SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ મોહમયીના ભાગ્ય જાગ્યા લે. શ્રી ભાઈચંદભાઈ નગીનદાસ ઝવેરી જૈન શાસનના શિરોમણી, જગતના સાધુ સમાજમાં સુપ્રસિદ્ધ, તપ, ત્યાગ અને સંયમની મૂર્તિ સમા જૈન મુનિ મહારાજાએ ભારતભરના વિવિધ પ્રદેશમાં પદયાત્રા કરી વિચરી રહ્યા છે. પંજાબમારવાડ-મેવાડ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ આદિ પ્રદેશમાં પ્રામાનું ગ્રામ વિહાર કરતા કરતા ધર્મની પ્રભાવના કરી રહ્યા છે. મુંબઈ શહેર નાનકડા બેટમાંથી વધતાં વધતાં મુલક મશહૂર સમૃદ્ધ શહેર બની ગયું. હજારો-લાખો લોકો માભોમ ને કુટુંબીજનોને છોડીને રોજી-રોટીને ધંધાથે આવવા લાગ્યા. માળાઓ-હવેલીઓ-મહેલ-બજાર-દુકાને-બંદરો-ફેકટરીઓ-ટ્ર અને ગોદામો બંધાવા લાગ્યા. જૈન સમાજના ગૃહસ્થ પણ ખૂણે ખૂણેથી આવી રહ્યા અને વ્યાપાર-ઉદ્યોગ રોજગાર નેકરી કરીને પોતાનું સ્થાન જમાવતા ગગા. કેટલાક બજાર તે જૈન સમાજના સાહસી એએ હાથ કર્યા. જૈન સમાજમાં ધમની ભાવનાએ ગળથુથીમાં હોય છે. પુજા, દેવદર્શન, સામાયિક, પ્રતિક્રમણ પૈષધ આદિ માટે દહેરાસર અને ઉપાયોની જરૂર લાગી અને મુંબઈના દાનવીરએ અને જૈન સમાજના નાના મોટા ભાઇઓએ જગ્યાએ જગ્યાએ દહેરાસર અને ઉપાશ્રો ઉભા કર્યા. ધર્મની પ્રભાવના થવા લાગી. પણ આ મોહમયી મુંબઈમાં સાધુ મુનિરાજેના દર્શન દુર્લભ હતાં. પર્યુષણ પર્વમાં પણ મુનિ મહારાજે વિના ચલાવવું પડતું. સાધુને આચાર બહુજ આકરા ખુલા પુલ ઓળંગીને ચાલવાની બંધી. દરિયા પાર સાધુઓને આવી શકાય ખરું ! પણ ધમભાવનાને પ્રદીપ્ત રાખવા, પર્યુષણ પર્વોમાં ધર્મક્રિયાઓ કરવા, તપ આદિમાં પ્રેરણા આપવા અને ક૯૫સુત્ર જેવા મહામૂલા ગ્રંથ રત્નને સાંભળવા મુનિ મહારાજાએાની ખોટ સાલતી હતી. હજારો કુટુંબે આ ધર્મભાવનાથી વંચિત રહી જતા હતા. મુંબઈને ધર્મનિષ્ઠ આગેવાનોએ ઘણા ઘણા મુનિવર્યોને મુંબઈ પધારવા વિનંતી કરી જોઈ પણ આ મોહમયીમાં આવવા કોઈ મુનિરાજ સાહસ કરતા નહોતા. નામ ધન્યશ્રી મોહનલાલજી મહારાજ પુણ્યરાશિ હતા. તેઓશ્રી સુરતમાં બિરાજતા હતા. મુંબઈના આગેવાનોએ વારંવાર વિનંતી કરી. મુંબઈના વિહાર માટે તમામ પ્રકારનો પ્રબંધ કરવા નિર્ણય દર્શાવ્યો. પૂલ ઓળંગવા માટેની સરકારી પરવાનગી લેવાનો પ્રબંધ કરવામાં આવ્યો. પૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજશ્રીએ આજથી ૭ર વર્ષ પહેલાં મુંબઈ નગરીમાં પોતાના પુનિત પગલાં કર્યા અને મુંબઈના ભાગ્ય જાગ્યા. હજાર કુટુંબોમાં ધર્મની જાગૃતિ આવી. ધર્મને ઉદ્યોત માટે દાનના ઝરણુઓ વહેવા લાગ્યાં. દહેરાસરો, ઉપાશ્રયો, જ્ઞાનમંદિર, શાળાપાઠશાળાએ નાં આ મહામુનિવરને આશીર્વાદે ઉતર્યા અને આજે મુંબઇમાં ધર્મશ્રદ્ધા, ધર્મભાવના, ધમપ્રેમ અને ધમપ્રભાવના જોવામાં આવે છે તેના મૂળ પ્રાણપ્રેરક શ્રી મોહનલાલજી મહારાજ હતા. ૧૩ દાયકા પહેલાં આજથી ૧૩૨ વર્ષ પહેલાં આ મહાપુરૂષને જન્મ મથુરા પાસેના ચાંદપુરમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયે. માતા પિતાના આનંદનો પાર નહે. પણ એ કયાં જાણતા હતા કે આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy