૃ. ૧૨૬ ૮. સંસારિનાં રુળયાદ પુરાળનુાં તે વ્યાસજૂનુમુપયામિ ગુરું મુનિનામ્ । ભા.પુ. ૧-૨-૩ ‘જ્ઞાનસાર', ૨૩ - લોકસંગ્રહાષ્ટક-પ, પૃ. ૩૦૯ ‘જ્ઞાનસાર’, ઉપસંહાર ૧થી ૪, પૃ. ૩૪૫-૩૪૬
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy