SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચારિત્રવિજય ધર્મપ્રચાર કરવો એ પણ વીસમી સદીનું આદરણીય સૂત્ર છે. લોકોપયોગી જૈન ગ્રંથને વિવિધ ભાષામાં સંપાદન કરાવી સસ્તી કિંમતે વેચવાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. પુસ્તકો છપાય છે પણ વ્યવસ્થાની ખામી છે, જેથી જેને સમાજને મોટા ખર્ચમાં ઉતરવું પડે છે, તેમજ અભ્યાસીઓની ન મળવાની ફરીયાદ ઉભી જ હોય છે. વ્યવસ્થિત રૂપે ભંડારો ખેલવામાં આવે તો ૩૦૦ મતોથી જ કામ ચાલી જાય. તેમ સમાજને ખર્ચ ઓછો થશે અને ઈષ્ટ પુસ્તક સુલભતાથી મળી શકશે. પ્રશન–તે કઈ રીતે ? ઉત્તર-હિંદમાં જ્યાં જૈન વસ્તી સારા પ્રમાણમાં હોય, તેવાં પ્રસિદ્ધ શહેરમાં (ગામમાં) વ્યવસ્થિત રીતે જૈન જ્ઞાન ભંડારો રાખવા. ૧ મહાવીર ભંડાર (૩)–ત્રણે ફિરકાના હસ્તલિખિત-મુદ્રિત ગ્રંથને સંગ્રહ હોય. હસ્તલિખિત પુસ્તકની જિંદગી લાંબી હોય છે, જેથી છપાએલા પુસ્તકોથી સંતોષ માનવો નહિ. હસ્તલિખિત પ્રત્યે બેદરકાર બનવું નહીં. સાચું ધન હસ્તલિખિત ગ્રંથે જ છે, એટલે પ્રાચીન ભંડારને જ સુરક્ષિત બનાવી તેને જ આ નામ આપવું જોઈએ. ૨ દેવર્ધિગણીભંડાર (૧૦)-હસ્તલિખિત જૈન ગ્રંથો તથા ઈતર ગ્રંથો પર વિવરણ રૂપ જેન ગ્રંથ, જુની પ્રતિઓ પરસ્પર મેળવી શુદ્ધ કરી રાખવા. ૩ શ્રી હેમચંદ્રસૂરિ ભંડાર, (૧૦૦)-દરેક મુદ્રિત જૈન ગ્રંથ અને જૈન ધર્મની ચર્ચાવાળા જેનેતર ગ્રંથને સંગ્રહ. ૪ શ્રી હીરવિજયસૂરિ, જિનદત્તસૂરિ કે આરક્ષિતસૂરિ ભંડાર (૩૦૦)-ધર્મજ્ઞાન મેળવવામાં ઉપયોગી ચાલુ ભાષાના ગ્રંથો, વ્યાકરણ સાહિત્યના ગ્રંથો તથા લેકપ્રકાશ વગેરેને સંગ્રહ. ૫ શાસ્ત્રમંજૂષા-દરેક ઉપાશ્રયમાં, દરેક મંદિરમાં-નિકવિધિ, બાળ વાંચન, સ્ત્રી વાંચન, પ્રાથમિક અભ્યાસ તથા પ્રકરણ ગ્રંથોની પેટી. આ રીતે અલ૫ ધનવ્યયથી ઘણું પુસ્તકાલયો થશે. જ્ઞાનને પ્રચાર થશે. ગામેગામ જિનાલય, ઉપાશ્રય અને પુસ્તકાલય તો તેવાં જ જોઇએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy