SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ 166 કનુભાઈ એલ. શાહ ઘર્મોઝરેશમાનાનું વિવરણ જયસિંહસૂરિએ સં. ૯૧૫માં ભોજદેવ (પ્રતીહાર) મહારાજાના રાજ્ય નાગપુરમાં રચ્યું હતું. કવિ ઋષભદાસકૃત “હીરવિજયસૂરિરાસમાંથી મોગલ કાળનો કેટલોક ઇતિહાસ પ્રાપ્ત થાય છે. સમકાલીન પ્રજાજીવનનાં કેટલાંક પાસાંઓ પણ ગૂંથાયેલાં જોવા મળે છે. ઘમ્યુચ મહાકાવ્યની સં. ૧૨૯૦માં લખાયેલી તાડપત્રીય પ્રતિ શાંતિનાથના ભંડારમાં પ્રાપ્ય છે. મંત્રી વસ્તુપાલે પોતાના ગુરુ વિજયસેનસૂરિના ઉપદેશથી શત્રુંજયનો સંઘ કાઢ્યો હતો. એના ઐતિહાસિક વૃત્તાંત સાથેનું ધર્મકથાઓને વણી લેતું એ સંસ્કૃત કાવ્ય છે. આ કાવ્યની વસ્તુપાલે પોતાના સ્વહસ્તે કરેલી નકલ આ ભંડારમાં સચવાયેલી છે. આ વસ્તુ એક ઐતિહાસિક સ્મારક જેવી મહત્ત્વની બીના છે. ગ્રંથો ઉપરાંત ગ્રંથોની પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓ પણ વિવિધ રીતે ઉપયોગી છે. કેટલીયે હસ્તપ્રતો ગુજરાતના ચૌલુક્ય અને વાઘેલા રાજાઓના સમયમાં લખાયેલી છે. તે રાજ્યો તથા એમના અધિકારીઓ વિશેના વર્ષવાર ઉલ્લેખો, જે ગામમાં કે નગરોમાં લખાઈ તેની નોંધ એમાં મળે છે. કેટલીક પુષ્યિકાઓ સ્વતંત્ર કાવ્ય જેવી લાંબી હોય છે અને તેમાં એ ગ્રંથ લખાવનાર વસ્તુની અનેક પેઢીઓનો વૃત્તાંત દર્શાવ્યો હોય છે. ગુજરાતના સામાજિક અને ધાર્મિક ઇતિહાસ માટે આ પુષ્યિકાઓ અનેકવિધ મૂલ્ય ધરાવે છે. સાહિત્યિક દર્શન : ગ્રંથો લખાવવામાં અને તેનું સંરક્ષણ કરાવવામાં, તેનાં પઠન-પાઠનમાં, વ્યાખ્યાનો દ્વારા તેનો સદુપયોગ કરાવવામાં પરોપકારી જૈનાચાર્યો અને જૈન સાધુઓના સદુપદેશે બહુ મોટું પ્રદાન કર્યું છે. તેઓએ માત્ર જૈનાગમોના ગ્રંથો જ લખાવ્યા નથી, પરંતુ ઉપયોગી દરેક વિષયનાં પુસ્તકો લખાવ્યાં છે. તેના સંગ્રહો અનેક સ્થળોએ કરાવ્યા છે. તેમણે નવીન ગ્રંથોની રચના કરાવ્યા ઉપરાંત પ્રાચીન ગ્રંથો ઉપર વ્યાખ્યાનાદિ પણ રચ્યાં હતાં. આ પ્રમાણે સમાજ ઉપર એમનું ખૂબ જ ઋણ રહેલું છે. મંત્રીશ્વર વસ્તુપાળે “નરનારાયણાનંદ મહાકાવ્ય રચ્યું હતું. જે ગાયકવાડ પ્રાચ્ય ગ્રંથમાળામાં (નં-૨માં) પ્રકાશિત થઈ ગયું છે. તેના અંતિમ સર્ગમાં તેણે પોતાનો પરિચય આપ્યો છે. તેમની પ્રાર્થના-પ્રેરણાથી નરચંદ્રસૂરિએ “કથારત્નસાગર', નરેન્દ્રપ્રભસૂરિએ “અલંકાર મહોદધિ', બાલચંદ્રસૂરિએ “કરુણાવજ યુદ્ધ નાટક જેવા અનેક ગ્રંથોની રચના કરી હતી. મંત્રીશ્વર વસ્તુપાલતેજપાલના યશસ્વી જીવનને ઉદ્દેશી તેમના સમકાલીન અનેક મહાકવિઓએ મહાકાવ્યો, નાટકો અને પ્રશસ્તિઓ રચ્યાં હતાં. કવિ સોમેશ્વરે “કીર્તિકૌમુદી', અરિસિંહે “સુકૃતસંકીર્તન', ઉદયપ્રભસૂરિએ “સુકતકીર્તિ કલ્લોલિની” અને બાલચંદ્રસૂરિએ વસંતવિલાસ મહાકાવ્ય' તથા નરચંદ્ર અને નરેન્દ્રપ્રભસૂરિએ પ્રશસ્તિઓ રચેલી છે. મુસ્લિમ યુગમાં – અલાયદીનના સમયમાં ઠક્કુર ફેરુ જેવા વિદ્વાને રચેલા “વાસ્તુશાસ્ત્ર શિલ્પગ્રંથ' તથા બીજા કેટલાક ગ્રંથો મળે છે. પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારમાં માત્ર જૈન જ નહિ પણ બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મની અતિશય કીમતી હસ્તલિખિત પ્રતો પણ જોવા મળે છે. જૈનોના આગમોના પવિત્ર સાહિત્યની પ્રતોની દૃષ્ટિએ તો આ ભંડારો અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આગમ સાહિત્યમાં ચૂર્ણિઓ, અવચૂર્ણિઓ તથા અન્ય
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy