SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સસ્થા ના પુનરુદ્ધાર એટમાંથી ભરતી ચાલૂ થઈ એટલે પાણી પાછાં વળ શા વિલંબ ? મદદ અધ કરનારાઓએ પેાતાની મદદ ચાલૂ કરી. તેમજ ચૈત્રી પુનમના મેળા ઉપર યાત્રીસમૂહ પાસેથી પણ સંસ્થાને સારા લાભ કરાવી સ ંસ્થાની નૌકાને તરતી કરી દીધી. અનાયક કે બહુનાયક જેવી અનેલી સસ્થાની કાર્ય કર્તામંડળીને સાચા નાયક મળતાં બધું થાળે પડી ગયું. દ્રવ્યચિંતા ખાસ રહી નહેાતી. વિરાધીઓને ડર નિર્મૂળ થયા હતા. ચિંતા કેવળ સુંદર ને કાર્ય તત્પર કમીટી તથા કાર્યવાહકોની હતી. આ વખતે વડીલ ગુરુવર્ય, બાલબ્રહ્મચારી, તપેાનિષ્ઠ, શાન્તમૂર્તિ શ્રી વિજયકમલસૂરીશ્વરજી ચૈત્રી પુનમ પર સંધ સાથે યાત્રા કરવા પધારેલા. મુનિજી ગુરુવયની સામે ગયા અને ખૂબ વિનયવંદન કર્યું. જૈનસમાજના પ્રસિદ્ધ ધમપ્રેમી જીવણચંદ ધરમચ'દ ઝવેરી યાત્રાર્થે આવેલા. મુનિજી સાથે તેમને સમાગમ થયા. શ્રી જીવણચંદભાઈ એ પળમાં પરખી લીધું કે, આ સાધુ સેવારસિક ને શાસનાતિની તમન્ના રાખનાર છે. તેઓએ પરસ્પર ખૂબ વિચારવિનિમય કર્યાં. સસ્થા સંબ ંધી પણ વિસ્તારથી ચર્ચા થઈ. મુનિજી સાચા જ્ઞાનરસિક અને ગુરુકુળ ખનાવવાની ભાવના રાખનાર કેાઇ પશુ સગૃહસ્થને સંસ્થાનું સુકાન સોંપવા તત્પર હતા. જીવણચંદભાઇની ઇચ્છાને એક બીજી પ્રેરણા મળી. યાગનિષ્ઠ સ્વ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીની નજર આ કા તરફ ઘણા વખતથી હતી. તેઓના મુનિજી સાથેના ધર્મસ્નેહ પણુ બહુ ગાઢા હતા. તેમની શક્તિ, સેવા અને સમર્પણુની ભાવના જોઈ તેઓશ્રી બહુ પ્રસન્ન રહેતા. જેમ શ્રી વિજયધસૂરીવરજી તેમને એક સાચા શાસનસુભટ તરીકે ઓળખી, સાહસવીર સમજી રમુજમાં ‘ખુદીરામ એસ'નું ઉપનામ આપતા, તેમ આ યાગનિષ્ઠ મહાત્મા પણ એમની કાર્ય તત્પરતા, ચાતુર્ય, અને સ'કટમાંથી પણુ સહીસલામતી શેાધી લેવાની તાકાત જોઇ ‘નાના ફંડનવીસ'નું ઉપનામ આપી ખૂબ મદ કરતા. આ મહાત્માએ જ શ્રી ૯૫ Jain Education International For Personal & Private Use Only n F www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy