SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનભંડારો અને હસ્તપ્રતોની વિશેષતાઓ 167 પુષ્કળ ટીકાસાહિત્યનો પણ સમાવેશ થાય છે. જૂની ગુજરાતી ભાષાનું સાહિત્ય પણ આ ભંડારોમાં સારી રીતે સચવાયેલું છે. જૈન જ્ઞાનભંડારો અને સાહિત્યનાં કેન્દ્રો : જૈન જ્ઞાનભંડારોમાં વિપુલ સાહિત્યસામગ્રી ઉપલબ્ધ હોવાના કારણે કેટલાક જ્ઞાનભંડારો અધ્યયન-અધ્યાપનનાં કેન્દ્ર બન્યાં હતાં. કાશ્મીરમાં પ્રાચીન સરસ્વતી ભંડાર હતો. ઉજ્જયિની (માળવા), પાટલિપુત્ર (પટણા) વગેરે સ્થળો પ્રાચીન સમયમાં વિદ્યાનાં કેન્દ્રો બન્યાં હતાં. માળવાના મહારાજા સાહસિક વિક્રમાદિત્ય, મુંજ અને ભોજના વિદ્યાપ્રેમ અનેક ગ્રંથોની રચના કરાવી હતી. અનેક વિદ્વાનોને ઉત્તેજન-પ્રેરણા-પ્રોત્સાહનો મળ્યાં હતાં. ગુજરાતમાં પાટણ, ખંભાત, પાલનપુર, વિજાપુર, અમદાવાદ વગેરે જૈન અને જૈનેતર સાહિત્ય અને શિક્ષણનાં કેન્દ્રો તરીકે રહ્યાં હતાં. તેથી આ સ્થળો ઘણી હસ્તપ્રતોનાં સર્જન, લેખન અને સંરક્ષણનાં કેન્દ્રો તરીકે પણ પ્રખ્યાત રહ્યાં છે. આ બધા જૈન જ્ઞાનભંડારોમાં જૈન બાળકો તથા સાધુ-સાધ્વી ભગવંતોને શિક્ષણ પણ આપવામાં આવતું હતું. આજે પણ કેટલાક જ્ઞાનભંડારો તેમજ ઉપાશ્રયમાં જૈન ધર્મ-તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપવાની પ્રથા ચાલુ છે. ઉદાહરણ તરીકે હેમચંદ્રાચાર્યની પૌષધશાળામાં અનેક શિષ્યો રહેતા હતા. “પ્રભાવકચરિત્ર'ની હસ્તપ્રતના એક ચિત્રની નીચે ‘હિત છાત્રાન થાવરણ-પવિતિ' એમ લખેલું છે. ચિત્રકળા દર્શન : સચિત્ર જૈન કાગળ પરની હસ્તપ્રતો અને તાડપત્રીય હસ્તપ્રતો જૈન ચિત્રકળાનો પ્રારંભ ક્યારથી શરૂ થયો અને તેનો ક્રમિક વિકાસ કેવી રીતે થયો તેના માટે મહત્ત્વનો આધારસ્તંભ છે. ગુજરાતી જૈન ચિત્રકળા અને ગુજરાતના જૈન ભંડારોમાં સંગૃહીત સચિત્ર હસ્તપ્રતોની સમૃદ્ધિને સારાભાઈ નવાબે તેમના પુસ્તક “જૈન ચિત્રકલ્પદ્રુમ' (૧૯૩૫) અને ઉમાકાન્ત પી. શાહે “Treasurers of Jain Bhandaras' (૧૯૭૮)માં દર્શાવવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. જૈન કલ્પસૂત્રોના હાંસિયાની ચિત્રસામગ્રી વિશેષ ધ્યાન ખેંચે છે. “હાંસિયાની એ અપૂર્વ ‘કલાસમૃદ્ધિને દુનિયા આગળ રજૂ કરવાનું માન આ “જૈન ચિત્રકલ્પદ્રુમ'ના સંપાદક શ્રી સારાભાઈ નવાબને જ છે. જે નમૂના તેમણે પ્રાપ્ત કરી પ્રગટ કર્યા છે તે માટે કળાના ઇતિહાસમાં તેમનું માન અને સ્થાન કાયમ માટે સ્વીકારવાં પડશે. આ હાંસિયાની ચિત્રકળા એ યુગના માનવીઓની સર્જનશક્તિ અને અપ્રતિમ શોભાશક્તિના સંપૂર્ણ પુરાવા છે.” “સજાવ્યા જૈને રસશણગાર, લતામંડપ સમધર્માગાર' કવિ શ્રી ન્હાનાલાલની આ પંક્તિ યથાર્થ એટલા માટે છે કે “જૈનોએ આ ભૂમિને અને તેની પર્વતમાળાઓને જગતમાં જેની જોડ નથી તેવા કલાના ઉત્તમ નમૂના સમા ભવ્ય પ્રાસાદોથી અલંકૃત કરેલી છે.જ પાટણના સુપ્રસિદ્ધ જૈન જ્ઞાનભંડારોમાં વિભિન્ન ગ્રંથોની સચિત્ર નકલો પણ મળે છે. આ ચિત્રો જાણે હમણાં જ દોર્યા હોય એમ ઘણાં સુંદર લાગે છે. વળી આ ચિત્રો પુસ્તકના વિષયવસ્તુ સાથે પણ સંબંધ ધરાવે છે. આવા એક ચિત્રમાં આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ કુમારપાળ રાજાને બોધ આપતા જણાય છે. એક ચિત્રમાં ૧૧મા-૧૨મા શતકમાં ગુરુ શિષ્યને કેવી રીતે શીખવતા તે દર્શાવેલું છે. પાટણના ભંડારોમાં વિવિધ ચિત્રશૈલીઓમાં દોરેલી ચિત્રકળા ખાસ ધ્યાન ખેંચે છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy