SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 36. શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: બીજે ન મળે અને અહીં મળે એમ થવું જોઈએ. સાધુઓ અને શ્રાવકને પુસ્તક મેળવતાં પડતી અનેક મુશ્કેલીઓ દૂર થશે, જ્ઞાનમાર્ગ સહેલો થશે અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર જશે. વર્તમાન યુગમાં સુશિક્ષિત જૈનોની સંખ્યા ધીમે ધીમે સુભાગ્યે વધતી જાય છે. પરંતુ અફસેસ એ છે કે બકે આપણું દષથી એમ થાય છે કે તેઓએ જ્યારે ઇગ્લિશ વિદ્યામાં ઉત્તમ ડિપ્લોમા મેળવ્યા હશે તે પણ જૈનધર્મનું જ્ઞાન યથાસ્થિત હેતું નથી. કારણ જોઈશું તે ડિપ્લેમા મેળવી વ્યવસાયમાં પડે છે, આ વ્યવસાયમાં કટકે કટકે થોડો થોડો અવકાશ મળતું જાય છે, અને તે અવકાશમાં પુસ્તકોની સહાયતા વગર ધર્મજ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થઈ શકે ? ગુરુશ્રી પાસે જતાં સમજતાં કેટલાક વખત જોઈએ. વળી આથી જડવાદને પ્રસાર થતે મૂળથી અટકશે. જડવાદ એ ભયંકર શસ્ત્ર છે તે તેની ઉપેક્ષા કરવી જોઈતી નથી. આ મારે મત છે. તે જણાવી સૌને યથામતિ વિચારવાનું સપું છું. કારણ કે મુંકે મુંડે મતિમઝા. આ વિષયે આટલું કહી શ્રી “કલાપી”નું કથન વિચારવા વિનંતિ કરું છું. રે સંસાર ! નિમિષભર તું ફેંકજે દૃષ્ટિ આંહીં, આ દષ્ટિનું અનુકરણ કૈ રાખ સંસાર માંહીં; ભેળા ! હારી ઘડમથલમાં શાન્ત થા શાન્ત થા કે, સ્થિતિની તું ઉપર ચડી જે ત્યાગની દષ્ટિ અહીં.” [[૪] સંક્ષિપ્ત અવલેકન–શ્રીમાન્ મેહનલાલજીના નામની માહિતી ન ધરાવનાર જૈન વેતાંબર ભાગ્યે જ કેઈ નીકળશે. તે મહાત્માને ગત થયાં હજુ ત્રણ માસ પૂરા નથી થયા, તેથી તેમની સ્મૃતિ કાયમ રહે તેમાં આશ્ચર્ય નથી, પરંતુ કહેવું પડશે કે કેટલાંક વર્ષો વીતી જશે તો પણ તેમની વિમલ કીર્તિ સ્મૃતિહારક કાલના સપાટામાંથી અબાધિત અચલ રહેશે. ગત મહાત્માઓનાં ચરિત્ર અને ગુણ પર કેટલાક કથાકાર કથા કરશે, પુરાણિક પુરાણે લખશે, કવિ કાવ્ય રચશે, સ્ત્રીએ ગાણ ગાશે અને ચિતાર તેમનું ચિત્ર કાઢશે તથા પટ પર રંગશે. આબાલવૃદ્ધ જૈન સ્ત્રી-પુરુષ તેમની વાર્તા પ્રેમપૂર્વક એકમેકને કહેશે. આ પુણ્યપુરુષનું મંગલ ચરિત્ર બેધપ્રદ છે, પણ તેનું જેટલું ગૌરવ કરવું જોઈએ તેટલું કરવાનું છે, અને તે ચરિત્ર પરથી મળતે બોધ લેવાને છે. આમની દષ્ટિ પર અહંકારનું પડલ આવ્યું ન હતું, અંતઃકરણ કઠણ બન્યું નહોતું. આવું સદય અંતઃકરણ ઉત્તમ, મધ્યમ વા કનિષ્ઠ એટલે કેઈ પણ સ્થિતિમાંના લેક પર નૈસર્ગિક તેજ પાડ્યા વગર કદી રહેતું નથી. આપણું આચાર્યો–સંતે અને પશ્ચિમાત્ય સંતે માં અંતર છે, તે દર્શાવીએ. આપણા સંતે જિનભક્તિમાં સંપૂર્ણ રહી અન્યને તેમ રાખી જિનશાસનને ઉદ્યોત કરવા અહિંસા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy