SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અમોઘ મુહૂર્તદાતા અને વચનસિદ્ધિના સ્વામી પૂજ્યશ્રી સં. ૨૦૫૭ મહાસુદ ૧૦ના અમદાવાદથી આયંબિલ તપના આરાધકોનો છ'રી પાલિત સંઘ લઈ સિદ્ધગિરિ પધાર્યા હતા તે દિવસે તીર્થમાળ કર્યા બાદ બીજા દિવસે મેં પૂજ્યશ્રીને જણાવ્યું કે “સાહેબજી ! મારે આંખનું ઓપરેશન કરાવાનું હોવાથી વિહાર કરવાનો છે ” ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું, ‘હું કહું ત્યારે વિહાર કરવો’ પૂજ્યશ્રીએ અઠવાડિયા પછી બપોરે વિજયમુહૂર્ત વિહાર કરવા માટે જણાવ્યું પૂજ્યશ્રીના સુચવેલ દિવસ-સમયે વિહાર કર્યા બાદ આંખનું ઓપરેશન કરાવ્યું અને જાણે કે કોઈ ચમત્કાર થયો હોય તેમ તેઓશ્રીના મુહૂર્તના પ્રભાવે મારે ચૌદ નંબરના ચાર નંબર થઈ ગયા છે અને આજે વગર ચશ્માએ પણ વાંચી શકું છું ! | એક સમય એવો હતો કે જ્યારે કોઈ પણ મહાત્માને ગોચરીમાં ‘ચા' વધતી હોય તો બધી મારે ખપાવી દેવાનો મારો કોન્ટ્રાકટ હતો. મારા જેવા આવા ‘ચા'ના વ્યસનીને પણ સાહેબજીના વચન પ્રભાવે ‘ચા નું બંધન છૂટી ગયું અને ત્યારબાદના માત્ર દોઢવર્ષના ગાળામાં ૧૧, ૧૨, ૧૩, ૩૦, ૩૩ અને ૪૨ ઉપવાસની વિવિધ આરાધનાઓ થઈ હતી. પૂજ્યશ્રીની બાળજીવોને તપશ્ચર્યામાં પાવર ચડાવવાની શક્તિ અજબગજબની હતી વળી તેઓ તપસ્વીઓની મન-વચન-કાયાથી-સતત | કાળજી પણ રાખવાનું કદિ ચૂકતા નહી જો તે વ્યક્તિને જરાપણ અશાતા થાય તો પોતે જાતે તેની સેવા કરવા માંડે તેવો મારો જાત અનુભવ છે. - આ. પ્રભાકરસૂરિ ઈદિપ્તિના RUTH - प.पू.मुनि राशरत्नविषय થ. સં. ૨૦૫૭, મા.સુ. ૪ નો દિવસ.. અમદાવાદમાં હાજાપટેલની પોળના સંવેગીઉપાશ્રયમાં એક સદીના આરે પહોંચેલા એક વ્યોવૃદ્ધ ચારિત્રસંપન્ન આચાર્યભગવંત નાદુરસ્ત સ્વાશ્યના કારણે સંથારામાં સૂતા સૂતા નવસ્મરણાદિનો સ્વાધ્યાય કરી રહ્યા છે. તેમની બાજુમાં જ શાતાપૃચ્છો માટે અન્યસમુદાયના એક શાસનપ્રભાવક આચાર્યભગવંત આવીને બેઠા છે. તે વખતે તેઓશ્રીના સમવયસ્ક કહી શકાય તેવા અન્ય આચાર્યભગવંતશ્રી પૂજ્યશ્રીની શાતા પૂછવા પધારે છે અને નજીકમાં આવી બેસે છે. સ્વાધ્યાય પૂર્ણ થતાં જ પૂજ્યશ્રીની શાતા પૂછી સેવા કરનાર મહાત્મા પાસેથી રીપોર્ટ લે છે. તે વખતે એક નાના મહાત્માં પૂજ્યશ્રીને ચમચીથી પાણી વપરાવવાનો આગ્રહ કરી રહ્યા છે અને પૂજ્યશ્રી ઇન્કાર કરી રહ્યા છે. આ દશ્ય નવા આગંતુક આચાર્યભગવંતની દષ્ટિમાં આવે છે અને પાસે ઉભેલા મહાત્માને પૂછે છે કે ‘પૂજ્યશ્રીને અનશન તો નથી કરવું ને ?' અને આ વાત સાંભળી નજીક રહેલા તમામ મહાત્માઓ એકદમ જ આશ્ચર્યચકિત થઇ જાય છે. આવો વિચાર જ કયાંથી આવે ? મને કહે, ‘પૂછી જો સાહેબજીને..” પણ આવું પૂછવાની હિંમત કેમ ચાલે ? એટલામાં પૂજ્યશ્રીએ જ પોતાની ખુરશી નજીક ખસેડી કાન પાસે મોં લઇ જઇ પૂછ્યું – ‘અનશન કરવાની ભાવના છે’ અને ફરી બધા સ્તબ્ધ બની ગયા. જ્યારે બધા જ શરીરની ચિંતા કરતાં હોય, ડોકટર – વૈદ્યની સલાહ પ્રમાણે કલાકે-કલાકે દવા વપરાવવાનો આગ્રહ રાખતા હોય, એવા સમયે અને એવા સંયોગોમાં અનશનની ભાવના હોય તો પણ અનશન કેમ કરાવાય ? ઉલટું હોસ્પિટલાઇઝ કરી બાટલા વગેરે ચઢાવવાની તૈયારીઓ ચાલતી હોય ત્યારે આ વિચાર આવવો અને આટલી સહજતાથી વ્યકત કરવો એ આત્મનિષ્ઠા અને આત્મલક્ષી આરાધકપણા સિવાય શક્ય નથી સાથે સાથે એમ પણ લાગે કે એ આગંતુક આચાર્ય ભગવંતમાં વિશિષ્ટ સમયજ્ઞતા હોવી જોઇએ, કારણ તેઓશ્રીના આ શબ્દો સાંભળ્યા પછી એ વયોવૃદ્ધ પૂજ્યશ્રી મા.સુ. પાંચમના અનશન કરી મા.સુ. ૬ ના સૂર્યોદય પહેલા આ જર્જરિત દેહ છોડી ચાલ્યા ગયા. જેમ ત્રણ જ્ઞાનના પાણી પ્રભુ પોતાના મહાભિનિષ્કમાણના અવસરને જાણતા હોવા છતાં લોકાંતિક દેવો પ્રભુને વિનંતિ કરવા આવે છે એમ એ પૂજ્યશ્રી કદાચ પોતાના અંતિમ સમય અને અંતિમ સમયની આરાધનાને જાણતા હશે તો પણ આ આચાર્ય ભગવંતે તે વખતની પરિસ્થિતિ જોઇ, સમય પારખી જાણે એ પૂજ્યશ્રીને અંતિમ આરાધનાની યાદ અપાવવા જ ન આવ્યા હોય અથવા તો મારા જેવા અનભિન્ન સેવકને જાણે ટકોર કરવા ન આવ્યા હોય કે મૂક આ શરીરની પળોજગને ! સંપૂર્ણ જીવનમાં ચારિત્રની વિશુદ્ધિના આગ્રહી એવા તારા ગુરુદેવની આ અંતિમ પળો સાચવી લે... ડોકટરો અને દવાઓનો પક્ષ કરી કરી એ પૂજ્યશ્રીની સમાધિમાં ભંગ dain Education internabonal CO
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy