SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ 114 કાંતીભાઈ બી. શાહ જીવનઘટનાઓની પ્રમાણભૂતતાના પ્રશ્નો (એતિ. વ્યક્તિવિશેષ/વિષયવસ્તુસંદર્ભે) : લાવણ્યસમયકૃત વિમલપ્રબંધ'માં ઐતિહાસિક વ્યક્તિવિશેષ વિમલશાનું ચરિત્ર આલેખાયું છે. એમાં એમના પરાક્રમપ્રસંગો અને એમની ધર્માભિમુખતાની ઘટનાઓનું નિરૂપણ છે. પણ આ બધી જ ઘટનાઓ ઐતિહાસિક છે કે કિંવદત્તીના મિશ્રણવાળી છે એ સંશોધનનો પ્રશ્ન બને છે. શ્રાવકકવિ ઋષભદાસે રચેલ “હીરવિજયસૂરિરાસ'માં ભરપૂર દસ્તાવેજી સામગ્રી સંઘરાયેલી છે. મોગલ સમ્રાટ અકબરશાહ અને સૂરીશ્વર હીરવિજયજીનું પ્રત્યક્ષ મિલન, હીરસૂરિજીના ધર્મોપદેશથી અકબરશાહનું પ્રતિબોધિત થવું, અમારિપ્રવર્તન, જજિયાવેરો અને શત્રુંજયયાત્રાવેરા સંદર્ભે એમણે કરેલાં ફરમાનો એ ઐતિહાસિક ઘટનાઓ છે. આ ફરમાનો આજે પણ ઉપલબ્ધ છે. “આઇને અકબરી'માં સમ્રાટ અને સૂરીશ્વરના ઉલ્લેખો પ્રાપ્ત છે. બદાઉની જેવા મુસ્લિમ ઇતિહાસકારે નોંધેલી ઘટનાઓ આ પ્રસંગોની સાક્ષી છે. પણ બીજી બાજુ હીરસૂરિજીના વિહાર દરમિયાન નોંધાયેલી નાની નાની તમામ ઘટનાઓનાં પ્રમાણો મળે છે ખરાં ? એવું બને કે કવિ ઋષભદાસે કર્ણોપકર્ણ સાંભળેલી ઘટનાઓ આલેખી હોય. હીરસૂરિવિષયક રચાયેલી નાનીમોટી કૃતિઓમાં ચંપા શ્રાવિકાને ક્યાંક ટોડરમલની બહેન કહી છે, ક્યાંક થાનસિંગની ફોઈ કહી છે તો ક્યાંક થાનસિંગની માતા કહી છે. એટલે એની સાચી ઓળખની સમસ્યા રહે છે. મધ્યકાલીન ભાષાસ્વરૂપનું અર્વાચીનીકરણ : મધ્યકાલીન જૈન રચનાઓની હસ્તપ્રતો જુદા જુદા સૈકાઓમાં લખાયેલી મળે છે. પણ જ્યારે એ હસ્તપ્રતોને આધારે સંશોધક કૃતિની વાચના તૈયાર કરે છે ત્યારે તત્કાલીન ભાષાનાં નામિક અને આખ્યાતિક રૂપોનું ઉચ્ચારની દૃષ્ટિએ અર્વાચીનીકરણ કરી નાખવામાં આવે છે. જેમ કે સ્યું-શું, જિહાઇ-જ્યારે, મયરંદ-મકરંદ, ગઉરઉ-ગૌરવ, પરતખ-પ્રત્યક્ષ, મયણ-મદન, સઇર-શરીર, છઇ-છે, કહિઇ-કહીએ, કરણ્યે-કરશે, પહિરઇ-પહેરે, પરીખઇ-પરખે, હુઇ હોય વગેરે. વાચકોના અવબોધ માટે આમ કરવાની દલીલ કરાય છે. પણ અહીં કાલવ્યુત્ક્રમદોષ આવે છે. સામાન્ય છાપ એ જ ઊભી થાય કે જે હસ્તપ્રતને આધારે વાચના તૈયાર થઈ છે એ હસ્તપ્રતના સમયનું ભાષાસ્વરૂપ આ જ હશે. હસ્તપ્રતોના ભ્રષ્ટ પાઠોની શુદ્ધિ થાય તે સમજી શકાય, પણ ભાષાનું માળખું તો તે સમયનું યથાવત્ જળવાવું જોઈએ. વાચકોની સુગમતા માટે અનુવાદ, સાર્થ શબ્દકોશ ને ટિપ્પણો આપી જ શકાય છે. જોકે આ બાબતે કોઈ નિયંત્રણો જળવાતાં જણાતાં નથી. પ્રત્યેક સંપાદક એમની પોતાની પદ્ધતિએ વાચના તૈયાર કરતી વેળાએ ભાષાસ્વરૂપ સાથે છૂટછાટ લેતા જોવા મળે છે. યથાવતું પુનર્મુદ્રણ : સંશોધનની સમસ્યાઓમાં આ મુદ્દો પણ સમાવી શકાય એમ છે. કોઈ મધ્યકાલીન ગ્રંથનું ઘણાં વર્ષો અગાઉ સંપાદન થયું હોય તેની નવી આવૃત્તિ વર્ષો પછી જ્યારે પ્રકાશિત થાય ત્યારે અગાઉની આવૃત્તિમાં નજરે ચઢેલી પાઠની-અર્થની અશુદ્ધિઓ કે વિગતદોષો વગેરે દૂર કરીને, જરૂરી શુદ્ધિવૃદ્ધિ કરીને જ તેને પ્રગટ કરવી જોઈએ. પરંતુ આમ થવાને બદલે ક્યારેક વર્ષો પછી પણ કેવળ પુનર્મુદ્રણ
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy