SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ | સામાન્ય નિયમ એવો જોવા મળે છે કે ઉંમર વધે તેમ શિથિલતા અને પ્રમાદ પણ વધે, પણ તપસમ્રાટે આ ઉક્તિને ખોટી ઠેરવી હતી. ઉંમર વધતા તેમનું શરીરનું તેજ વધતું હતું, તેમનું તપનું સત્ત્વ વધતું હતું અને તેમનો અપ્રમત્તભાવ પણ કૂદકે ને ભૂસકે વધતો હતો. | નિર્દોષ ગોચરીની કટ્ટરતા હોય તેને ગમે તેવા સંયોગોમાં, ગમે ત્યાંથી નિર્દોષ ગોચરી મળી જ જાય. હા! ન મળે તો ઉપવાસાદિ કરવાની તૈયારી હોય તેને જ આવા ચમત્કારો સર્જાય. સવારના રા / ૩ વાગે ઉઠી નિયમિત પણે જાપસાધનામાં લાગી જતા. એક જ બેઠકે ટેકો દીધા વગર ચારથી પાંચ કલાક અખંડ જાપ કરતાં. શરીર પ્રત્યે કૂણી લાગણી કોને ન હોય ? શરીર જ સૌનું અંતિમપ્રિય છે, તેને પંપાળી રાખવાની વૃતિ સૌને સહજ હોય છે. જ્યારે તપસમ્રાટને શરીરનો રસ-કસ કાઢી લેવામાં અને ખૂડદો બોલાવવામાં જ રસ હતો. | | તપસ્વી ઘણા હોય છે પણ તપની સાથે ત્યાગ અને નિર્દોષચર્યાની કટ્ટરતા આ બે મહાન વિશેષતાઓ આવા કોક વિરલામાં જ હોય છે. તેમણે આયંબિલની સાથે ઉપવાસોની સાધના પણ હોલસેલમાં કરેલી છે. લાંબા આયંબિલતપની વચ્ચે વચ્ચે દિવાળી જેવા પર્વમાં કાયમ ક્ઠ - અટ્ઠમ વિ. ની સાધનાઓ સહજતાથી કરી લેતા, ચાલુ અટ્ટમમાં આઠ-દશ કલાકના વિશિષ્ટ જાપ, ધ્યાન, વિ. કરતાં, વરસાદની હેલીઓ વરસતી હોય ત્યારે આયંબિલના બદલે ચોવિહારા ઉપવાસો કરી લેતા. એકદા જમીનમાંથી પ્રતિમાજી નીકળ્યાના સમાચાર મળતા ખુશાલીમાં અટ્ટમનું પચ્ચક્ખાણ કરી લીધું. કદાચ છેલ્લા વર્ષોના ઇતિહાસમાં આવા તપસ્વી થવા એ વિરલ ઘટના કહેવાય. . લુખ્ખા-સુક્કા આંબેલ કરતા, તેય પરિમિત દ્રવ્યથી, તેમાં ય પૂર્ણ નિર્દોષતા તે ય સમયના પ્રતિબંધ વગર બે ત્રણ ચાર પાંચ વાગી જાય તો ય પરવા નહી. આહાર ઠંડો ઠીકરો ને લાકડા જેવો થઇ જાય તેની કોઇ જ ચિંતા નહિ. | | અમદાવાદ વાસણાથી શંખેશ્વરનો છ'રી પાલિત સંઘ સાહેબજીની નિશ્રામાં હતો. અમે સાથે જ હતા. ૮૫ વર્ષની ઉંમરે રોજ ૧૦-૧૨ કી.મી. પગપાળા ચાલતા ૮ વાગે નિકળતા તો ૨-૩-૪ વાગે પહોંચતા. પહોંચતાની સાથે જ સ્કૂલ,મંદિર વિ.ની પરસાળમાં ઢળી પડતા, અડધો કલાક સુધી ઊઠવાના હોશ-કોશ ન રહેતા... થોડો આરામ કરી ૫ વાગે જૈનેતરોના જાડા રોટલા ખાઇને આયંબિલ કરતા... પાંચ વાગ્યા સુધી પાણીનું ટીપું મોઢામાં નાખતાં નહીં. આવી હતી તેમની શરીર પ્રત્યેની કઠોરતા. | તપ્રેમ સાથે સંયમપ્રેમ પણ ગજબનો, ભોજનની જેમ વસ્ત્ર-પાત્રમાં પણ સાદાઇ રાખવી, પ્રભાવક મહાન જૈનાચાર્ય હોવા છતાં મેલા-ઘેલા વસ્ત્ર પહેરવા, ૧૫ દિવસ પહેલાં કાપ ન કાઢવો, દિવસે લગભગ કયારેય સુવાનું નહિ, કારણવગર ટેકો દઈને બેસવુ નહિ, માત્ર કરતા પૂર્વે પ્યાલો અવશ્ય પૂંજવો, બહેનો-સાધ્વીજી સાથે નીચા નેણે કામ પૂરતી વાતો કરવી, સૂર્યાસ્ત પછી કોઇ પણ બહેનોએ વસતિમાં આવવું નહિ, ભક્તો કે ભક્તાણીઓ બનાવવાની ભૂતાવળમાં પડવું નહિ. કપડા વિ. ની કોઇ ટાપ–ટીપ નહિ, વસ્ત્ર પાત્રાદિનો ઉપયોગ કરી પૂરેપૂરો કસ કાઢવો, આશ્રિતોને પણ સંયમયોગો અને નિર્દોષચર્યામાં પ્રવર્તન કરાવવુ, છાપા વિ. વાંચવા નહિ. પૂંજવા પ્રમાર્જવામાં ઉપયોગવંત રહેવું. જાપ સ્વાધ્યાયમાં લીન રહેવું, નીચે જોઇને ચાલવું વૃદ્ધવયે પણ ડોળી કે સ્ટ્રેચરનો ઉપયોગ ન કરવો, ૯૫ વર્ષની ઉંમર સુધી પણ પગપાળા જ વિહાર કરવો. | સંઘમાંથી પાછા વળતા એક દિવસ જયાં જવાનું હતું તે આખું ગામ મુસલમાનોનું હતું. મને વિચાર આવ્યો કે આજે નિર્દોષ ગોચરી કયાંથી મળશે? સાહેબજી શું કરશે ? રસોડાનું દોષિત વાપરવું જ પડશે... વિ. વિ. પણ સવારના જે આગલા ગામમાંથી વિહાર કરીને આવ્યા હતા તે ગામમાંથી સેવક મુનિ ગોચરી સાથે લઇને આવેલા આ જોઇને મને ઘણું તાજુબ થયેલ. Fpc Pop & Penalen પછ
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy