SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નિસ્પૃહ શિરોમણિ. નશરત શુક્યા તપસ્વી સમ્રાટ આ.ભ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સાના સાનિધ્યમાં વિ.સં. ૨૦૩૭ જૂનાગઢ શહેર મધ્યે ચાતુર્માસ કરવાનો સંસારીપણામાં સુંદર અવસર સાંપડ્યો હતો. | પૂજયશ્રીનું આસન-બેઠક જ એવી રીતે ગોઠવાઇ હતી કે શ્રી ગિરનાર તીર્થને બેઠા બેઠા નિહાળી શકાય... ઘણીવાર ભક્તિમાં લયલીન થઇ જતાં. તેઓશ્રીમાં વિશેષ પ્રકારે સંયમ જીવનનું ચુસ્ત પાલન જોવા મળ્યું. “simple living & Higher thinking” સૂત્ર જેઓશ્રીએ જીવનમાં ચરિતાર્થ કર્યુ. સંયમ જીવન જલ્દી અંગીકાર કરવાની પ્રેરણા કરેલી. સંસારના ભૌતિક સુખોની ક્ષણભંગુરતા સમજાવતા હતા.શ્રી સહસાવનતીર્થના ઉદ્ધારમાં વિશેષ રસ દાખવી પ્રેરણા કરતાં તીર્થનો જિર્ણોદ્ધાર સુચારૂ પેઠે થયો. | વિ.સં.૨૦૫૮ માં પૂજયશ્રીની નિશ્રામાં લગભગ દોઢેક મહિના મુનિજીવનમાં રહેવાનું થયું. પૂજયશ્રીને ૯૬ વર્ષની જૈફ વયે નાદુરસ્ત તબીયતમાં પણ આયંબીલ કરતાં નિહાળ્યા પૂજયશ્રીની છેલ્લી ચૈત્રી ઓળી અને જૂનાગઢ શહેરમાં સામૂહિક ચૈત્રી ઓળીના આયોજનમાં બાળકો-યુવા-વડીલો જોડાયા. મોટી સંખ્યામાં ઓળી થઇ. પૂજયશ્રીએ મને, ભાઇ મ. તથા પિતાજીને ઓળીની પ્રેરણા કરી હતી. ગિરનાર તીર્થની યાત્રાઓ કરતાં કરતાં પૂજયશ્રીની અમીદ્રષ્ટિથી ગિરનાર તીર્થની ભાવયાત્રા પણ સંયોજન કરી તૈયાર કરેલ છે. આરાધના હોલમાં પ.પૂ.પ્રશાંતમૂર્તિ આ.ભ.શ્રીનરરતસૂરીશ્વરજી મ.સા.ની ગુરુમૂર્તિ બિરાજમાન કરવાના શુભઅવસરે પણ ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો હતો. આ અવસર પામી મુનીશ-જીનેશ-ભાગ્યેશ-દક્ષેશ- તીર્થશકૃપેશ-પ્રિયેશ રત વિ.મ.ધન્ય બન્યા છે. પૂજયશ્રીના કાળધર્મના સમાચાર મળતાં શ્રી શંખેશ્વરથી શત્રુંજય મહાતીર્થ છ'રિ પાલક સંઘમાં ગુણાનુવાદની સભા રાખી આયંબિલ કરાવવામાં આવેલ. પ્રતિ વર્ષ શાશ્વતી ઓળીના પ્રસંગે પૂજયશ્રીને યાદ કરતા.. ગુણાનુવાદ કરતાં અનેક પુણ્યાત્માઓ આયંબિલ તપ-ઓળીમાં જોડાય છે. અને દરેકને આયંબિલ કરવાની વિશેષ પ્રેરણા મળે છે. | “ પ્રભુ સે લાગી લગન ભાગ-૧” પુસ્તકમાં શ્રી ગિરનાર તીર્થની ભાવયાત્રામાં સહસાવનતીર્થોદ્ધારના પ્રેરણાદાતા પૂજયશ્રીનો ફોટો મૂકવામાં આવેલ છે તેમજ ગીરનારતીર્થ ભાવયાત્રા પટમાં પણ પૂજયશ્રીની અગ્નિસંસ્કારભૂમિનુ સ્થાન બનાવી ત્યાં પણ પૂજ્યશ્રીનો ફોટો મૂકવામાં આવેલ છે જેથી ગિરનારતીર્થની ભાવયાત્રા કરતાં તપસ્વી સમ્રાટને પણ વંદનાનો દરેકને લાભ મળી જાય. અંતમાં...પૂજયશ્રી જેવું સંયમપાલન-આયંબિલનોતપ મારામાં નથી પરમાત્મા ભક્તિથી પેદા થાય એજ અભ્યર્થના... આ, ગુણરત્નસૂરિ શિષ્ય મુનિશરનવિજયની વંદના... Jan Education Intenational For Private Personal use www.eliborg
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy