SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમસાહિત્યમાં ખનિજ તેલના ઉલ્લેખ. લેખક : ડૉ. ભોગીલાલ જ, સાંડેસરા, એમ. એ., પીએચ ડી. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ભારતમાં ખનિજ તેલના ઉપયાગ પ્રમાણમાં આધુનિક છે. પરન્તુ સસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં કેટલાક એવા ઉલ્લેખા છે, જે ખતાવે છે કે જૂના સમયમાં પણ ભારતમાં ખનિજ તેલ અજ્ઞાત નહાતું. કાશ્મીરી કવિ ખિહલણુના (ઈ. સ. ના ૧૧ મા સૈકા ) ‘વિક્રમાંકદેવચરિત ’ મહાકાવ્યમાંના ઉલ્લેખ તે પ્રમાણમાં જાણીતા છે. નાયકના વિરહાગ્નિ, જે ખરફનાં પાણીથી અથવા ચંદનના શીતલ લેપથી શાન્ત થતા નહાતા તેને એમાં ઇરાની તેલ વડે સળગેલા અગ્નિ—પારસીક તૈલાગ્નિ’ સાથે સરખાવવામાં આવ્યા છે. વિક્રમાંકદેવચરિત’ ના એ શ્લાક નીચે મુજબ છેઃ अचिन्तनीयं तुहिनद्रवाणां श्रीखण्डवापी पयसामसाध्यम् । असूत्रयत् पत्रिषु पारसीकतैलानिमेतस्य कृते मनोभूः ॥ ( સગ` ૯, શ્લેક ૨૦.) ઈ. સ. ૧૨૩૦ આસપાસ રચાયેલી ‘વિક્રમાંકદેવચરત’ ની એક ટીકા, જેની હસ્તપ્રત જેસલમેરના ભંડારમાંથી મળેલી છે તેમાં જમીત્ત્તગ્નિ શબ્દપ્રયાગને સીવેશનમ્િ એ રીતે સમજાવવામાં આવ્યા છે (‘વિક્રમાંકદેવચરિત’ની શ્રી મુરારિલાલ નાગરની વાચના, પૃ. ૨૬૦). દક્ષિણ ભારતમાં આવેલ કલ્યાણીના રાજદરબારમાં રહીને બિહુલણે આ કાવ્ય રહ્યું છે, અને તેમાં કલ્યાણીના ચૌલુક્ય વંશના તત્કાલીન રાજકર્તા વિક્રમાદિત્ય આહવમદ્યનું પ્રશસ્તિમય ચરિત આપ્યું છે. દક્ષિણ ભારતનાં કેટલાંયે અંદાએથી ઈરાન અરમસ્તાન અને બીજા દેશે। સાથે ધીકતે વેપાર ચાલતા હતા, અને ખહલણે વર્ણવેલું પારસીક તૈલ' ત્યાં આયાત થતું હોય અને તેથી આ ખનિજ તેલના ગુણાથી કવિ માહિતગાર હોય એ તદ્દન સંભવિત છે. ઈ. સ. ૯૦૦ પૂર્વે રચાયેલા ઔદ્ધ ગ્રંથ આ મ‘જુશ્રીમૂલકલ્પ'માં જેના ઉલ્લેખ છે તે ‘તુરુષ્ક તૈલ' (તુર્ક અથવા મુસ્લિમ વેપારીઓ મારફત આવતું તેલ ?' કે ‘તુર્ક દેશનું તેલ?') ખિહલણે વર્ણવેલા 'પારસી) તેલથી ભિન્ન નથી, એમ બતાવવાના પ્રયત્ન શ્રી પી. કે. ગેાડેએ પેાતાના એક લેખમ કર્યાં છે (સ્ટડીઝ ઇન ઇન્ડિયન લીટરરી હિસ્ટરી,’ પુ. ૧, પૃ. ૩૨૩–૨૪). આ તા પરદેશથી આવતા ખનિજ તેલની વાત થઈ. પરન્તુ જૈન આગમસાહિત્યમાં એક બહુ મહત્ત્વના ઉલ્લેખ મળે છે, જે ખતાવે છે કે ‘આ મનુશ્રીમૂલકલ્પ’ અનેં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy