SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચારિત્ર વિ જ ય આખરે તેમનું એમની ટૂંકી મનેાભાવનાને તૃપ્ત કરે તેવા ગુરુની શેાધમાં હતા. મન શાન્તમૂર્તિ વિનયવિજયજી મહારાજ પર ઠર્યું .. મુલાકાતે તેમના મનને આકર્ષિત કર્યું. ધસિંહ ઋષિએ એ મુનિરાજ પાસે જઈ નમ્રભાવે પેાતાની બધી હકીકત કહી સંવેગી દીક્ષાની માગણી કરી. આમાં શ્રી તારાચંદ તથા ઘેલાશા નામના એ શ્રાવકાની ખાસ પ્રેરણા ને સહાય હતી. શ્રી વિનયવિજયજી મહારાજ તથા બીજા વિદ્વાન સાધુઓનાં દીદશી નેત્રાએ આ યુવાન મુનિને એક વખત ધારીને નિહાળી લીધા. તેજથી ચમકતું લલાટ, કચ્છી શૌય ની પ્રતિમૂર્તિ હોય તેવેા દેહ, વાત કરવામાં સહેજે જાહેર થતી સરલતા અને સત્યપ્રિયતા આ બધી વાતાએ તેમના મનમાં ઊંચે અભિપ્રાય અધાન્યા. થેાડાએક દિવસે પછી દીક્ષા આપવાનું કહી તેમને વધુ પરીક્ષાના ઉદ્દેશથી પેાતાની પાસે રાખ્યા. : આ ટકીયું મેાતી નથી પણ સાચું આબદાર મેાતી છે, એ વાત થોડા જ પરિચયમાં આવા વિદ્વાનને સ્વાચારરક્ત મુનિને સમજતાં વાર ન લાગી. એમણે સારા ઠાઠમાઠથી વિ. સં. ૧૯૬૦ ના માગસર સુદ ૧૦ ને બુધવારે ધર્મસિંહ ઋષિને સંવેગી દીક્ષા આપી, અને ચારિત્રના વિજય માટે દૃઢપ્રતિજ્ઞ થઈ ને નીકળેલ આ યુવાન મુનિનું તેમણે ‘ચારિત્રવિજય’ નામ રાખ્યુ. ગઈકાલના મુનિ ધર્મસિંહ આજે મુનિ ચારિત્રવિજયજી અન્યા. આપણે પણ હવે તેમને એ નામથી ઓળખીશું. આ પછી ગુરુમહારાજ પન્યાસ શ્રી કમલવિજયજીને પત્ર આવતાં તેઓ વિહાર કરી તેમને મળ્યા. આ વેળા ધાંગધ્રા પાસે દેવચરાડી ગામમાં પ્રતિષ્ઠા-મહેાત્સવ ચાલતા હતા. પન્યાસજી મહારાજે આ શુભ અવસરે વૈશાખ સુદ ૧૦ ના રાજ તેમને પેાતાને હાથે વડી દીક્ષા આપી; અને તેમને શાંતમૂર્તિ મુનિરાજ શ્રી વિનયવિજયજીના શિષ્ય સ્થાપ્યા. Jain Education International For Personal & Private Use Only ૪૧ STUF www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy