SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મક્કમ મનના માનવી ! - પ.પૂ.આ. હેમરત્નસૂરિ.મ.સા. પરમ આરાધ્ય પૂજ્યપાદ તપોમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા ધ્રાંગધ્રામાં બિરાજતા હતા. વિક્રમ સંવત ૨૦૪૪ ની સાલ હતી. ફાગણ માસનાં દિવસો હતા. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજાએ અમદાવાદ મુકામે સ્નેહમિલનનાં પડઘમ ૧૫ પૈસાનાં પોસ્ટકાર્ડો દ્વારા વગડાવી દીધા હતા. પૂજ્યશ્રી આ સંમેલનમાં પધારશે કે કેમ તે માટે બધાને ચિંતા હતી. માટે સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા જઇને મારે તેઓશ્રીને સમજાવવાના હતા. પદયાત્રાને બદલે સ્ટ્રેચરમાં ઉચકીને જલ્દીથી લઇ આવવાનાં હતા. અમે સુરેન્દ્રનગરથી વિહાર કરીને ધ્રાંગધા પહોંચ્યા. તેઓશ્રી સાથે કલાકેક બેસવાનું થયું પછી છેવટે વિહારનું નક્કી થયું. તેઓ માળ્યા તો ખરા પણ ટ્રેરામાં બેસવાળી તો સાફ ના પાડી દીધી, દીર્ઘ સમયનો આયંબિલો ભીષ્મતપ, વોવૃધ્ધ ઉમર આ બધુ જોતાં પદયાત્રા ડરીતે તો પહોંચવાનું મુશ્કેલ જણાતું હતુ. એમ બધા મુર્તિઓ જાતે ખંભા ઉપર ટ્રેયા ઉપાડી લેવાતી તૈયારી દર્શાવી તૉય તેખોથી ન માન્યા. છેવટે અમારી વિહાર વત્રા અમદાવાદ ભણી આવી રહી હતી. શ્રાવકોનો આગ્રહ હતો કે ભલે સાહેબ સ્ટ્રેચરમાં બેસે પણ સ્ટ્રેયર તો રાખો જ. અને સ્ટ્રેચર સાથે રાખ્યું. અમુક યુવકો Jain Education International પણ વિહારમાં સાથે રહ્યા. ગોઠવણ ઍવી કરી હતી કે ટ્રેચર વિહારમાં કે મકાનમાં ક્યાંય પૂજ્યશ્રીની નજરમાં ન આવવું જોઈએ. જો નજરમાં આવી જાય તો બાજી બગડી જાય. કાં તો પૂજ્યશ્રી વિહાર જ રોડી દે! ડાં તો સ્ટ્રેચા વાળાને ભગાડી મુકે ! બંનેમાંથી એકેય પરવડે તેમ ન હતું. એટલે સંતાતાં સંતાતાં છેક પાટડી સુધી પહોંચી ગયા હતા. પછી એકાએક સ્ટ્રેચર તેઓશ્રીની નજરમાં આવી ગયું તેમણે વિહાર જ રૉડી દીધો. અમારે રોકાઇ જવુ પડ્યું. શ્રાવકોને સ્ટ્રેચર લઇને અમદાવાદ રવાના કરી દેવા પડ્યા. ત્યારબાદ તેઓશ્રીને શાંતિ થઇ અને આગળ વિહારયાત્રા શરુ થઇ. તેઓશ્રીનું મનોબળ અજીબોગરીબ હતું. ધારેલા સમયે તેઓશ્રી અમદાવાદ પધારી ગયા. અને મુનિઓન સ્નેહસંમેલનમાં તેઓશ્રી ઉપસ્થિત રહ્યા. ચારેકોરથી પૂછ્યો પધારી રહ્યા હતા. જોવા જેવો એ મેળાવડો હતો, પંકજ સોસાયટીનાં આંગણે જાણે માનસરોવરનાં હંસલાઓનાં વૃંદો ઉમટી પડ્યા હોય એવો માહોલ હતો. For Private & Person Only આ સંમેલનમાં અમારા સૌના મનમાં હતુ કે કોઇપણ રીતે સકલ શ્રીસંઘની એકતાનું સર્જન થાય અને પૂજ્યશ્રીનો ભીષ્મ સંકલ્પ પૂરો થાય. જો એમ થાય તો જ તેઓશ્રીનાં દીર્ધ તપનું પારણું થાય ! શાસનદેવોની સહાય થઇ, આ સંમેલન સફળ રહ્યું, પૂજ્યશ્રીનાં તપના પારણા થયા માંડલીઆકારે અમે તપાગચ્છનાં સેંકડો મુનિઓ ગોઠવાઇ ગયા હતા. અને પૂજ્યશ્રી સ્વયં સહુને વપરાવવા માટે ભર્યું ભિક્ષાપાત્ર હાથમાં લઇને ફરી રહ્યા હતા. તે દશ્યને જેણે જોયું હશે, માણ્યું હશે, મમરાવ્યું હશે તે સહુને ધન્ય છે. ૧૫૦૦ તાપસોને ગૌતમ સ્વામી ખીરનાં પારણા કરાવતાં હોય એવો સંજોગ એ વેળાએ સર્જાયો હતો. ધન્ય ઘડી! ધન્ય વેળા ! પારણા થયા પછી પણ એકાદ માસ માટે યોગોદાહન ચાલતા હોવાથી તેઓશ્રીની સાથે જ રોકાવાનું થયું. તે દરમ્યાન ઘણા ઘણા અનુભવો તેઓશ્રીનાં અંતરંગ જીવનનાં નજરે જોવા-જાણવા મલ્યા. અંતમાં ખરેખર એમ કહવાનું મન થાય કે વિશ્વમાં ઘણા બધા કાયબલી અને ઘણા બધા વાક્બલીઓને જોયા છે, પણ આ સંત જેવા કોઇ મનોબલીને આજ સુધીમાં કયારેય કર્યાંય જોયા નથી. ક www.jinelibcary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy