SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સાહેબના ખોળામાં બાળશ્રાવક એજ અમારો પ્રયોદય ઉષાબેન સી. શાહ (વાસણા) આજે રોજ સવારે નવકારના ઉપાશ્રય સામે જોતા કે ત્યાંથી નિકળતા એક નિસાસો નીકળી જાય છે. નવકારમાં સાહેબજીએ અનેક ચોમાસો કર્યા. આ દશકામાં અમને લાગે છે કે ઉપાશ્રય જીવંત બની ગયો છે. આખો દિવસ શ્રાવકોની અવર-જવર રહે. આજે પણ એ બાજુથી નીકળીએ ત્યારે જાણે નવકારવાળી ગણતા હોય, કાંતો પુસ્તક વાંચતા હોય એવો ભાસ થાય. મારા જીવનમાં ન ભૂલાય તેવો પ્રસંગ બની ગયો. મારી દિકરીના બાબાને દોઢ મહિનાનો લઇને અમે દેરાસર ગયા, બાબાને પૂજા કરાવીને અમે તેને સાહેબજી પાસે લઇ ગયા. અમારા મનમાં સાહેબજી માટે પહેલેથી જે ડર ખરો, પણ તેમની આંખોમાં વાત્સલ્ય છલોછલ દેખાય, ડર એટલા માટે કે તેઓ શ્રાવિકાને ઉપાશ્રયમાં ખુલ્લા માથે આવવાની ના પાડતા અને વાસક્ષેપ પણ ન નાંખતા, પણ સવારનો ૧૦વાગ્યાનો સમય હતો. ઉપાશ્રયમાં ૨૦ થી ૨૫ શ્રાવકો હતા. અમે મા-દિકરીએ હિંમત કરી અને ઉપાશ્રયમાં ગયો. સાહેબજીને વંદન કરીને અમે બહાર નીકળતા હતા, ત્યારે પૂ. ધર્મબોધિ વિ. મ.સા.એ અમને પાછા બોલાવ્યા. દિકરીને પૂછ્યું "આ તારો બાબો છે?" દિકરીએ હા પાડી. મ.સાહેબે પૂછયું "આ પહેલો બાબો છે કે બીજો ?" દિકરીએ કહ્યું બીજો બાબો છે. મિત નામ પાડ્યું છે. પૂ. મહારાજ સાહેબ બોલ્યા "આ બાબાને તારે અમને વહોરાવી દેવો છે?" એક ક્ષણ માટે તો અમે મા-દિકરી સ્તબ્ધ થઇ ગયા. શું બોલવુ? | દિકરીએ હિંમત કરીને તુરત જ હા પાડી, મને મુંઝવણ થઇ ગઇ, પણ ધર્મબોધિ મ.સા. અમને સાહેબજી પાસે લઇ ગયા. તેમણે સાહેબજીને બધી વાત કરી. અમારા માટે તો કદી ન અનુભવાય તેવો ચમત્કાર થયો. સાહેબજીએ એકદમમિત સામે જોયુંને પલાઠીવાળી, હસમુખાઇ કાળીદાસ પણ હાજર હતા. સાહેબજીએ તેમને કહ્યું કે "આ બાબાને મારા ખોળામાં મૂકો." ત્યાં ઉભેલા બધાજ શ્રાવકો નવાઇ પામ્યા કે આ શું છે ? સાહેબજીએ જોયું ? અને તુરત જ હસમુખભાઇએ બાબાને સાહેબના ખોળામાં મૂક્યો. સાહેબજીએ બાબાના પગથી માથા સુધી વાસક્ષેપ છાંટયો. અમે આ બધુ સ્વપ્નમાં જોતા હોય તેમજોઇ રહ્યા. બાબો હસમુખભાઇએ દિકરીને પાછો આપ્યો. સાહેબજીએ મને અને દિકરીને બાધા કરાવી કે "આ બાળક ભવિષ્યમાં દીક્ષા માર્ગે જાય તો તમારે બંને એ ના ન પાડવી," અમે બંનેએ બાધા લીધી. દિકરી હર્ષમાં રડી પડી અને બોલવા લાગી કે મેં શ્રાવકને પૂછ્યું નથી પણ મારા ભાગ્ય ઉત્તમછે. ત્યાં રહેલા બધા શ્રાવકોએ સંભવનાથ દાદાની જય બોલાવી. ઉપાશ્રય ગુંજી ઉઠ્યો. અમે પણ અમારા પુણ્યોદય પર ખુશ થતા ઘેર ગયા. સાહેબના આશીર્વાદ વાસણા સંઘ પર નિરંતર હતા. તેમણે વાસણા સંઘમાંથી વિહાર કર્યો ને જાણે ધર્મમાં પણ ધરતીકંપ આવ્યો. આશીર્વાદથી ૧00 ઓળી | હસમુખભાઇ સંપતભાઇ (જામનગર) પૂ. આચાર્યભગવંતનો મહાન ઉપકાર એ જ કે મારા પિતાશ્રી સંપતભાઇ વર્ધમાનતપની ૧OOઓળી પૂરી કરી શક્યા તે તેમના અંતર આશીષથી જ . ક્યારે ઓળી ઉપાડવી અને ક્યારે પારણું આવે, ફરી ક્યારે ઉપાડવી તેના બધા જ મુહૂર્ત પૂજ્યશ્રીએ આપીને બાપુજીની આ ઉંમરે મોટી ઓળીઓ પાર પાડી હતી. - સાહેબજીની અદેશ્ય ભાવના અને સહાયથી જામનગરમાં વર્ષોથી જેટલા પાયા નંખાય તેમને યાત્રા કરાવવાનો લાભ મળે છે. આજ સુધી ૬૫૦થી વધુ ભાવિકોએ પાયા નાંખ્યા છે. શ્રી ગિરનારતીર્થની પરિક્રમાનો એક મહાન લાભ અમને મળ્યો, જેના મૂળમાં પૂજયશ્રીનો ઉપકાર છે. ૧૫૪ Jal Education
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy