SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ | સંસારી ભાઇઓ શ્રીમંત હોવા છતાં તેમની પાસે કયારેય કોઇ કિંમતી ચીજ મંગાવવી નહી કે આવી હોય તો વાપરવી નહી, ઘોડામાંથી પુસ્તક લેતા મૂકતાં પંજણી કે મોરપીંછથી ઘોડા અને પુસ્તકનું અવશ્ય પ્રમાર્જન કરવું, પુસ્તકના પાના ફેરવતા પણ મોરપીંછીથી પ્રમાર્જન કરવું, આશ્રિત વર્ગ દ્વારા લેવાયેલ ગોચરી-પાણીમાં વિશેષરૂપે સંયમલક્ષી કાળજી કરવીકરાવવી, કપડા થોડા ફાટતાં સાંધીને વાપરવા, ચાલે ત્યાં સુધી કસ કાઢીને ચલાવવા પણ નવાં કાઢવા નહિ, ઘડપણ અશકિતને કારણે લાંબા વિહારો ન થતા હોવાથી કલાકના ૧/૨ કી.મી. ચાલીને ૨ ૩ કી.મી.ના વિહારો કરી ૨ ૩ દિવસે સામાં સ્થાને પહોંચતા પણ કંટાળી અપવાદિક સાધનોનો ઉપયોગ કરતાં નહિ. કામળી કાળમાં બહાર જવું નહી, અંધારામાં વિહાર કરવો નહિ પુરૂ અજવાળું થયા પછી જ ૭/૮ વાગે વિહાર કરવો. પછી ભલેને ૧૫, ૨૦કી.મી. નો વિહાર હોય કે કાળઝાળ ગરમી હોય ભગવાનની આજ્ઞાનું આચરણ પહેલા. આવી અગણિત ઝીણી-ઝીણી વિશુધ્ધ આચરણાઓમાં તેમનો સંયમપ્રેમજીવતો જાગતો દેખાતો હતો. નજરે નિહાળેલ આ અપ્રમત્ત સંયમચર્યાઓના સંસ્મરણો વાગોળતા આજે ય મસ્તક ઝુકી જાય. આંખો હર્ષના આંસુઓથી છલકાઇ જાય છે. | ઘોર તપ સાથે નિર્મળ અને ઉગ્ર સંયમનો સુમેળ અતિ અતિ દુર્લભ છે ! જે પૂ. હિમાંશુસૂરિજી મ. માં જ્વલંત અને જીવંત હતો. | તપ-સંયમ સાથે સ્વાધ્યાય યોગમાં પણ તેઓ પાછળ ન હતા. આખો દિવસ શાસ્ત્ર વાંચનમાં મગ્ન રહેતા. મોટી વયે પણ સહવર્તીમુનિ હેમવલ્લભ વિ. જેવા મહાત્માઓને “નિશીથસૂત્ર', બૃહત્કલ્પ, યતિજિતકલ્પ વિ. છેદ ગ્રંથોના ૨ રાા કલાક અપ્રમત્તભાવે પાઠ આપતા શાસ્ત્રો કે આજ્ઞા તેમને માટે માત્ર પ્રવચન માટે કે વાતો કરવા માટે કે લોકોને ઉંઠા ભણાવવા માટે ન હતા પણ તેમનું જીવન જ જીવતું જાગતું શાસ્ત્ર હતું. જે વાત શાસ્ત્રમાં આવે તે આચરીને બતાવવાનું અદ્ભુત કૌવત તેમનામાં થાપાના ઓપરેશનના દિવસે પણ એકલો મગના પાણી ઉપર આંબેલ કરવું, ગમે તેવી માંદગીમાં પણ ફટ-જયુસ વિ. દ્રવ્યોનું સેવન હરગીજ કરવાનું જ નહિ, ઉપાશ્રયમાં શ્રાવકો દ્વારા સામે લાવેલી ગોચરી કદાપિ વહોરવી નહિ ઉઘાડા માથાવાળી કે અશિષ્ટ વસ્ત્ર પરિધાન કરેલી બહેનોને વાસક્ષેપ નાખવો નહિ લાઇટની પ્રભા વિ. નો ઉપયોગ કદાપિ કરવો નહિ. પ્રતિક્રમણ ' જેવી ક્રિયા માંડલીમાં જ કરવી, સંસક્ત વસતિમાં ગમે તેવા સંયોગોમાં રહેવું નહિ જરૂર પડે કપડાના હાથે બનાવેલા પાટા પગમાં બાંધવો પણ રેડીમેઇડ મોજા વિ. નો ઉપયોગ કરવો નહિ, હિંસક દવાનો ઉપયોગ કરવો નહિ, સ્વજનો સાથે પણ સંસારની વાતો કયારેય ન કરતાં ધર્મચર્ચાઓ જ કરવી ઓઘા હાથે ટાંકવા, પાત્રા હાથે રંગવા, સાધ્વીજી ભગવંતોને પણ કોઇપણ પ્રકારનું કાર્ય ક્યારેય ભળાવવું નહિ, સ્ત્રી, સાધ્વી પરિચયથી હંમેશા છેટા રહેવું, બિનજરૂરી સંગ્રહ ન કરવો, ગૃહસ્થોના ઘરે ઉપધિ વિ. ના ખોખા રાખવા નહિ, સાથે જે વધારાની ઉપધિ હોય તેનું ચૌદશના દિવસે અવશ્ય પ્રતિલેખન કરવું, પેન ચશ્માની ફ્રેમ વિ. વસ્તુઓ પણ સાદી જ વાપરવી, ઘડીયાળ પણ પાસે રાખી રહી, | દોષિત ગોચરીઓ ન વાપરવી-નાના સાધુએ સાધ્વીજીઓને વાંચના ન આપવી, સાધ્વીજીઓને વિહારાદિમાં સાથે ન રાખવા, એકના એક સાધ્વીજીઓ સાથે કાયમ રહેવું નહિ, પુનઃ પુનઃ ચોમાસા કરવા નહિ, સાધ્વી કે બહેનો સાથે નિકટતા કે વધુ પરિચય કેળવવો નહિ, વિહારમાં રસોડા વિ. ન રાખવા, ફોટાઓ ન પડાવવા, એકાંતમાં અલાયદા રૂમમાં બેસવું નહિ, માણસો મજૂરો રાખવા નહિ, તેમની પાસે કામ કરાવવું નહિ. આ બધી શાસ્ત્રની વાતોને તેમણે માત્ર વાતોનો વિષય ન બનાવતા જીવનમાં આચાર અને અમલરુપે સહજ વણી લીધી હતી. ઉત્તરાધ્યયન સત્રમાં એક શ્લોક આવે છે. भयंता अकरेंता य बंधमोक्खपइण्णिणो । वाया वीरियमेत्तेण समस्स–त्ति अप्पयं ।। જેઓ બંધ-મોક્ષની માત્ર મોટી મોટી વાતો જ કરે છે પણ મોક્ષ માટેના આચરાગો કરતા નથી તેવા વાણીવીર સાધકાભાસો પોતાને મોક્ષમાર્ગ અને મોક્ષ મળી ગયાનું આશ્વાસન પોતાની રીતે માની લે છે, પણ આ તેઓની આત્મવંચના અને ઠગારી ભ્રમણા જ છે. સાઘુ પુન્યનો નહી, નિર્જરાનો અર્થહોય. બાહ્ય વાહ-વાહનો નહી, સંયમનો ખપી હોય.” પ૮
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy