SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમસાહિત્યમાં ખનિજ તેલના ઉલ્લેખ ૪૫ ‘વિક્રમાંકદેવચરિત’ના સમય પહેલા, નિદાન ઓછાવત્તા પ્રમાણમાં પણ ભારતમાં ખનિજ તેલ ઉપલબ્ધ હતું અને બહુ દુર્લભ વસ્તુ તરીકે તેની ગણના થતી હતી. બૃહત્ કલ્પસૂત્ર' ઉપરના સંઘઢાસગણિ ક્ષમાશ્રમણના ભાષ્યમાં તથા એ જ ગ્રન્થ ઉપરની આચાય ક્ષેમકીર્ત્તિની ટીકામાં મળતા ‘મરુતૈલ’(‘મારવાડના તેલ”) ના ઉલ્લેખની હું અહીં વાત કરું છું. પ્રાકૃત ગાથાઓમાં રચાયેલા આ ભાષ્યના કર્તા સંધદાસગણિ ક્ષમાશ્રમણુ ઈ. સ. ના ૬ ઠ્ઠા સૈકા આસપાસ થઈ ગયા, અને પાકૃત ગદ્યમાં બૃહદ્ કથાગ્રન્થ ‘વસુદેવહિંડી’ રચનાર સ ́ઘદાસણ વાચકથી (જેએ પણ લગભગ એજ સમયમાં થઈ ગયા ) તે ભિન્ન છે.' ક્ષેમકીર્ત્તિની ટીકા સસ્કૃતમાં છે, અને તેની રચના વિ. સં. ૧૩૩૨=ઈ. સ. ૧૨૭૬ માં પૂરી થયેલી છે. ભાષ્ય અને ટીકામાંના મરુતૈલ' વિષેના ઉલ્લેખ નીચે પ્રમાણે છે.ર सयपाग सहस्सं वा, सयसहस्सं व हंस - मरुतेल्लं । दूराओ वि य असई, परिवासिज्जा जयं धीरे || ६०३१ ॥ शतपाकं नाम तैलं तद् उच्यते यद् औषधानां शतेन पच्यते, यद्वा एकेनाप्यौषधेन शतवाराः पक्वम् । एवं सहस्रपाकं शतसहस्रपाकं च मन्तव्यम् । हंसपार्क नाम हंसेन - औषध सम्भारभृतेन यत् तैलं पच्यते । मरुतैलं - मरुदेशे पर्वतादुत्पद्यते । एवंविधानि दुर्लभद्रव्याणि प्रथमं तद्देवसिकानि मार्गणीयानि । अथ दिने दिने न लभ्यन्ते ततः पञ्चकपरिहाण्या चतुर्गुरुप्राप्तो दूरादध्यानय ''धीरः' गीतार्थो 'यतनया' अल्पसागारिके स्थाने मदनचीरेण वेष्टयित्वा परिवासयेत् ||६०३१|| ભાષ્યમાંના ‘મરુતા' ( સ. ‘મરુતૈલ’) શબ્દની સમજૂતી આપતાં સંસ્કૃત ટીકાકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે એ તેલ મારવાડમાં ‘પર્વતમાંથી’ મળે છે. આ ખરેખર તેલ હતું કે તૈલી પદાર્થ હતા એ નિશ્ચિતરૂપે કહેવાનું મુશ્કેલ છે, પણ ઉપર નાંધેલેા ઉલ્લેખ એટલું તેા કહી જાય છે કે એ પદાર્થ સંભવતઃ તેલને ઠીક મળતેા હતેા અને રાજસ્થાનના કાઈ પહાડી કે ખડકાળ પ્રદેશેામાં તે મળી આવતા હતા.૪ ૧. ‘બૃહત્ કલ્પસૂત્ર’ ભાગ ૬માં (ભાવનગર, ૧૯૪૨) એ ગ્રન્થ ઉપરની મુનિશ્રી પુણ્યવિજ્યજીની પ્રસ્તાવના. પૃ. ૨૦-૨૩. કેટલાંક વર્ષ પહેલાં, સને ૧૯૪૩ થી ૧૯૫૧ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક અને સંશાધન વિભાગના અધ્યાપકમંડળમાં હું હતા ત્યારે જૈન આગમસાહિત્ય પરત્વે કામ કરતાં આ ઉલ્લેખ મેં નાંધ્યા હતા. વિદ્યાસભાના એ સમયના પ્રમુખ અને લેાકસભાના અધ્યક્ષ સ્વ. શ્રી ગણેશ વાસુદેવ માવળકર મારફત ૧૯૫૦માં જિયેાલેાજિકલ સબ્વે ઓફ ઇન્ડિઆને એ ઉલ્લેખ મેાકલવામાં આવ્યા હતા, જેમણે એની પડેાંચ સાભાર સ્વીકારી હતી. ‘બૃહત્ કલ્પસૂત્ર’( સંપાદકૈા–મુનિશ્રી ચતુરવિજયજી અને મુનિશ્રી પુણ્યવિજયજી ), પુ. ૫ (ભાવનગર, ૧૯૩૮), પૃ. ૧૫૯૧. ૨. ૩. ૪. ખીજા કેટલાક દેશેામાં પણ જમીનની સપાટી ઉપર અમુક પ્રમાણમાં તેલ મળ્યું હોવાનું નોંધાયું છે. “ કાલબસના સમય પહેલાં ઉત્તર અમેરિકામાં પેટ્રાલિયમ જાણવામાં હતું એમ કહેવાનાં પ્રમાણા છે. કેલિફોર્નિયામાં, જ્યાં અત્યારે લેસ એન્જેલિસ શહેર આવેલું છે તેની નજીકના ‘શ્રી અથવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy