SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ યોગી અને યુગ === [ ૧૫ ] માનવી ધારે છે કઇક અને થાય છે કંઇક. ખરેખર દેવની આ રચના અકળ જ રહી છે. મુનિશ્રીએ મુંબઈ પહોંચવુ છે એમ ‘મનમાં ધારી મુંબઈ તરફ વિહાર કર્યાં, પરંતુ વચમાં સુરત આવતાં ત્યાં જ રોકાઇ જવુ પડયું. મુનિશ્રી સુરતના સંઘને અવગણી ન શકા. અને સ. ૧૯૫૦નું ચામાસું તેમણે સુરતમાં જ કર્યું. સુરત હવે તેમના માટે અજાણ્યુ ન હતું. સુરતને પણ મુનિશ્રીનેા કંઇ નવીન પરિચય ન હતા. અને એકબીજાને સારી રીતે જાણતા થઇ ગયા હતા. મુનિશ્રીએ સુરતમાં જોયું કે કેળવણીના પ્રચાર અહીં અહુજ સામાન્ય છે. તેમાં સ્ત્રીકેળવણી તરફ તે સુરતના જૈનોએ ઉપેક્ષા જ બતાવી હતી. સ્ત્રીઓને માત્ર અક્ષરજ્ઞાન આપવામાં આવતું. તેમનું વિશેષ મહત્ત્વ કંઇ જ ન હતું. ઘર પૂરતી જ તેમની જિંદગી હતી. તેમાંય સાધારણ-મધ્યમ વર્ગના કુટુંબની એનેાની હાલત તે ખૂબ જ ચિંતાજનક હતી. મુનિશ્રી ઈચ્છતા હતા કે જૈન એને સસ્કારી માતાએ બને. આ માટે તેમણે આધ્યાત્મિક કેળવણીની જરૂર જોઇ. આમ મુનિશ્રી યુગના એંધાણ વર્તી રહ્યા હતા. સમય જે તેજ ગતિથી આવી રહ્યો હતેા, તેને તે પગરવ સાંભળી રહ્યા હતા. પણ એ સાંભળીને બેસી જ ન રહ્યા. એ દિશામાં તેમણે સક્રિય કાર્ય પણ શરૂ કરી દીધું'. વ્યાખ્યાનની પાટ પરથી સ્રીકેળવણીની તેમણે વાતે શરૂ કરી અને એ માટે એક કન્યાશાળા ઊભી કરવાની જરૂર છે, તે વાત પર ભાર મૂકયા. કામ તેા નવું હતું. દિશા પણ નવી નવી જ હતી. આવતા જમાનાની તે હજુ એ પા પા પગલી જ હતી. પરંતુ મુનિશ્રીનું વચન મિથ્યા જાય તેા એ વચનસિદ્ધ સંત શેના? એમના બેલને-કન્યાશાળાની માંગને સુરતના શેઠશ્રી હીરાચંદ માતીચંદ ઝવેરીએ ઝીલી લીધી. શાળાના મકાન માટે તેમણે રૂપિયા પચ્ચીસ હજારની રકમ દાન કરી અને એ કન્યાશાળા સાથે પેાતાની ધર્મપત્ની સુશ્રાવિકા જયકુંવરબેનનું નામ જોડી દીધું. ઈ.સ. ૧૯૦૭માં ગે।પીપુરા ખાતે “શ્રી જયકુંવર જૈન જ્ઞાન ઉદ્યોગશાળા”ની સ્થાપના કરવામાં આવી. પાયા તે એવા પુણ્યાત્માના હાથે નંખાયા હતા કે આજ તે જ્ઞાન ઉદ્યોગશાળાની નવાપુરા, વડાચૌટા વગેરે સ્થળેાએ જુદી જુદી શાખાએ પણ કામ કરતી બની છે.૧ ૧. આ સંસ્થાને સુવણૅ મહેસવ તા.૩-૧૦-૫૭ ના રાજ સુરતમાં ઉજવવામાં આવ્યા હતા. ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy