SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ 188 ગૌતમ પટેલ કરવામાં ક્યાંય ક્ષોભ કે અરુચિ નથી; ઊલટાનું ક્યાંક આદરપૂર્વક સમન્વયાત્મક દૃષ્ટિ દર્શાવે છે. દા.ત. मिथ्यात्वशैलपक्षछिद् ज्ञानदम्भोलिशोभितः । 'निर्भयः शक्रवद् योगी नन्दत्यानन्दनन्दने ।।२५ મિથ્યાત્વરૂપી પર્વતની પાંખો કાપનાર, જ્ઞાનરૂપી વજથી શોભતો ઇન્દ્ર જેવો નિર્ભય યોગી આનંદરૂપી નંદનવનમાં આનંદ માણે છે. અહીં ઇન્દ્ર પર્વતોની પાંખો કાપી નાંખી એ ઋગ્વદના મંત્રનો સીધો નિર્દેશ છે. ૨૬ ગીતાનું તો જાણે શબ્દો સાથેનું તેઓશ્રીનું ઉપાદાન પણ ગમી જાય તેવું છે. अरुरुक्षोर्मुनिर्योगं श्रयेद् बाह्यक्रियामपि । योगारूढः शमादेव शुध्यत्यन्तर्गतक्रिय: ।।७ સરખાવો - अरुरुक्षोर्मुनेर्योगं कर्मकारणमुच्यते । योगारूढस्य तस्यैव शम: कारणमुच्यते ।।४ નથી લાગતું કે ગીતાના શબ્દ અને વિચાર બંને જાણે પુનરુક્તિ પામ્યા છે ! મોહત્યાગાષ્ટકમાંથી ફલિત થાય છે કે મોહનીય કર્મથી આત્મપરિણામમાં ચાંચલ્ય આવે તેથી સ્થિરતાનો નાશ થાય - સમ્યક દર્શન અને ચારિત્ર્યનો અવરોધ થાયજ્ઞાનાદિગુણ વિપર્યાસ પુદ્ગલાસક્તિ વિભાવ-પરભાવમાં ઘસડાવું – પરિણામે જન્મમરણના ચક્કરમાં ફસાવવું. આ માટે મોહ ત્યજવો – મરું અને મનના સ્થાને આગળ ન ઉમેરી નાÉ અને ન મનની સાધના કરવી જોઈએ. જાણવા જેવું છે કદમાં “અ'થી “હ” સુધીના બધા જ સ્વર અને વ્યંજન આવી જાય છે. અંગ્રેજીમાં તો આઈ (I) વાક્યની વચમાં હોય તો પણ કેપિટલ જ રહે છે. બીજી બાજુ મમની માયા ઓછી નથી. મમસત્યમ્ – હું કરું એ જ સાચુંઆવો શબ્દપ્રયોગ વેદમાં વસિષ્ઠ ઋષિના મંત્રમાં આવે છે અને સાયણાચાર્યે એનો અર્થ યુદ્ધમ્ કર્યો છે. જયાં મસત્યમ્ હું કરું એ જ સાચું' એમ આવે એટલે યુદ્ધ જ થાય. આથી પ્રમ્ અને મને ત્યાજ્ય નિઃસ્પૃહાષ્ટકમાં ઉપાધ્યાયજીનું વિધાન છે – ___ संयोजितकरैः के के प्राथ्यन्ते न स्पृहावहैः । अमात्रज्ञानपात्रस्य निःस्पृहस्य तृणं जगत् ।।" જેને કોઈ સ્પૃહા-ઇચ્છા હોય છે એ બે હાથ જોડીને કોની કોની પ્રાર્થના નથી કરતા ? પરંતુ અમાત્ર-અમાપ જ્ઞાનરૂપી પાત્રવાળા નિઃસ્પૃહીને માટે આખું જગત તણખલા સમાન છે. સંસ્કૃતનું એક સુભાષિત યાદ આવે છે. विद्यावृद्धास्तपोवृद्धा ज्ञानवृद्धाश्च ये जनाः । ते सर्वे धनवृद्धस्य द्वारि तिष्ठन्ति किंकराः ।। વિદ્યાવૃદ્ધ, તપોવૃદ્ધ કે જ્ઞાનવૃદ્ધ જે માણસો છે તે ધનવૃદ્ધના બારણે ચાકરની જેમ ઊભા રહે છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy