SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રીમાન મુનિ મહારાજ શ્રી મેહનલાલજી વર્ષ લગોલગ રહ્યા. આ વખતે તેમની વૃદ્ધાવસ્થા હોવાથી શાંતિ અને એકાંતનિવાસની જરૂર હતી. છતાં પિતાને વાણુરૂપી અમૃતપ્રવાહ સતત ચાલુ હતો, કંઠ પૂર્વ જે વેગવાન્ હેતે, છતાં ધ્વનિ એ ઉઠતે કે દરેક શ્રોતાના મર્મભાગમાં પહોંચી વળતે. મુંબઈમાં ગાળેલા વર્ષોમાં તેમણે સમગ્ર જૈન પ્રજાપર અતીવ સ્થાયી ઉપકારે કરેલા છે; સખાવત અને ઉદારતાને ઝરે વહેવરાવ્યું છે. શ્રીમતેથી તે રંક સુધી, વિદ્વાનથી તે અનક્ષર સુધી કેઈપણ તેમના અક્ષરેને, આજ્ઞાને શિરપર ચડાવતા. આ જ પ્રકટ રીતે દર્શાવે છે કે તેઓ મહાન્વીર હોઈ પિતાની અદભુત અસર ઉપજાવી શક્યા હતા. તેમના જીવનકાલનાં છેલ્લાં વર્ષોમાં જ તેમના વીરત્વનું પ્રાકટ્ય થયું હતું. આ છેલ્લા વર્ષની શરૂઆતમાં તેમનું મુંબઈમાં પહેલું આગમન-એટલે સંવત્ ૧૯૪૭ છે; સંવત ૧૯૪૭ થી તે સંવત ૧૯૬૩ સુધી એટલે ૧૬ વર્ષની વહેંચણી કરીશું તે સ્પષ્ટ જણાશે છે કે તેના ત્રણ યુગે પાડી શકાશે. પહેલે મુંબઈનિવાસ, બીજે અન્ય સ્થલે વિહાર અને ત્રીજે-સુરત નિવાસ. પહેલે અને ત્રીજો મુખ્ય યુગ હતા. કારણ કે તે અરસામાં તેઓશ્રી સારું અને યશસ્વી કાર્ય બજાવી શકયા છે અને બીજો યુગ એ બે વચ્ચેઆંતરિક યુગ હતું. આમાં પણ તેઓશ્રીએ ઠીક કાર્યો કર્યા છે. મુખ્ય યુગ દરમ્યાન લાખોની સખાવતનો પ્રવાહ ચાલુ કર્યો છે. ઉત્સવ, પ્રતિષ્ઠા, ઉપધાનાદિ ક્રિયા વગેરે અનેક કરી અતિશય પુણ્ય ઉપાર્જન કરી પુણ્યલાભ આપ્યું છે. આંતરિક યુગમાં અમદાવાદ આદિ સ્થલેએ વિહાર કરી અનેક જિન–શાસન પ્રભાવક વીરેને ઉત્સાહિત કર્યા. છે. તે જૈનપુરીની શ્રદ્ધા પણ પિતાનામાં જગાવી છે. સુરતનિવાસથી પિતાના નિઃસીમ ભક્તો અને અચલ આજ્ઞાનુસારી લગભગ સર્વ સુરતવાસીઓને બનાવ્યા છે. શ્રીમાનનો એક શબ્દ રાજ્યથી તંત્રિત થએલા ધારા-કાયદા (Law) સમાન હતું. સુરતમાં મુંબઈ આવ્યા પછી બીજા જ વર્ષમાં એટલે સં. ૧૯૪૮ પહેલીવાર ગયા. બીજીવાર સંવત્ ૧૯૫૧ માં. અને, ત્રીજી વખત સંવત્ ૧૯૫૫ માં ગયા હતા. ત્રીજી વખત તેઓ ત્રણ વર્ષ (સં. ૧૫૫, ૧૯૫૬, અને ૧૯૫૭ સુધી) રહ્યા. અહીં ભવ્ય દેરાસરની પ્રતિષ્ઠા, ઓચ્છવ ( ઉત્સવ) વગેરે પાછળ લાખે રૂપીઆ ખર્ચાયા, ને તે શ્રીમાનુશ્રીના સુપસાયને લઈને જ. ૧૯૫૭ પછી તેઓશ્રીએ મુંબઈ ઘણું વર્ષ સુધી રહેવા વિહાર કર્યો પણ અંતિમ ઈચ્છા એ થઈ હતી કે સુરતમાં મારે અંતકાળ ગાળ. આયુષ્યની મર્યાદા અપાઈ ગઈ હતી. તેથી પિતાના મૃત્યુ પહેલાં તેઓ ત્યાંજ (ચેથીવાર) વિહાર કરી ગયા અને ત્યાંજ મૃત્યુ થયું. આંતરિક યુગ ફક્ત બે વર્ષને હતો. સુરતથી સંવત ૧૯૪૫ માં સંઘ સાથે પાલીતાણા ગયા ત્યાંથી સંવત્ ૧૯૪૬ માં અહમદાવાદ (જૈનપુરીમાં) વિહાર કર્યો. શ્રીમાનના પ્રથમ આગમનથી સાધુઓ માટે મુંબઈ માર્ગ ખુલ્લે થયે એ ઉપર કહ્યું. આથી અત્યાર સુધીમાં અનેક મુનિ મહારાજ આવ્યા. આ સર્વના સુપ્રભાવથી મુંબઈના વિવિધ લતાઓમાં જૈનપુરીનું ચિત્ર ખડું થતું હોય એમ લાગે છે. વિધવિધ વસ્ત્રાલંકારથી સજજ થઈ પ્રમદાએ મદ તજી, પુરુષે પ્રમાદ તજી, તરૂણ કુમારે ઉછુખલતાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy