SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય યશોવિજયજીઃ સમન્વયવાદી તત્વવેત્તા કવિ 189 બીજી બાજુ ભાગવતપુરાણમાં શુકદેવજી કહે છે - चिराणि किं पथि न सन्ति दिशन्ति भिक्षां नैवांध्रिपा परभृत: सरितोऽप्यशुष्यत् । रुद्धा गुहा: किमजितोऽवति नोपसर्पान् कस्मात् भजन्ति कवयो धनदुर्मदान्धान् ।।२० શું રસ્તામાં ચીંથરાં નથી ? શું વૃક્ષો ફળની દીક્ષા આપતાં નથી ? શું નદીઓ સુકાઈ ગઈ છે ? ગુફાઓ રૂંધાઈ ગઈ છે? કે અજિત ભગવાન તેને શરણે જનારનું રક્ષણ નથી કરતો ? તો પછી શા માટે કવિઓ-વિદ્વાનો ધનથી ગર્વિષ્ઠ થયેલાનું સેવન કરે છે ? નિઃસ્પૃહાષ્ટકમાં ઉપાધ્યાયનું અન્ય વિધાન પણ હૃદયંગમ છે - भूशय्या भक्ष्यमशनं जीर्णं वासो गृहं वनम् । तथापि निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् ।।" મહાકવિ ભર્તુહરિના વૈરાગ્યશતકના શ્લોકનો વિચાર આને મળતો જ આવે છે, રચનાશૈલી ભલે જુદી પડે. જુઓ - अशीमहि वयं भिक्षामाशावासो वसीमहि । शयीमहि महिपृष्ठे कुर्वीमहि किमीश्चरैः ।। ભિક્ષા અમે જમીએ છીએ. દિશાઓમાં વસીએ છીએ, પૃથ્વી પર સૂઈએ છીએ. પછી અમારે ધનવાનોનું શું કામ છે ? જૈન ધર્મ યજ્ઞમાં માનતો નથી. ઇતિહાસ મુજબ તો યજ્ઞીય હિંસાના વિરોધાર્થે જૈન ધર્મનો અહિંસાનો પ્રબળ સિદ્ધાંત પ્રખર બન્યો, બળુકો બન્યો પણ અત્ર-તત્ર-સર્વત્ર ઉપલબ્ધ ઉત્તમનું ચયન કરી સ્વમતિથિભવાનુસાર સ્વધર્મનિષ્ઠામાં તે તે વિચાર, ખ્યાલ કે સિદ્ધાંત કે કથાને પોતાના ધર્મના સિદ્ધાન્તોમાં પરિવર્તિત કરી અવનવું સ્વરૂપ બક્ષાવાની ઉપાધ્યાય યશોવિજયજીની નીતિ-રીતિ-વૃત્તિ-પ્રવૃત્તિ માટે મારા જેવાને તો નમન કરવાનું મન થાય. ધાર્મિક સહિષ્ણુતા, સર્વધર્મસમભાવ અથવા આજનો પ્રચલિત શબ્દ સેક્યુલરિઝમનો સાચો - અર્થ એમની આવી સર્વત્ર ક્ષીરગ્રહણ કરવાની રાજહંસવૃત્તિ સમજાવવા સમર્થ છે. ઉદાહરણ લઈએ હિન્દુ ધર્મની યજ્ઞભાવના ભગવાન શ્રીકૃષ્ણ અનેક પ્રકારના દ્રવ્યયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, તપોયજ્ઞ, સ્વાધ્યાયયજ્ઞ, જપયજ્ઞ ઇત્યાદિ વિસ્તારથી ગીતામાં નિર્દેશ્યા અને બ્રહ્મયજ્ઞની મહત્તા સ્થાપી. બ્રહ્મયજ્ઞ-Cosmic sacrifice - વૈશ્વિકયજ્ઞને વિસ્તારથી વર્ણવ્યો. મહામના યશોવિજયજીએ નિયાગાષ્ટકમાં યજ્ઞનો ખ્યાલ સ્વીકાર્યો જે જૈન ધર્મમાં વ્યાપકપણે સ્વીકૃત નથી. પણ એ યજ્ઞના ખ્યાલને - Concept of sacrificeને નવતર સ્વરૂપ બક્યું છે. તેઓએ “ભાવયજ્ઞ'ની વાતમાં તપ એ અગ્નિ, જીવ અગ્નિનું સ્થાન, મન, વચન અને કાયાના યોગોએ ઘી હોમવાનો સરવો, શરીર એ તારૂપી અગ્નિને પ્રગટાવવાનું સાધન, કર્મ હોમવાનાં લાકડાં અને સંયમ વ્યાપાર એ ભાવયજ્ઞનો શાંતિપાઠ ગણાવ્યો છે. કાવ્યની દૃષ્ટિએ આ સાંગરૂપક છે. તો તત્ત્વચર્ચાની દૃષ્ટિએ નવતર પ્રદાન છે. તેઓ અહીં કહે છે - पापध्वंसिनि निष्कामे ज्ञानयमे रतो भव ।३२ “નિષ્કામ જ્ઞાનયજ્ઞ જાણે ગીતાની ભાષા અને ગીતાના કર્મયોગ અને જ્ઞાનયોગનો સીધો સમન્વય. આગળ તો હજુ આનંદ આવે તેવું છે. તેઓ લખે છે –
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy