SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આ કાળના લોખંડી અનુસ૨ણીય મહાપુરૂષ - પ.પૂ. પંન્યાસ ભુવનસુંદરવિજયજી તપ-ત્યાગ અને સુવિશુદ્ધેસંયમનું પાવર હાઉસ પલાયન થયું 1 - પ.પૂ. પં. કનકસુંદરવિજયજી આજે પૂજ્યશ્રી આ જગતમાંથી વિદાય લઇ ચૂક્યા છે ત્યારે પણ શ્રધ્ધાપૂર્વક તેમનું નામ સ્મરણ કરવા માત્રથી અનેક ભવ્ય જીવોના આરાધનાના અંતરાયો ચૂરેચૂરા થઇ જાય છે તો સાક્ષાત્ દેહે જયારે આ સૃષ્ટિ ઉપર વિચરી રહ્યા હતા ત્યારે તો સૌએ જે અનુભવો કર્યા છે તેનું વર્ણન કઇ રીતે થઇ શકે ? તેઓશ્રીની જીવનચર્યા સંયમીઓ માટે ખુબ પ્રેરણાદાયી બનતી, હંમેશા કહેતાં તપ કરવાથી શરીર નિરોગી રહે છે અને સ્મરણશકિત સતેજ બને છે. તેઓશ્રીની દર્શનશુદ્ધિ પાણ ગજબની હતી. એકવાર ભરઉનાળાના સમયમાં લગભગ ૧૧ વાગે પૂજ્યશ્રી અન્ય સ્થાનેથી વિહાર કરી અમદાવાદમાં વિદ્યાશાળાના ઉપાશ્રયમાં પધાર્યા હતાં, ગોચરી આવી ગઇ હતી અને વાપરવાની તૈયારી થઇ ચૂકી હતી ત્યાંતો પૂજ્યશ્રીને યાદ આવ્યું કે કાળુપુર સ્ટેશન પાછળના દેરાસરોમાં દર્શન તો બાકી છે તરત પૂજ્યશ્રી ચાલ્યા પ્રભુને ભેટવા ! અને પ્રભુમિલનની મોંઘેરી પળોમાં સમયનું તો કોઇ બંધન જ ન હોય તેમ બપોરે ૩ વાગે પુનઃ પધારી આયંબિલ કર્યું. વળી એકવાર ૧ કી.મી. દૂર કોઇ દેરાસરમાં સિદ્ધચક્ર પૂજનમાં પધારવા માટે ઉનાળાના દિવસોમાં શ્રાવકો ૧૧ વાગે વિનંતી કરવા આવ્યા ત્યારે ગરમીનો કોઇ વિચાર કર્યા વગર કે અન્યસાધુને મોકલી આપવાને બદલે સ્વયં ૮૬ વર્ષની ઉંમરે ધગધગતા રોડ ઉપર ચાલી પૂજનમાં ગયા અને બપોરે ૧ વાગ્યા બાદ પાછા ફરી આયંબિલ કરેલ. આવાતો અનેકવિધ પ્રસંગો પૂજ્યશ્રીના જીવનના છે. કેટલા લખવા? પ્રાંતે તેઓશ્રીની પાવનીયનિશ્રામાં મારે ભગવતીસૂત્રના યોગોહનનો અવસર અને પદવી થવા પામેલ અને ૧00 મી ઓળીના પારણા બાદ ઓળી કરવામાં આવેલ વિદનો પૂજ્યશ્રીના વાસક્ષેપના પ્રભાવે જ દૂર થવા પામ્યા હતા. આવા અનેક ભવ્ય જીવોની આરાધનાના પાવરહાઉસ સમાન પૂજ્યશ્રીના ચરણોમાં નમસ્તકે કોટી કોટી વંદના... | પ્રાતઃસ્મરણીય, આ કાળના લોખંડી અનુસરણીય મહાપુરુષ, મહાન શાસનપ્રભાવક, ભિષ્મતપસ્વી, અદભુત મનોબળના ધારક, બહારથી કડક અંદરથી મીઠા ટોપરા જેવા, વચનસિદ્ધ મહાત્મા પરમશ્રય મહાનનાચાર્ય સ્વર્ગીય શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા સાહેબના ગુણગાગને લખતા રોમાંચિત બની રહ્યો છું. મારે તેઓશ્રીનો છેલ્લા ૧૫-૨૦ વર્ષથી ઘણો જ નજીકથી પરિચય હતો. મારા જીવનના અલગ અલગ દિવસો મળી હું પૂજ્યશ્રીની સાથે લગભગ ૬૦ જેટલા દિવસો રહ્યો હોઇશ, પહેલા મેં તેમની કડકાઇ અસહિષ્ણુતાની વાત સાંભળી હતી. તેથી તેમની પાસે રહેવાનો ડર લાગતો હતો. પણ પછી મન મક્કમ કરીને પૂજ્યગુરુદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની ખાસ આજ્ઞા મેળવીને હું પૂજ્યશ્રી સાથે ઘણા દિવસો અમદવાદમાં રહ્યો. છુટો છૂટો પરિચય પણ ઘણો જ થયો. | તેમના પરિચયમાં આવતા જે પ્રસંગો-વાતો-વિચારો મેં જાણ્યા - અનુભવ્યા છે... તે ખુબ જ પ્રામાણિકતાથી મેં અહીં પૂજ્યશ્રીની ભક્તિરૂપે ઉલ્લાસથી લખ્યા છે. ' (૧) એકવાર અમદવાદમાં શુભનક્ષત્ર-મુહૂત પ્રમાણે પૂજ્યશ્રીએ બળબળતા તાપમાં બપોરે ૧૧ વાગે વિહાર કર્યો. બળતા પગે ને પરિષહ સહતાં દોઢ કલાકે ઉપાશ્રયે પધાર્યા. પૂજ્યશ્રીએ પ્રસન્નતાથી બપોરે ત્રણ વાગે આયંબિલ કર્યું... આવું તો ઘણીવાર બન્યું છે. પૂજ્યશ્રીની સહિષ્ણુતા-તપની તિતિક્ષા-પૈર્ય પર હું તો ઓવારી જ ગયો. ધન ધન શાસન મંડન મુનિવરા.. (ર)એકવાર પૂજ્યશ્રી સાથે અમે સાંજે વિહાર કર્યો, અમદાવાદ પાલડી વિસ્તારના કોઇ ઉપાશ્રયમાં આવ્યા, ત્યાં ખબર પડી કે ઉપાશ્રય નીચે-ઉપર છે. અને નીચાના ભાગમાં સાધ્વીજી મહારાજે બિરાજમાન છે. પછી તો પૂજ્યશ્રીને ટ્રસ્ટીઓએ ઘણાં મનાવ્યા-વિનવ્યા, રાતપડી ગઇ હતી, અંધારું થઇ ગયેલુ છતાં ત્યાંથી વિહાર કરી, એક-દોઢ કિલોમીટર આગળના ઉપાશ્રયે આવી રોકાયા. સાધ્વીજી ઉતર્યા હોય તે ઉપાશ્રયમાં ઉપર-નીચે સાધુથી ન રહેવાય, આવી પૂજ્યશ્રીની સંયમચુસ્તતા જોઇને મને પૂજ્યશ્રી પર અપાર માનની લાગણી થઇ. પૂજ્યશ્રી જૈફ ઉમરના હતા છતાં આશ્રિતોની કાળજી માટે અને ખોટું દષ્ટાંત ન બને તે માટે ખુબ સુંદર કાળજી રાખતા. ધન્ય છે પૂજ્યશ્રીના બ્રહ્મચર્યની નવવાડના પ્રેમને.
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy