SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોહનલાલ અર્ધશતાબ્દી ગ્રંથ: પણ મુનિશ્રીએ માત્ર કેળવણીના કાર્યારંભથી જ સંતોષ ન માન્યો. મહારાજશ્રી કંઈ એવા અલ્પસંતેષી ન હતા. તેમણે તે પણ જોયું કે માનવીને સતું ને પૌષ્ટિક ખાવા પણ જોઈએ છે. માનવી જે ભૂખ્યો હશે તે એ ધર્મ બરાબર નહિ કરી શકે. અને તેમની પ્રેરણા થાય ન થાય તે પહેલાં તે એક જૈન ભેજનાલય ઊભું પણ થઈ ગયું. આજે પણ અનેક સાધર્મિક બંધુઓને લાભ આપતું એ ભેજનાલય આપણને મુનિશ્રીની યાદ આપતું ત્યાં સુરતમાં ઊભું છે. આમ યુગપ્રવર્તક પ્રવૃત્તિઓ ચાલતી હતી, ત્યાં ચાતુર્માસ પૂરું થયું. ત્યાં મુંબઈથી શેઠશ્રી દેવકરણ મુળજીભાઈ આદિ ગૃહસ્થ મુંબઈ માટે વિનતિ લઈને આવ્યા, અને સંવત ૧૫૧-૫ર નું ચાતુર્માસ મુંબઈમાં થયું. લાલબાગ ઉપાશ્રયમાં તેઓ સ્થિર થયા અને અત્રે તેમના શુભ અને પવિત્ર સાન્નિધ્યમાં ઉપધાનતપ કરાવવામાં આવ્યા. આ ઉત્સવમાં દાનવીર શ્રી દેવકરણ મુળજી, શ્રી ફકીરચંદ હેમચંદ, શ્રી કસ્તુરચંદ કલ્યાણચંદ આદિ સદ્ગુહસ્થાએ ખૂબ જ ઉત્સાહથી આગેવાની સક્રિય ભાગ લીધો. આ નિમિત્તે ભવ્ય એવી અનેક રચનાઓ કરવામાં આવી. ચાતુર્માસની સતત ઉપદેશધારાથી ત્રણ વ્યક્તિઓના જીવનમાં પરિવર્તન આવ્યું. અને એ ત્રિપુટીએ ચોમાસા પછી મુનિશ્રીને પિતાની સારી જિંદગી સમર્પણ કરી દીધી. ઘણી જ ધામધૂમથી તેમને દીક્ષા મહોત્સવ ઉજવાયે. અને તેમનાં નામ શ્રી જયમુનિજી, શ્રી નયમુનિજી, તથા શ્રી લક્ષ્મીમુનિજી રાખવામાં આવ્યાં. તેમાંના શ્રી જયમુનિજીને તે પાછળથી આચાર્ય પદવી એનાયત કરવામાં આવી હતી. ત્યારે તેઓ શ્રી જયમુનિજી મટી શ્રી જયસિંહસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. એ જ અરસામાં મુનિશ્રીની શુભનિશ્રામાં શ્રી ગોડીજી દહેરાસર અને ગુલાલવાડીના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દહેરાસરમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યું. બહારથી આવનાર જોન ગૃહસ્થાને ઉતરવા માટે મુંબઈ ખાતે કેઈ સ્થલ ન હતું. એને લઈ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી. આ જરૂરિયાતને પહોંચી વળવા મુનિશ્રીએ પ્રેરણા કરી અને સુરત નિવાસી ઝવેરી શ્રી ભાઈચંદ તલકચંદે રૂ. ૭૫૦૦૦) ની બાદશાહી રકમ જેના ધર્મશાળાનું નવું મકાન બંધાવવા માટે શ્રી સંઘને અર્પણ કરી. અને ધાર્મિક વાતાવરણથી મઘમઘતું લાલબાગનું સ્થલ આજે જોઈએ છીએ ત્યારે તે તેને અંધકારભર્યો ભૂતકાળ ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે. મુનિશ્રી માણેક લખે છે કે –“આ વખતે લાલબાગ એક નાની તબેલા સરખી છાપરવાળી જગે હતી.” અને એ જ લાલબાગ ઉપર રૂા. નવ હજારનું દેવું હતું. ૧. તેઓ શિલ્પશાસ્ત્રના સમર્થ વિદ્વાન હતા. અને શિરપુર (ખાનદેશ) બુરાનપુર (મ.પ્ર.) આદિ સ્થલે તેમના ઉપદેશથી અને પિતાની દેખરેખ નીચે દહેરાસરો તૈયાર થયાં છે. મલાડ (મુંબઈ)-જગવલ્લભ પાર્શ્વનાથ દહેરાસરની પ્રતિષ્ઠા પણ સં. ૧૯૭૯માં તેમણે કરાવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy