SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનભંડારો અને હસ્તપ્રતોની વિશેષતાઓ 169 પુષ્મિકાઓમાં જે હકીકતો, વસ્તુઓ અને સામગ્રી સમાયેલી છે તેનું પૃથક્કરણ કરવામાં આવે તો ગુજરાતી ભાષામાં સમૃદ્ધ સાહિત્યનો ઉમેરો થાય. કોશ સાહિત્ય : આપણા જ્ઞાનભંડારોમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓનું જે જૈનજૈનેતર વિપુલ સાહિત્ય વિદ્યમાન છે, તેમાં આપણી પ્રાચીન ભાષાઓના કોશોને સમૃદ્ધ કરવાને લગતી ઘણી જ પર્યાપ્ત સામગ્રી છે. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યે એમની “દેશીનામમાલામાં ઘણા દેશી શબ્દો વિશે નોંધ કરેલી જોવા મળે છે. જો પ્રાચીન હસ્તપ્રતોનું વ્યવસ્થિત અધ્યયન કરીને શબ્દોની તારવણી કરવામાં આવે તો શબ્દભંડોળમાં સુંદર ઉમેરણ થાય તેમ છે. જૈન ભંડારો વિદ્વાનોના આકર્ષણનું કેન્દ્ર : પાટણ, ખંભાત અને જેસલમેરના ભંડારોએ દેશવિદેશના વિદ્વાનો-સંશોધકોને આકર્ષ્યા છે. પાટણના ભંડારોનો અભ્યાસ કરીને કર્નલ ટોડે તેમના પુસ્તક “રાજસ્થાનનો ઇતિહાસમાં આ ગ્રંથોમાંથી અધિકૃત માહિતી મેળવીને ઉપયોગ કર્યો હતો. પાટણના ભંડારની મુલાકાત લેનાર “રાસમાળા'ના લેખક શ્રી એલેકઝાન્ડર ફોર્બસનો પણ સમાવેશ થાય છે. તેમના પછી સને ૧૮૭૩ અને ૧૮૭૫માં વિદ્વાન ડૉ. જી. બુહલરે પણ મુલાકાત લીધી હતી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈ સરકારના આયોજનથી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજ અને પૂનાની ડેક્કન કૉલેજના સંસ્કૃતના પ્રોફેસરોને હસ્તલિખિત ગ્રંથોની શોધ માટે પ્રવાસે મોકલાતા. તેમની શોધખોળોનો અહેવાલ તેઓ સરકારશ્રીને આપતા. આ યોજના અન્વયે પિટર્સન, કિલહોર્ન, ડૉ. આર. જી. ભાંડારકર અને કાથવટેએ સંશોધન-પ્રવાસો કરેલા અને એમના અહેવાલો પ્રસિદ્ધ થયેલા છે. પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીને વડોદરા રાજ્ય તરફથી સન ૧૮૯૨માં મોકલવામાં આવ્યા હતા. તેઓશ્રીએ નવથી દશ હજાર પ્રતો તપાસી યાદી પણ બનાવેલી. પ્રો. દ્વિવેદી પછી સને ૧૮૯૩ના ડિસેમ્બરમાં પ્રો. પિંટર્સન પણ આ જ કામ માટે મુંબઈ સરકાર તરફથી નિમાયા હતા. ત્યારબાદ શ્રી સી. ડી. દલાલે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી અને તેમના શિષ્યોની મદદથી સને ૧૯૧૫માં ભંડારનાં પુસ્તકો જોઈને તેની યોગ્ય નોંધ કરવાના ભગીરથ પ્રયત્નો કરેલા. આ જ્ઞાનભંડારોના સંગ્રહની પ્રતિઓમાં દશમા શતકથી તે વીસમા શતક સુધીના જ્ઞાનવારસાની કડીબદ્ધ હકીકતો જાણવા મળે છે. આ ગ્રંથભંડારોમાંની પ્રતો દ્વારા સાહિત્યિક, ઐતિહાસિક, લિપિકળા, ચિત્રકળા, કોશસાહિત્ય ઇત્યાદિની સામગ્રી મળી રહે છે. તે આપણા સાંસ્કૃતિક વારસાની ભવ્યતાનાં દર્શન કરાવે છે. જૈન કથાસાહિત્ય આપણા ચાલુ જીવન-વ્યવહાર સાથે સંબંધ ધરાવતી અનેક વસ્તુઓની માહિતી પૂરી પાડે છે. જૈન ભંડારોમાં પણ જૈનેતર સંપ્રદાયના વિવિધ સાહિત્યવિષયક ગ્રંથો હજારોની સંખ્યામાં વિદ્યમાન છે એ એની મોટી વિશેષતા છે. બારમાથી ઓગણીસમા સૈકા સુધીનું જે વિપુલ સાહિત્ય આપણને મળે છે તે જૈન સંપ્રદાય 'ઊભા કરેલા જ્ઞાનભંડારોને આભારી છે. સ્વાભાવિક રીતે જ એમાં જૈન સાહિત્ય વધારે સચવાયું હોય. પ્રાપ્ત મધ્યકાલીન સાહિત્યમાં જૈન સંપ્રદાયનો હિસ્સો ઘણો મોટો - લગભગ ૭૫ ટકા જેટલો
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy