SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - સંસ્થાનો પુનરુદ્ધાર તલ ખૂટવા આવ્યું હતું અને પાલીતાણામાં સ્થાપેલી સંસ્થાને દિપક બુઝાવાની અણી પર હતે. બીજેથી આવતી મદદ બંધ થઈ હતી. વિખવાદે બધે કલેશનાં વાદળ છાયાં હતાં. પહેલેથી છેલે સુધી, વિદ્યાર્થીથી લઈને શિક્ષક સુધી અસંતોષ પથરાઈ ગયા હતા. ગુરુકુળ સંબંધમાં દિનદહાડે નવા નવા ગપગોળા સમાજ સમક્ષ મૂકવામાં આવતા હતા. આવી સ્થિતિ વચ્ચે મુનિજીએ સંસ્થાના સુકાનને ધીરેથી હાથમાં લીધું. વિરોધી તને એક પછી એક દૂર કરવા માંડ્યા. બીજી તરફ જીવનસિંચન શરુ કર્યું. જેમાં અનેક અફવાઓથી વહેમાઈ સંસ્થાને મદદ નહોતા આપતા તેમને સમજાવ્યા. સંસ્થાને ઉખડતી અટકાવવા એમણે દિનરાત ભૂલી ભગીરથ પરિશ્રમ આદર્યો. આ વેળા આગ્રાના દાનવીર શેઠ તેજકરણ ચાંદમલજી તથા શેઠ શ્રી લક્ષ્મીચંદ વેદ પાલીતાણા યાત્રાર્થે આવ્યા. બન્નેના કાને સમાચાર પહોંચેલા કે સંસ્થા ચાલતી નથી. મદદ કરવાની જરુર નથી. પણું ભાગ્ય શેઠ તેજકરણજીએ સંસ્થાના મકાનમાં ઉતારો રાખ્યો. તેમણે વિદ્યાર્થીઓની દિનચર્યા, અભ્યાસ, પઠનપીઠન બધું વ્યવસ્થિત ચાલતું જોયું. સંસ્થાના હિસાબી ચેપડા પણ નીહાળ્યા. મુનિજીએ તેમને સચોટ ઉપદેશ આપ્યો અને આ જ્ઞાનગંગાને હરીભરી રાખવા સૂચના કરી. શેઠ તેજકરણજીના હૃદય પર ઊંડી અસર થઈ અને તેઓએ તાત્કાલિક મોટી રકમની મદદ કરી તથા ભવિષ્યમાં પણ નિયમિત મદદ આપવાનું કબૂલ કર્યું. - - ર છે - - નામનોરમ, નામકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy