SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫૮ નું ચોમાસું મેમનગર: પ્રવેશ હતો અષાઢ સુદ- ૧૩. પ્રવેરા મુહૂર્ત સવારે ૧૧ વાગ્યે હતો. સુદ- ૧૧ - ૧૨ - ૧૩ ધોધમાર વરસાદ હતો. સવારે ૯.૩૦-૧૦ સુધી તો અશક્ય લાગતું. પણ પ્રવેશ વખતે વરસાદ બંધ થઇ ગયો અને પ્રવેશ સુખપૂર્વક થયો. જેવો પ્રવેશ થયો કે તરત જ વરસાદ શરૂ થઇ ગયો. આયંબિલનું સાધન થોડું વધતું હતું મને પ્રમાદ થઇ ગયો, ધ્યાન ન આપ્યું, પૂજ્ય ગુરુદેવ તે વાપરી ગયા તરપણી પણ ધોઇ નાંખી કેવી નાના પ્રત્યે સહાયકવૃતિ, કેવી લધુતા.... ! પૂજ્યશ્રીની ઇચ્છા-આજ્ઞા અને આશીર્વાદથી જે કોઇ અઘરું કાર્ય લાગતું હોય તે નિર્વિઘ્ને સવાયુ જ થાય તેવો ઘણી વખત ઘણાને અનુભવ થયો. પર્યુષણના બધા જ વ્યાખ્યાનો અને શ્રી બારસસૂત્ર સહિત જાતે જ વાંચે અને સંઘની ચૈત્યપરિપાટી જો બારસાવાંચન પછી હોય તો અલ્પ સંખ્યા સાથે પણ બાજુના એકાદ દેરાસરે જઇને પણચૈત્યપરિપાટીનું કર્તવ્ય બજાવે. સં. ૨૦૫૭ ની શરૂઆતથી શ્રી આચારાંગસૂત્ર મૂળનો સતત સ્વાધ્યાય કરતા હોવાથી મને પણ તે સ્વાધ્યાય કરવાની ટેવ પડેલી. સં. ૨૦૬૭ માગસર સુદ - ૧ : અમદાવાદના ઓપેરા ઉપાશ્રયમાં ભીખુભાઇ ચોક્સીને ભાવના થઇ અને બેતાલીસ જ્ઞાતીના આગેવાનો પૂ. ગુરુદેવ અને બીજા પણ સંયમીઓની અનુમોદના માટે બહુમાન – ગુણાનુવાદ કરવા ઇચ્છતા હતા. પૂજ્યશ્રીએના પાડી તેથી તેઓએ સામુહિક આયંબિલ – પૂજા – વ્યાખ્યાન આદિનું આયોજન કર્યુ. પૂજ્યશ્રી પૂજામાં દર્શન કરી આવ્યા. શ્રેણિકભાઇ શેઠ આદિએ ખૂબ વિનંતી કરતા વ્યાખ્યાન આપ્યું પણ ગુણાનુવાદ - પરિચય આદિ પહેલા પૂજ્યશ્રી નીચે આવી ગયા કેવી હશે નિઃસ્પૃહતા...! મા. સુ – ૪ ઓપેરાથી ગોદાવરી જવાનુ હતું. પણ પ.પૂ. સંઘસ્થવિર ૯૯ વર્ષ ઉંમરના આચાર્ય ભગવંત શ્રી ભદ્રંકરસૂરિ મ.સા. જેઓ પગથીયાના ઉપાશ્રયે બિરાજમાન હતા. તેમની તબિયત નાજુક છે એવા સમાચાર પૂ. પંન્યાસ શ્રી નરરત્ન વિ. મ.સા. પાસેથી મળતા તેઓ તરત જ રાહેરમાં ગયા રાત્રિ રોકાણ કર્યુ. વંદન – સુખશાતા પૂછી, સારું હતુ તેથી ખાનપુર આવી વાસણા આવ્યા. છઠ્ઠના વહેલી સવારે કાળધર્મ પામ્યાના સમાચાર મળ્યો. મારા શ્રી ઉતરાધ્યયન સૂત્ર અને આચારંગ સૂત્રના જોગ એમની પાસે થયા હતા સાથે ઘણું રહેવાનું થયેલ. મને ઉડો ધ્રાસકો પડ્યો પૂજ્યશ્રીએ હિતશિક્ષા આપતા કહ્યું, “ બધાની એ જ સ્થિતિ છે. માટે સમયનો પણ પ્રમાદ ન કરવો. ક્યારેય અશુભ વિચાર આવી જાય તો મિચ્છા મિ દુક્કડમ્ આપી શુભમાં લાગી જવું તેમાં પણ સૂત્રો આગમ આદિના સ્વાધ્યાય-ચિંતનથી વધારે નિર્જરા થાય. શરીરને પંપાળ્યા ન કરવું. કંઇક પરાક્રમ કરીએ તો આત્માની શકિત બહાર આવે “. એ રીતે મનને સમાધાન આપ્યું. સં. ૨૦૫૭ પ્રાય : પોષ સુદ -૪ ના આચાર્ય શ્રી ગુણરત્નસૂરિ. મ.સા. શિષ્ય પરિવાર સાથે પધારેલ, હિતશિક્ષા માટે વિનંતી કરતા કહ્યું. “ આત્માની શકિત અનંતી છે. સુખ બહાર શોધવાનું નથી આત્મામાં જ છે. માત્ર ઢાંકેલી શકિતને ઉઘાડવાનો ઉદ્યમ કરવાનો છે.’ અમદાવાદથી નીકળ્યા ત્યારે મને ‘ શ્રી રશત્રુંજ્યમાહાત્મ્ય ’ વાંચવાનું શરૂ કરાવેલ તેમની કૃપાથી પૂર્ણ થયું. હજુ હોસ્પિટલમાં જ હતા ત્યાં, ‘‘ શ્રી ઉપમિતિભવપ્રપંચા – પ્રવચનસારોદ્વાર’’ શરૂ કરાવ્યું, તે પણ પાલીતાણા જ પુરું કરાવ્યું આટલી ઉંમરે સ્વાધ્યાય કરવા – કરાવવાની તાલાવેલી અજબ પ્રકારની હતી. સિધ્ધગિરિમાં ઓપરેશન પછી ‘ જીવા – પ્રતાપ’ ના બંગલે રહેવાનું થયું. ત્યાં વંદન માટે અંજારથી ‘ અનીલ’ આવ્યો. ધરતીકંપ વખતે દેરાસરમાં ૨૦ જણા પૂજા કરતા હતા, ધરતીકંપ આવતા બધા રંગમંડપમાં આવ્યા. અનીલે સંકલ્પ કર્યો કે જો બચું તો દીક્ષા લઉં. તે નીકળી બાજુમાં ઉપાશ્રયમાં આવ્યો. દેરાસર પડ્યું ૧૯ ગુજરી ગયા. ઉપાશ્રય પણ પડ્યો પણ તે જેટલા ભાગમાં હતો તે ભાગ બચી ગયો. પણ હવે તેના માતા-પિતા સંયમની અનુમતિ આપતા ન હતા. તેણે પૂજ્યશ્રી પાસે સિદ્ધગિરિ સમક્ષ આજીવન ચોયુવ્રત બ્રહ્મચર્ય ઉચ્ચયું. સિધ્ધગિરિમાં સ્થિરતા દરમ્યાન પૂજ્યશ્રીની બેકઠ પણ એવી જ ગોઠવાય કે ત્યાંથી સતત - સીધા જ ગિરિરાજના દર્શન થાય. ડોળીમાં બેસવાની બિલકુલ ભાવના નહી તેથી હવે અહીં જ સ્થિરવાસ થાય તેવી શક્યતા લાગી. પણ ઉંડે – ઉંડે થી ગિરનારજી કે જે તીર્થ પણ એમને અતિપ્રિય. જયાં તપશ્ચર્યા સાથે સેંડકો જાત્રા કરેલ, કલાકો સુધી શ્રી નેમિનાથદાદાનું ધ્યાન કરતાં અને તીર્થાધિપતિ શ્રી નેમિનાથજી દાદાની દીક્ષા અને કૈવલજ્ઞાનની ભૂમિ, સહસાવનનો જેમણે ઉદ્ધાર કરાવ્યો, જયાં ભવ્ય ચૌમુખજી – સમવસરણ દેરાસર થયું તેને એક વખત સ્પર્શવાની ભાવના હતી પણ એ કેમ બને!
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy