SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રીમાન મુનિ મહારાજ શ્રી મેહનલાલજી માની, દુઃખનું જ હંમેશા ધ્યાન કરી અત્યંત દુઃખમાં પિતાને હાથે જ સપડાયેલા રહે છે, પણ જે તેઓ “સુણે સુવાધિ gફય” એ સૂત્રાન્વયે ચાલે તે તુર્ત જ મનનું સમાધાન થાય છે. પિતાનું દુઃખ હળવું થાય છે, તેથી દુઃખાભાસ દૂર થતાં મનમાં આનંદવૃત્તિ આવે છે એટલે સુખનાં કિરણે સ્વતઃ ફૂટે છે. તેમ પિતે ગુણવાનું છે એવું મનમાં રાખવાથી પિતે શીખી શકતું નથી પરંતુ માનને લઈ પોતાનામાં રહેલું છે તે પણ ધીમે ધીમે નષ્ટ થતું જાય છે. શ્રીમાન મુનિશ્રી મોહનલાલજીમાં અનુકરણીય, ઉત્કૃષ્ટ, અને ઉજજવલ ગુણ જાજ્વલ્યમાન હતા. દેહાભિમાન ત્યજી તપશ્ચર્યાથી તેમણે શરીર કૃશ કર્યું હતું. પરંતુ શરીર અને મુખની કાન્તિ આછી ત્વચામાંથી મને વેધક રીતે પ્રકાશતી દષ્ટિગોચર થયા વગર રહેતી નહિ. (૨) ઉપદેશની અસર કેવી હતી, તે આપણે ઉપર વર્ણવી ગયા છીએ. ભક્તિ અને ભાવ જૈન પ્રજામાં પ્રગટાવ્યાં. સખાવત–ઝરાનું વહન કરાવ્યું અને જેનશાસનની પ્રભાવના કરાવી વિખ્યાતિ મેળવી, આવા ઉપદેશકોની જરૂર છે અને આવા ઉપદેશકેને પૂર્ણ માન, આદરભાવ, અને પ્રેમ અર્પવાની જરૂર છે. વિનયથી ઉપદેશ લેવાનું કહ્યું છે. આમ થતાં અનેક પુણ્યનું ઉપાર્જન કરીશું અને સાથે અનેક કર્મને ક્ષય કરવાનું પણ સાધી શકીશું. વર્તમાન સાધુઓએ શ્રીમાન દાખલો ઉપદેશક્રિયામાં લેવા ગ્ય છે. (૩) કર્તવ્ય–આવા પુણ્યવાન્ પુરુષોનો ઉપકાર વિમરણીય નથી. આપણે મુંબઈ– . સુરત–અમદાવાદવાસીઓ વગેરે જે કઈ તેમના સમાગમમાં આવ્યા હોય યા તેમના કાર્યનું ફલ ભેગવતા હોય, તે સૌ તેમના ઋણમાં દબાયેલા છીએ. આ ઋણમાંથી કિંચિદંશે પણ મુક્ત થવાને ઉમંગભેર પ્રયત્નો કરવા જોઈએ. A country does not know its great men એટલે “દરેક દેશ પોતાના મહાન્ નરેને જાણતો નથી” એ કહેતી અનુસાર ન થવું જોઈએ. દેશના મહાન નરોમાં કેટલાક પ્રચ્છન્ન છે, કેટલાક પ્રકટ ભાવે છે, જે આપણે દષ્ટિથી જોઈએ છીએ, જેની મહત્તા સિદ્ધ થઈ ચૂકી છે, તેમના પ્રતિનાં કર્તવ્ય આપણે શા માટે ભૂલી જવા જોઈએ? તેમ થશે તે “નગુણા એ પદને શબ્દશઃ યોગ્ય થશું. ઉક્ત ત્રણમાંથી મુક્ત થવાના માર્ગો અનેક છે. અનેક પ્રકારે રહેશે. ને કરીએ તેટલું ઓછું” એ વાક્યની શ્રીમંત શેઠીઆઓએ અગત્યતા સ્વીકારી નિરક્ષરેને જ્ઞાન અર્પવું જોઈએ. અને જૈન પ્રજામાંનાં અકિંચન અને અનાથેને સહાય આપવી જોઈએ. ‘કુલ નહિ તે ફુલની પાંખડી” એમ ધારી દરેકે યથાશક્તિ કંઈક કરવું જોઈએ. ટીપે ટીપે સરોવર ભરાય” એ અનુસાર સર્વેએ એકત્ર થઈ ચિરકાલ સુધી નભી શકે તેવી સંસ્થા અગર સંસ્થાએ સુવ્યવસ્થાપૂર્વક કાઢવી જોઈએ, આ સંસ્થાઓનું સૂચન સૌ યથામતિ નીચે પ્રમાણે કરશે. જેના અનાથાલય, જૈન બાલરક્ષક વિદ્યાલય, જૈન પુસ્તકાલય, જેન આરેગ્યભવન (Sanitarium ) વગેરે સંસ્થાઓ સ્થાપનીય છે. પરંતુ મારા અધીન મત પ્રમાણે તે ઉત્તમ માગ સ્વર્ગસ્થ મહાત્માનું નામ ચિરસ્થાયી રહે તેવું એક જબરૂં વિશાળ જ્ઞાનાલય એટલે પુસ્તકાલય કરવું. આ પુસ્તકાલયમાં જૂના અપ્રકટ સર્વ જૈનસાહિત્ય ગ્રંથને સંગ્રહ કરે. એક ઉત્તમ પુસ્તક બીજે મળે અને અહીં ન મળે એમ ન થતાં આથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy