SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ TET ૨૦૪૭ અમદાવાદ: અતુલભાઇની (મુનિ હિતરુચિ વિ.મ.સા.) અતિ આગ્રહભરી વિનંતીથી એમની દીક્ષા ઉપર ગયા. દીક્ષા બાદ ૭-૮ વર્ષ અમદાવાદ રહેવાનું થયું. પણ સંયમમાં દૂષણ ન લાગે, સ્થડિલ- માત્રાની નિદોર્ષ જગ્યા મળે - વસ્તી પણ સંસક્ત ન હોય ત્યાં જ વાસ કરે, જયાં પણ વસે ત્યાં સંઘની ઉન્નતિ થયા વગર ન રહે. તેમનું વાત્સલ્ય એવું કે નાના બાળકો પણ પૂજ્યશ્રીનો વાસક્ષેપ નખાવ્યા વગર ન રહે. જાપ કે કામમાં હોય તો. પણ નાના બાળક પગ-પીઠ માથુ દબાવ્યા જ કરે, કોઇ સંકોચ - બીક પ્રતિબંધ નહીં. પૂજ્યશ્રીવાસક્ષેપનાખે પછી જ જાય. પચ્ચખાણ ના પ્રાણ : તેમના પચ્ચકખાણ – તેનો સમય અને આશિર્વાદથી અનેકોના તપના અંતરાયો તૂટતા. કોઇ દિવસ કંઇ તપ ન કરનાર પણ પૂજ્યશ્રીને પામી ભયંકર વ્યસનથી મુકત બની તપમાં અને ધીમે-ધીમે બધી ધર્મક્રિયામાં લાગી જતા. | મારી દીક્ષા પહેલાની વાત છે. પૂજ્યશ્રી વ્યસનીઓને આ વાત કરતા એ સાંભળેલ. પૂજ્યશ્રી જેસલમેર તરફ યાત્રાએ ગયેલા ત્યારે ફલૌદિ તરફના એક ભાગ્યશાળી પદયાત્રામાં સાથે હતા. વારંવાર પ્રેરણાછતાં તપ ન કરે. પૂછે તો કહે કે '' બાપજી હું મરી જઇશ'' ખબર પડી કે તેને ચલમમાં ભાંગનું વ્યસન હતું. તે પછી પૂજ્યશ્રીના પચ્ચખાણથી વ્યસન છૂટી ગયું. પછી તો એકાંતર ઉપવાસથી વર્ષીતપ, છઠ્ઠથી, અટ્ટમથી અરે..! અઠ્ઠાઇથી. વર્ષીતપ ક્ય. સુપુત્રરળ, શાસનળ, નસ્પળને સમાવદાન : પૂજ્ય નરરત્નસૂરિ મ. સા.ને બાહ્ય-અત્યંતર ઉપચારથી અદ્ભુત સમાધિ અપાવી, ઘણાને એમ હતું કે બધી ઝીણી-ઝીણી બાબતોનો પૂરો ખ્યાલ રાખનાર પૂર્ણ સમર્પિત – વફાદાર - પૂર્ણ સહાયક એવા નાના આચાર્ય ભગવંત સ્વર્ગવાસી થતા પૂજ્યશ્રીને ઘણો આઘાત લાગશે. પણ મહાન પુરૂષને કોણ ઓળખી શકે ? તેમની આરાધના અવિરતપણે ચાલ્યા કરી. ફક્ત મોક્ષની જ એક લગન હતી. અલિતભાવે પ્રસંગના જ્ઞાતા-દષ્ટ બની રહ્યા. સં. ૨૦૧૫. માણેકપુર : સ્વવતન માણેકપુરમાં ઐતિહાસિક ચાતુર્માસુ ત્યાં ચોમાસા દરમ્યાન ઘણા ઇતર લોકોએ પણ વર્ધમાનતપ આયંબિલનો પાયો આદિ તપ કર્યા. ત્યાંથી તારં ગાજજીનો છ'રી પાલિત સંઘ નીકળ્યો. તેમાં મોટાભાગના અજૈન ભાઇબહેનો હતા. પૂજ્ય ગુરુદેવની. ઉમર પ્રાયઃ ૯૪ વર્ષ સતત ૧૭ વર્ષથી આયંબિલ તેમાં સંઘ સાથે રોજના ૭ કિ.મી. વિહાર, જે પ્રાયઃ સવારે ૮ વાગ્યા પછી થાય. પગપાળા તારે ગા શ્રી અજીતનાથભગવાનને ભેટી અપૂર્વ આનંદ માણ્યો, છતાં ધરાયા નહી એક વખત સવારનો ટાઇમ હતો. પૂજ્ય મુનિરાજ શ્રી હેમવદ્ધવવિજયજી મ.સા. અંડિલ માટે બહાર ગયેલ. મને પૂજ્યશ્રીએ કહ્યું કે સિદ્ધશિલાકોટીરિલા જવું છે. ત્યાં આપણા પ્રાચીન-ઐતિહાસિક પગલાં છે. પગથિયા નથી, જુવાનને પણ ખૂબ કપરું ચઢાણ છે. આ ઉમરે કેવી રીતે ચઢાય ? પણ મન ખૂબ જ મક્કમ, હું હજુ પૂજ્ય મુનિરાજ શ્રી હેમવલ્લભવિજયજી મ.સા. ની રાહ જોઉં ત્યાં તો પૂજ્યશ્રી કાંડો લેવા ઉઠ્યા. હું પણ ગભરાતો સાથે ગયો ચઢવાનું શરૂ કર્યું, ત્યાં તો પૂજ્ય મુનિરાજ શ્રી. હેમવલ્લભવિજયજી મ. સા. પણ પહોંચી આવ્યા. ભારે કપરું ચઢાણ પણ ચઢી ગયા. અમને બંનેને તેનું મહત્વ સમજાવ્યું બંનેને ત્યાં સંપૂર્ણ અંગ શિલાને સ્પ તે રીતે સુતા-સુતા સિદ્ધભગવંતના ધ્યાનપૂર્વક કાઉસ્સગ્ન કરાવ્યા. કેવી સમ્યગ્દર્શનની તાલાવેલી. ! નમ્રતાના ભંડાર : પૂજ્ય આચાર્યદેવ શ્રી ભદ્રકરસૂરિ મ.સા. ને વંદના કરવા વિદ્યાશાળા ગયા. પૂજ્યશ્રીને હિતશિક્ષા આપવા વિનંતી કરી પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, '' સુખનો રાગ અને દુઃખનો દ્વેષ છોડો,'' પોતે આટલાં જ્ઞાની છતા વડીલો પાસે હિતશિક્ષા માગે કેવો ભાવ ! કેવી નમ્રતા ! એમની પાસે વાસક્ષેપ પણ નંખાવતા. બંને સંયમી – ખાખી મહાત્માઓમાં અરસ-પરસનું અજબનું સામ્ય હતું. Jan E ૨૪ canon internaconal
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy