SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ચિરંતન સ્મૃતિ રેહ તે કરે જ જોઈએ. સુરતનો સંઘ પણ એ માટે કંઈક કરવાનો વિચાર કરતું હતું, પરંતુ ત્યાંના સંઘને નવીનતાનો શોખ હતો. આ સમારેહમાં તેમને એક જુદી ભાત પાડવી હતી. માત્ર થોડાક જ દિવસ સમારંભની યાદ રહે તેમાં તેમને સંતોષ ન હતું. તેમને તો ચિરંતન સ્મૃતિ જળવાઈ રહે તેમ કરવું હતું. સુરત સંઘના આગેવાન કાર્યકરે ભેગા થયા. તેમાં સર્વશ્રી ધરમચંદ ઉદયચંદ, તેમના સુપુત્ર શ્રી જીવણચંદ તથા શ્રી લલ્લુભાઈ, શ્રી નગીનચંદ કપૂરચંદ ઝવેરી, શ્રી કુલચંદ કસ્તુરચંદ અને બીજા પણ વિચારણા માટે બેઠા હતા. વાતની શરૂઆત કરતાં શ્રી ધરમચંદભાઈએ કહ્યું –“જુઓ ભાઈઓ ! પ્રાચીન સ્થાપત્યના સંરક્ષણને કાયદે હવે આવી રહ્યો છે. આપણે બધા જે સમયસર નહિ જાગીએ તે કાયદે કહેશે તેમ આપણે કામ કરવું પડશે અને ત્યારે આપણે એટલા મેડા પડયા હોઈશું કે એ કામ આપણને ત્યારે એક વેઠ કરવા જેવું લાગશે. બીજું યુપીઅને માઉન્ટ આબુના દેરાસર ઉપર ગીધનજરે જોઈ રહ્યા છે. આ સાથે એ પણ મારા જાણવામાં આવ્યું છે કે લોર્ડ કર્ઝન પણ એ બેનમૂન કલાત્મક દેરાસરે જોવા માટે આવનાર છે. તે એ બધું બને તે અગાઉ જ એવું કંઈક નક્કર કરીને રાખીએ કે જેથી તેઓને લાગે કે અમે અમારા દેરાસરની સંભાળ રાખી શકીએ છીએ. આ સિવાય આપણું સુરતમાં જ કેટલાક દેરાસરે જીર્ણોદ્ધારની રાહ જતાં બેઠાં છે. મુનિશ્રી મેહનલાલજી મહારાજજીએ પણ મને આ અંગે એક વખત ટકર કરેલી. આઠ વરસ ઉપર તેમણે મને કીધેલું –“ભાઈ ! ધરમચંદ, આ જીણું દેરાસર માટે હવે . કંઈક કરે અને તેમને પડતાં બચાવી લે.” તે મારું તમને સૌને આ નમ્ર સૂચન છે કે “આપણે આ પદવી પ્રદાન સમારંભમાં, પૂજા પ્રભાવના અને રચનાઓ ઉપરાંત એક જીર્ણોદ્ધાર ફંડ કરીએ અને આ સમારેહને ચિરંતન કરીએ”. સૂચન ઘણું જ સમયસરનું હતું. સૌએ તેને સહર્ષ વધાવી લીધું. અને તે જ સમયે શેઠ શ્રી ધરમચંદભાઈએ એ ફંડમાં રૂા. ૨૫૦૦૦)ની રકમ લખાવી દીધી. બધાએ તેમની ઉદારતા અને હોંશ જોઈ એ ફંડ સાથે તેમનું નામ જોડી દીધું. ત્યારથી એ ફંડ “શેઠશ્રી ધરમચંદભાઈ ઉદયચંદ જીર્ણોદ્ધાર ફંડ”ના નામથી ઓળખાય છે. રકમ ભરાતાં તુરત પછી વિધિ કરવામાં આવ્યો. તે ફંડનું એક વ્યવસ્થિત ટ્રસ્ટ કરવામાં આવ્યું. તેના મેનેજીગ ટ્રસ્ટી નીમવામાં આવ્યા. એ જગા પર તેમના જ સુપુત્ર શ્રી જીવણચંદભાઈ (હાલમાં મુનિશ્રી જિનભદ્રવિજયજી મહારાજ)ની નિમણુંક કરવામાં આવી. કાર્ય એવી શુભ પળે શરૂ થયું હતું કે થોડા જ સમયમાં તે ફંડ સવા લાખ રૂપિયા સુધી પહોંચી ગયું. આ સાથે આબુના દેરાસરના જીર્ણોદ્ધાર માટે શ્રી જીવણચંદ તથા લલ્લુભાઈની કંપનીએ રૂા. ૧૫૦૦૦) ની ઉદાર સખાવત કરી. મળેલ વિગતે પ્રમાણે સં. ૧૯૮૨ સુધીમાં આ ફંડમાંથી સુરત અને તેની આસપાસના દેરાસરેના જીર્ણોદ્ધાર માટે રૂા. ૪૦૦૦૦) ની જંગી રકમ ખર્ચવામાં આવી હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy