SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચારિત્ર વિ જ ય ઓસવાળ સમાજના તારણહાર તરીકે બધે ઓળખાતું હતું. ઘેરથી લોટરી લઈને આવેલ એણે મુંબઈમાં આપબળે શ્રીમંતાઈ મેળવી હતી. પણ કચ્છીભાઈઓની હમદર્દી એ નાતે ભૂલ્યો. નેકરીએ કે ધંધામાં આવનાર કચ્છીને એને ત્યાં હેતને રોટલો ને એટલે મળતાં. ધંધે કે નોકરીએ ન લાગે ત્યાં સુધી એની સહાય ને આશરે રહેતાં. માંડવીબંદરના કચ્છી જૈનેને મુંબઈમાં સ્થાયી કરનાર એ સખીમર્દ જ હતો. પાલીતાણાની ધર્મશાળા આજે પણ એની યાદ આપવા ઉભી છે. કચ્છ કોઠારાને કેશવજી નાયક પણ મહામુત્સદ્દી ને શાહ સેદાગર તરીકે પંકાતો હતો. પાલીતાણુ પર કેશવજી નાયકની ટૂંક બનાવનાર તેને પુત્ર નરસિંહ કેશવજી પણ સખીપણામાં કંઈ ઉતરે તેમ નહોત! આવા તો અનેક કચ્છી વીર વેપારીપણામાં, મુસદ્દીવટમાં ને ઉદારતામાં પંકાતા હતા. શ્રી આણંદજી કલ્યાણજીની સુપ્રસિદ્ધ પેઢીનું બંધારણ બંધાયા હજી ચાર વર્ષ જ વીત્યાં હતાં. જ્યારે ભેંયણીતીર્થ આઠ વર્ષની અવસ્થાનું હતું. શત્રુંજયને પિકાર ધીરે ધીરે વધતો જતો હતે ને પંદર હજારના આંકડા વધવા ચાહતા હતા. અને આ કારણે કેટલીયવાર છમકલાં થવાનો પ્રસંગ ઊભો થતો. આજના શ્રી વિજયનેમિસૂરિ, ગઈકાલના નવયુગપ્રવર્તક શ્રી વિજયધર્મસૂરિ એ વેળા મહવાની શેરીઓમાં ધૂળે રમતા હશે, જ્યારે જૈન જાદુગર નષ્ણુમંછા વાતવાતમાં હાથચાલાકી બતાવી કેટલાયની પાઘડીઓ ઉડાવતો ફરતે હશે ! તાંત્રિક બળ છેલ્લા ડચકારા લઈ રહ્યું હતું, છતાં હજી તેની ધીમી અસર સહ પર હતી. પંચમહાજનની સત્તા પશ્ચિમાકાશમાં ઉતરતી હતી છતાં હજી આધિપત્ય ચાલતું હતું. સાધુતાના સંસ્કાર ભેળા અને ભદ્રિક હતા. શાસનસેવાની તમન્ના અને ધર્મના આદરસત્કાર યુગ આથમ્યો ન હતો. એવી તવારીખની તેજછાયામાં આપણા કથાનાયકનો જન્મ થયે. SS *ી BEIJIN - SS ( SKI SEWA. Sા I - Jain Education International E - - -
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy