SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્વેતામ્બર સંઘના ઇતિહાસનું એક ભુલાયેલુ પ્રકરણ (અથવા, શત્રુંજ્ય પર્વત પરના એક લુમ શિલાલેખની પ્રાચીન પ્રત) લેખક : ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ ( પ્રાચ્ય વિદ્યામન્દિર, વડાદરા ) મહામાત્ય વસ્તુપાલના-તેજપાલના સમયના એ પ્રાચીન શિલાલેખા આજે ઉપલબ્ધ નથી, છતાં જૈનભંડારામાંથી તેમની નકલની પ્રતા મળવાથી આજે આપણે એ શિલાલેખા વિષે જાણી શક્યા છીએ. એ એ લેખા તે ઉદયપ્રભકૃત સુકૃતકીર્તિકલ્લોલિની અને જયસિંહસૂરિરચિત વસ્તુપાલ-તેજપાલ પ્રશસ્તિ.` એવી જ રીતે આ જ યુગના એક ત્રીજો શિલાલેખ જિન રચિત વસ્તુપાલ-ચિત્રમાં મળતી ડભેાઇ પ્રશસ્તિ. આ ત્રણ લેખે જેમ નાશ પામ્યા હેાવા છતાં પ્રાચીન પ્રતામાંથી ઉદ્ધૃત કરી શકાયા તેમજ એક ચેાથે લેખ, અને તે આ જ યુગને, આપણને પ્રાચીન પ્રતમાંથી મળી શકે છે. મૂળ લેખ શત્રુંજય પર્વત પરના એક જૈનમંદિરના દરવાજે હતા, પણ આજે તે મળતા નથી. પણ, પ્રવર્ત્તક શ્રી કાંતિવિજયજી મહારાજશ્રીના સૌંગ્રહમાંથી એક પ્રાચીન હસ્તલિખિત પાનું જડી આવ્યું છે, જેમાં એ લેખની નકલ છે, અને જેમાં એ વિષે સ્પષ્ટ જણાવ્યું છે. આ પાનું મારા ધ્યાન ઉપર આણવા ખુદલ અને એ પ્રસિદ્ધ કરવાની રજા આપવા બદલ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના ઘણા આભારી છું. સદર પ્રતની બેઉ ખાજીના ફોટા આ સાથે ચિત્ર-૧ તથા ચિત્ર-ર રૂપે રજૂ કર્યા છે. મૂળ લેખની કાગળ ઉપરની આ પ્રાચીન નકલ ઈ. સ. પંદરમાં સૈકાના અંતભાગમાં અથવા સેાળમા સૈકાના પ્રારંભમાં કરવામાં આવી હોય એવું અનુમાન આપણે સદર પ્રતિ (પાનું) ની લિપિ વગેરેથી કરી શકીએ છીએ. ઉપર જણાવેલા ત્રણ લેખાની માફક આ લેખ એ કેાઈ વંશની કે કોઈ મહાપુરુષની પ્રશસ્તિરૂપે નથી પણ એ તે શ્વેતામ્બર જૈન સંઘના આગેવાન આચાર્ય અને શ્રાવકની મળેલી એક અગત્યની કૉન્ફરન્સ અથવા સભાના પસાર કરેલા ઠરાવા અંગેના એક અગત્યના દસ્તાવેજ છે જે સકલ જૈન (શ્વેતા॰) સંધની જાણ માટે શિલા ઉપર કાતરાવી શત્રુ...જયગિરિ ઉપર મૂકવામાં આવ્યા હતા. એટલે આ એક લેખ અથવા દસ્તાવેજ ૧. આ બેઉ ગાયકવાડ એરિએન્ટલ સિરિઝ નં. ૧૦ માં પ્રસિદ્ધ થયેલ હમ્મીરમદમદ ન— નાટકના પરિશિષ્ટ નં. ૧ અને ૩ રૂપે છપાયાં છે. ૨. જુએ, ભા. જ. સાંડેસરાકૃત, લિટરરી સર્કલ ક્ વસ્તુપાલ, ( સિંધી જૈન સિરિઝ, ૧૯૫૭), પૅરા ૨૧૮, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy