SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 140 મહેશ ચંપકલાલ એટલો કે “શ્રીગદિત'માં કુલાંગના પતિના ગુણ-અવગુણ વર્ણવે છે જ્યારે અહીં નીચ સ્ત્રી અશ્લીલ ભાષામાં યુવક-યુવતીના અનુરાગ અને ચૌર્યરતનું વર્ણન કરે છે. આ વર્ણન નૃત્ય-ગીતથી સભર ન હોય તો તદ્દન શુષ્ક બની જાય. વળી કથાવસ્તુ પાંખું હોવાથી તે નૃત્ય-ગીત વિના લાંબો સમય ચાલી શકે પણ નહીં. (૪) પ્રસ્થાન : “સાહિત્યદર્પણ' અનુસાર પ્રસ્થાનમાં નાયક તરીકે દાસ, વિટ, ચેટ વગેરે કોઈ સેવક હોય છે અને ઉપનાયક તેના કરતાં પણ ઊતરતી કક્ષાનો હોય છે. નાયિકા દાસી હોય છે. તેમાં કૈશિકી તથા ભારતી વૃત્તિ પ્રયોજાય છે. મદિરાપાનના સંયોગથી ઇષ્ટ અર્થની સિદ્ધિ થાય છે. તેમાં બે અંકો હોય છે અને લય, તાલ વડે પરિપૂર્ણ સંગીતાત્મક વિલાસનું તેમાં બાહુલ્ય હોય છે. સાહિત્યદર્પણકારે “પ્રસ્થાન'નું લક્ષણ નાયક-નાયિકા, વૃત્તિ, અંકસંખ્યા વગેરે પાર્શ્વગત તત્ત્વોના આધારે નિરૂપ્યું હોવા છતાં તે લય, તાલથી યુક્ત એવી આંગિક ચેષ્ટાઓ તથા ગીતસંગીતથી સભર હોવાનું પણ નોંધ્યું છે. નાટ્યદર્પણ” અનુસાર તેમાં પ્રથમ અનુરાગ, માન, પ્રવાસ, શૃંગારર થી યુક્ત વર્ષા તથા વસંતઋતુનું વર્ણન હોય છે. તે ઉત્કંઠા પ્રદર્શક સામગ્રી વડે પરિપૂર્ણ હોય છે. અંતમાં વીરરસનું આલેખન થયું હોય છે. તે ચાર અપસારથી યુક્ત હોય છે. “અપસાર' એ સંગીત અને નૃત્યની પરિભાષિક સંજ્ઞા છે. નાટ્યદર્પણકાર તેની વ્યાખ્યા નૃત્યજીનાનિ ઘણું ચપસાર | અર્થાત્ નૃત્ય દ્વારા વિભાજિત ખંડ એટલે અપસાર” એમ આપે છે. નાટ્યદર્પણકારે “પ્રસ્થાન'નું આપેલું ઉપર્યુક્ત લક્ષણ ભોજના “શૃંગારપ્રકાશને શબ્દશઃ અનુસરે છે. “અભિનવભારતી'માં “પ્રસ્થાન'નું ભિન્ન લક્ષણ જોવા મળે છે. તદ્અનુસાર તેમાં તાંડવ અને લાસ્ય બંને શૈલીઓ પ્રયોજાય છે તેમ છતાં ‘લાસ્ય'નું બાહુલ્ય હોય છે. વળી તેમાં હાથી વગેરે પ્રાણીઓની ચેષ્ટાઓનું અનુકરણ પણ થતું હોય છે. ‘વણગ' (સંગીતકલાનો પારિભાષિક શબ્દ) એ પ્રસ્થાનની આગવી વિશેષતા છે. અભિનવભારતી', “શૃંગારપ્રકાશ” અને “નાટ્યદર્પણ'માં નિરૂપવામાં આવેલાં પ્રસ્થાન'નાં લક્ષણો ઉપરૂપકમાં રહેલી નૃત્ય, સંગીતની પ્રધાનતા અને પાક્યની અલ્પતાને ઇંગિત કરે છે અને એ રીતે “સાહિત્યદર્પણમાં નિરૂપવામાં આવેલા પાઠ્યપ્રધાનતા સૂચવતા લક્ષણથી તે ભિન્ન તરી આવે છે. “લય- તાલ વડે પરિપૂર્ણ સંગીતાત્મક વિલાસ” આ લક્ષણને નૃત્ય અને સંગીતની પારિભાષિક સંજ્ઞાઓ “અપસાર અને વર્ણાગ' વડે વધુ સ્પષ્ટ કરી આપવામાં આવ્યું છે. (૫) ગોષ્ઠીઃ “સાહિત્યદર્પણ' અનુસાર તેમાં નવ કે દસ સાધારણ કોટિના પુરુષો તથા પાંચ કે છ સ્ત્રીઓનું ચરિત વર્ણવવામાં આવે છે. આથી તેમાં ઉદાત્ત વચનો પ્રયોજાતાં નથી. તેમાં કેશિકી વૃત્તિની પ્રધાનતા હોય છે. શૃંગારરસનાં ત્રણ સ્વરૂપોમાંથી કામશૃંગારની પ્રચુરતા હોય છે. તેમાં ગર્ભ અને વિમર્શ સિવાયની સન્ધિઓ હોય છે. અંક એક જ હોય છે. તેનું ઉદાહરણ “રેવતમદનિકા' છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy