SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નાટ્યદર્પણ’માં ઉપરૂપક વિધાન ‘અભિનવભારતી'માં શ્રીગદિતનો ઉલ્લેખ વિાદ' સંજ્ઞાથી કરવામાં આવ્યો છે. અહીં વિપ્રલબ્ધા નાયિકા પોતાની સખી આગળ પોતાના પતિના દુર્વ્યવહાર વિશે વાત કરે છે. 139 અભિનવભારતી, શૃંગારપ્રકાશ અને નાટ્યદર્પણમાં શ્રીગદિતનું જે લક્ષણ નિરૂપવામાં આવ્યું છે તે ‘સાહિત્યદર્પણ’માં નિરૂપવામાં આવેલા લક્ષણ કરતાં તદ્દન ભિન્ન તરી આવે છે. ‘સાહિત્યદર્પણ’માં અંક, કથાવસ્તુ, વૃત્તિ, સંધિ વગેરે પાઠ્યગત-નાટ્યલેખનની દૃષ્ટિએ ઉપયોગી એવાં તત્ત્વોની દૃષ્ટિએ ‘શ્રીગદિત’ના સ્વરૂપની છણાવટ કરવામાં આવી છે જ્યારે ‘નાટ્યદર્પણ’માં મંચનકલાની દૃષ્ટિએ, Performing Artની દૃષ્ટિએ તેનું સ્વરૂપ નિરૂપવામાં આવ્યું છે. અહીં નાયિકા જાણે મંચ ઉપર વિષ્ણુપત્ની લક્ષ્મીનો વેષ ધારણ કરી નર્તન અને ગાયન દ્વારા સખી આગળ ‘પદાભિનય’, ‘ભાવાભિનય' થકી પોતાના પતિના ગુણ-અવગુણ વર્ણવે છે. સખી આગળ કરવામાં આવતું નિવેદન કેવળ શબ્દગત હોતું નથી પણ નૃત્ય અને ગીતથી સભર હોય છે તે ‘પદાભિનય’ સંજ્ઞા દ્વારા સૂચવવામાં આવ્યું છે. ‘ભરતનાટ્યમ્'માં આજે પણ ‘વર્ણમ્' અંતર્ગત આ પ્રકારનો ‘પદાભિનય’ કરવામાં આવે છે. ગીત-નૃત્ય દ્વારા નાયિકા સખી સમક્ષ પતિના ગુણ-અવગુણનું નિવેદન કરે છે. આમ ‘સાહિત્યદર્પણ'થી વિપરીત અભિનવભારતી, શૃંગારપ્રકાશ અને નાટ્યદર્પણમાં ‘શ્રીગદિત’નું નૃત્ત/નૃત્ય અને ગીતનું પ્રાધાન્ય સૂચવતું ને રંગમંચીય સ્વરૂપ સ્પષ્ટ કરતું લક્ષણ નિરૂપવામાં આવ્યું છે. (૩) દુર્મિલિતા : ‘સાહિત્યદર્પણ’માં ‘દુર્મિલિતા’ના સ્થાને ‘દુર્મલ્લી' સંજ્ઞા પ્રયોજવામાં આવી છે અને તેનું લક્ષણ આ પ્રમાણે નિરૂપવામાં આવ્યું છે. તેમાં ચાર અંક હોય છે. તે કૈશિકી તથા ભારતી વૃત્તિથી યુક્ત હોય છે. તેમાં ગર્ભસન્ધિ પ્રયોજાતી નથી. તેનાં પુરુષપાત્રો કલાકુશળ અને ચતુર (નાગર-ના) હોય છે. નાયક નિમ્ન પ્રકૃતિનો હોય છે. તેનો પ્રથમ અંક ત્રણ નાડિકા(અર્થાત્ છ ઘડી)નો હોય છે જેમાં વિટની ક્રીડાનું વર્ણન કરવામાં આવે છે. બીજો અંક પાંચ નાડિકા (એટલે કે દસ ઘડી)નો હોય છે. જેમાં વિદૂષકના વિલાસનું નિરૂપણ થાય છે. ત્રીજો અંક સાત નાડિકા (અર્થાત્ ચૌદ ઘડી)નો હોય છે અને તેમાં પીઠમર્દના વિલાસનું આલેખન થાય છે. ચોથો અંક દસ નાડિકા (અર્થાત્ વીસ ઘડી)નો હોય છે અને તેમાં અગ્રગણ્ય નગરજન(નાગર)ની ક્રીડાનું વર્ણન કરવામાં આવે છે. આમ, ‘સાહિત્યદર્પણ'માં રૂપકગત તત્ત્વો અંકસંખ્યા, અંકવસ્તુ, સન્ધિ, વૃત્તિ, નાયક વગેરેના આધારે લક્ષણ નિરૂપી તેનું સાહિત્યિક સ્વરૂપ સ્પષ્ટ કરી આપવામાં આવ્યું છે પરંતુ ‘નાટ્યદર્પણ'માં ઉપર્યુક્ત તત્ત્વોનો કોઈ ઉલ્લેખ નથી. ‘નાટ્યદર્પણ’ અનુસાર તેમાં કોઈ દૂતી એકાન્તમાં ગ્રામ્ય-અશ્લીલ કથા દ્વારા યુવક-યુવતીઓના પ્રેમનું વર્ણન અને તેમના ચૌર્ય૨તનો ભેદ પ્રગટ કરે છે. એ વિષે સલાહ પણ આપે છે અને નીચ જાતિની હોવાને લીધે ધનની યાચના કરે છે. વધુ ને વધુ ધન મેળવવા ઇચ્છે છે. ‘શ્રીગદિત’ની જેમ અહીં પણ ગીત-નૃત્યસભર વર્ણન થતું હોવાનું સૂચવાય છે. ફરક માત્ર
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy