SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય યશોવિજયજી ઃ સમન્વયવાદી તત્ત્વવેત્તા કવિ 11 જેમ ગંગા(નદીઓ)ની ધારાઓ સાગરમાં જઈને પડે છે તેમ ભિન્ન ભિન્ન આગમોથી દર્શાવાયેલા, સિદ્ધિના કારણરૂપ માર્ગો તમારામાં આવીને મળે છે. આવો જ ભાવ શ્રીશિવમહિમ્નસ્તોત્રમાં પુષ્પદંત વ્યક્ત કરે છે – त्रयी सांख्यं योग: पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च । रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ।४२ ત્રણે વેદ, સાંખ્ય, યોગ, પાશુપત, વૈષ્ણવ એવા જુદા જુદા માર્ગો હોવાથી આ ઉત્તમ, આ હિતકારક એમ રુચિની વિચિત્રતાને કારણે, સરળ, કુટિલ એવા અનેક માર્ગે ચાલનારા મનુષ્યો માટે જળના પ્રવાહો માટે સમુદ્રની જેમ આપ જ એકમાત્ર પ્રાપ્ત કરવા યોગ્ય છો. આમ સમગ્ર ભારતીય ચિંતનધારાને આ મહામનીષીએ આત્મસાત્ કરીને ઉપદેશાત્મક કવિતામાં ઢાળી છે. આ તેમની વિશેષતા છે. સાચા અને આંડબરી સાધુનો ભેદ પાડતાં ઉપાધ્યાય યશોવિજયજી જણાવે છે કે – भस्मना केशलोचेन वपुघृतमलेन वा । __ महान्तं बाह्यदृक् वेत्ति, चित्साम्राज्येन तत्त्ववित् ।।५३ ભસ્મ ચોળવી, કેશલોચ કરવો કે શરીરે ઘી ચોળવું આવી બાહ્ય વસ્તુઓથી આ સાધુ છે એવું બાહ્ય દષ્ટિવાળા જુએ છે પણ તત્ત્વને જાણનારો તો એના ચિત્ત-સામ્રાજ્યથી એણે એનું ચિત્ત-મન જીતીને સામ્રાજય સ્થાપ્યું તે ઉપરથી સાધુને સમજે છે. અહીં ઉત્તરાધ્યયન સૂત્ર યાદ આવી જાય છે કે – न वि मुंडिएण समणो न ओंकारेण बंभणो । न मुनि रण्णवासेन कुसचीरेण तावसो ।। समणाए समणो होई बंभचेरेण बंभणो नाणेन मुनि होई तवसा होई तावसो ।।४४ યુક્તિપૂર્ણ કાવ્યરચના અને તેમાંય ઉત્તમોત્તમ ઉપદેશ એ ગમી જાય તેવી વાત છે. મોહત્યાગાષ્ટકમાં ઉપાધ્યાય યશોવિજયજી કહે છે - अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्धकृत् । अयमेव हि नपूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।१५ હું અને મારું આ મોહનો મંત્ર જગતને આંધળું બનાવનારો છે. એ જ જો નકાર પૂર્વવાળો પ્રતિમંત્ર બને એટલે એની પહેલાં ન મૂકીને તેને ઊલટો મંત્ર બનાવીએ તો એ મોહને જીતી લે છે. અદમ્ આગળ ન મૂકીએ તો નાદ– હું નહીં એટલે અહંકાર નહીં અને મમ આગળ ન મૂકીએ તો ન મમ - મારું (આ જગતમાં) કોઈ નથી. આમ અહંતા અને મમતાનો ત્યાગ થાય એટલે મોહને જીતી લેવાય, કહો, છે ને સરસ કવિતા ! કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સર્વધર્મસદ્ભાવનું પ્રતીક હતા. તેઓએ મહાવીર અને સોમનાથના શિવને એકસાથે વર્ણવતી સ્તુતિ પણ કરી છે. એક સ્થળે ભગવાન મહાવીરને ઉદેશી
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy