SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ = વિ. સં. ૨૦૪૬નું અમારું ચોમાસુ જુનાગઢમાં હેમાભાઈના વંડામાં હતું. લોકાગચ્છના શ્રાવકોએ પર્યુષણ દરમ્યાન તેમના ઉપાશ્રયમાં આરાધના કરાવવા માટે સ્થિરતા કરવા પધારવા વિનંતી કરી પરંતુ ચોમાસી મુહપત્તિ પડિલેહણ કરેલ ન હોવાથી તે સ્થાનમાં રોકાવાનું અમારે માટે શક્ય નથી એવું સાહેબજીએ જણાવ્યુ. તેથી તેઓએ વિનંતી કરી કે તો આપ મહાત્માને સવારે મોકલો અને આખો દિવસ આરાધના કરાવી તેઓ સાંજે પાછા આવી જાય જેથી આપની શાસ્ત્રીય મર્યાદામાં પણ બાધ ન આવે. અને અમારે લગભગ ૧૫૦ વ્યક્તિને આરાધના થાય પણ તે વખતે બધા મળી પૂજ્યપાદશ્રી સાથે અમે ૪ મહાત્મા પર્યુષણપર્વની આરાધના કરાવવા સમર્થ હોવા છતાં સાહેબજીએ તેમની વાતનો અસ્વીકાર કરતાં અમે સૌ વિસ્મયમાં પડી ગયા. સાહેબજીને વિનંતી કરી કે આપની આજ્ઞા હોય અને તેઓની આરાધના થતી હોય તો અમને જવામાં કોઈ વાંધો નથી. ત્યારે સાહેબજીએ રહસ્ય સ્ફોટ કર્યો કે “તે રીતે આવ-જાવ કરવાનું તમારાથી શક્ય નહીં બને ! કારણ કે આ વર્ષે પર્યુષણપર્વના આઠે દિવસ મેઘરાજાની પધરામણી થવાની છે.' અને ખરેખર પર્યુષણના આઠેય દિવસ મુસળધાર વરસાદ વરસ્યો હતો! = રાજનગર મધ્યે ગચ્છાધિપતિ પ.પૂ.આ. ભુવનભાનુસૂરિ મહારાજના કાળધર્મ બાદ જૈનનગરમાં પંચાહ્નિકા જિનેન્દ્રભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ તે મહોત્સવની મંગલમય પૂર્ણાહૂતિના અવસરે મારા પૂ.ગુરુદેવશ્રી ઉપર જૈનનગરમાં પૂ. તપસી મહારાજનો સંદેશો આવ્યો કે ‘‘હમણા એક-દોઢ માસ તમારા સ્વાસ્થ્યનો પૂરેપૂરો ખ્યાલ રાખશો અને સંઘ જવાબદારીના કોઈ કામોનો નવો ભાર હાલ સ્વીકાર કરશો નહીં.” અને ખરેખર તે મહોત્સવની પૂર્ણાહૂતિના ત્રણ-ચાર દિવસ બાદ મારા પૂ. ગુરુદેવશ્રીને વિસ્મરણ થઈ જવાની ફરીયાદો સાથે માથાના દુઃખાવાની તકલીફો શરૂ થઈ જવાથી તેઓશ્રીએ સેટેલાઈટ રોડના વાસુપૂજ્ય કોમ્પલેક્ષ પાસે ગુલમહોર સોસાયટીમાં એક માસનો સંપૂર્ણ આરામ કર્યો તે દરમ્યાન પુનઃ સ્વસ્થતાને પ્રાપ્ત કરી લીધી. – એકવાર સિદ્ધગિરિમાં એક સાધ્વીજી ભગવંત મોટી ઓળીનો પ્રારંભ કરવા મંગલમુહૂર્ત લેવા પધારેલા ત્યારે સાહેબજીએ દોઢમાસ પછીનું મુહૂર્ત આપ્યું ત્યારે પાપભીરૂ અને સંયમી એવા સાધ્વીજી ભગવંતનું હૈયું હજુ દોઢમાસ વિગઈના ભોજનનું સેવન સ્વીકારવા કકળતું હોવાથી ૧૦-૧૨ દિવસમાં જ તેમણે તો સ્વતઃ નિયત દિવસે ઓળીનો પ્રારંભ કર્યો અને માત્ર ૧૪-૧૫ દિવસમાં સ્વાસ્થ્ય બગડતાં અધવચ્ચેથી તેમને ઓળી પડતી મૂકવાનો અવસર આવ્યો. પછી પૂજ્યપાદશ્રીએ આપેલા શુભમુહૂર્તે જ પુનઃ ઓળીનો પ્રારંભ કરતાં તેમની લાંબી ઓળી સડસડાટ નિર્વિઘ્ને પૂર્ણતાને પામી હતી. આવા તો કેટલાય પ્રસંગોનો સાક્ષાત્ અનુભવ થયેલ છે. ડગલે ને પગલે જિનાજ્ઞાનું પાલન, મોહરાજાના સૈન્યની સામે શરીર વડે યુદ્ધ કરતાં ખૂંખાર યોદ્ધા, સતત વિરાધનાના ભીરૂ, શક્યતઃ શુદ્ધ સંયમ, આચારચુસ્તતા,મક્કમ મનોબળ, નિસ્પૃહતા, સમયે સમયે શાસ્રસાપેક્ષ જીવનચર્યાનું પાલન, વ્યવહાર કુશળતા, દીર્ઘદૃષ્ટિતા, આશ્રિતજનો પ્રત્યે નિતરતું વાત્સલ્ય, શિથિલાચાર પ્રત્યે કરડી નજર અને શિથિલાચારીના જીવનમાંથી શિથિલાચાર દૂર કરવા માટે કોમળ હૃદય, સંયમમાં અસ્વસ્થ મહાત્માઓના સ્થિરીકરણ માટે સદા શરણભૂત, આવા અનેક ગુણોનું દર્શન તેઓશ્રીના જીવનમાં કરવા નશીબવતં બન્યો હતો. ભવોદધિતારક પૂ. ગુરુદેવશ્રીની અસીમકૃપાથી ભવોભવના ભ્રમણને ભાંગનારી અલ્પકાલીન પણ આ સેવા પામી મારૂં જીવન ધન્ય બન્યું ! શતઃ શતઃ વંદન તે સૂરીશ્વરને! For PePersonal Us C વીરુતા, ધીરુતા અને ગૌભીરતાનો ત્રિવેગી ગામી मुनि परक्षितविश्य પૂ. ગુરુદેવશ્રી પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબની અસીમકૃપાથી આ મહાપુરુષની યત્કિંચિત્ સેવાર્થે એકાદ વર્ષ રહેવાનું થયું. સાક્ષાત્ ચોથા આરાના સાધુની ઝાંખી કરાવતું તેઓશ્રીનું જીવન, અતુલ સત્ત્વના સ્વામી, કઠિનમાં કઠિન સંયોગ અવસરે પણ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સંયમજીવનનું ચુસ્તપાલન કરતા, ઉંમર અને અવસ્થાના ઓઠાં હેઠળ કોઇ બાંધછોડ કરવાની તૈયારી કદી ન બતાવતા, એવી વીરતાના સ્વામી! વિહારાદિ કારણે સ્થાને મોડાં પહોંચવાનું થાય છતાં પોતાના નિત્યસ્વાધ્યાય આરાધના બાદ જ ગોચરી વાપરવી, દીર્ઘકાલીન તપશ્ચર્યાના પારણાદિ પ્રસંગે પણ વાપરવાની કોઇ ઉતાવળ ન હોય તેવી ધીરતાના ધારક ! શાસન, સંઘના કે સમુદાયના કોઇપણ પ્રશ્ન અવસરે તાત્કાલિક કોઇ ઉતાવળીયો નિર્ણય ન આપતાં શાસ્રસાપેક્ષ વિચારણા કરી, લાભાલાભાદિનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી અભિપ્રાય આપે તેવા સાગર સમાન ગંભીર આ મહાપુરુષનું વાત્સલ્ય અને વાસક્ષેપનો પ્રભાવ ઉડીને આંખે વળગે તેવા હતા. સ્વાસ્થ્યની અસ્વસ્થતાના કારણે મારે નવકારશી પચ્ચક્ખાણ કરવું પડતું હોવા છતાં તે માટે કોઇપણ જાતની અરુચિ રાખ્યા વગર ખૂબજ વાત્સલ્યપૂર્વક દરેક કાળજી રાખતા અને તેઓશ્રીના વાત્સલ્યસભર નિક્ષેપ કરાયેલ વાસક્ષેપના પ્રભાવે આજે વર્ધમાનતપની ૮૫ મી ઓળી સમેત અખંડ ૫૦૦૦ ઉપરાંત એકાસણાની આરાધના કરવા સમર્થ બન્યો. વંદન હો તે મહાવિભૂતિ પ.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજાને ! ૭૦૦ arya
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy