SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જૂનાગઢ પહોંચી ગયા. મહારાજશ્રીનાં અંતિમદર્શન કરીને અમને ખૂબ દુ:ખ થયું. અમારા માટે મહારાજશ્રીએ કેટલી લાગણી બતાવી હતી. ૯૪ વર્ષની જૈફ વયે પણ પગે ચાલીને તારંગા-શંખેશ્વર-પાલીતાણાની યાત્રા પૂરી કરી. ખરેખર, એમને ધન્ય છે. | મારો પુત્ર અપંગ હતો. તેને સાહેબજી અત્યંત પ્રેમથી વાસક્ષેપ નાંખતા, તેથી તેના આત્માને ખૂબ શાંતિ થતી. તે પુત્ર પાંચ વર્ષે સ્વર્ગવાસી થયો. ૨૦૫૯ના કારતક સુદ ૧૪ ના રોજ પહેલી સાલગિરીની ધ્વજાનો વાસક્ષેપ નંખાવવા માટે જૂનાગઢ ગયા. સાહેબની તબિયત તે વખતે ખૂબ જ નરમહતી. ડોક્ટરે બેસવાની મનાઇ કરી હતી. છેલ્લા ૨ મહિનાથી તે કોઇને વાસક્ષેપ પણ નાખતા નહોતા, પરંતુ ગારિયાધાર સંઘના ભાઇઓના આગમનની જાણ થતાં પોતે બેઠા થઇ ગયા અને ધ્વજા પર સારી રીતે વાસક્ષેપનાંખી આપ્યો. આવા ગુરુભગવંતનું સ્મરણ હવે કદી ભૂલાશે નહી. પોતાના વચનમાં અડગ રહેનાર આવા ગુરુભગવંતના દર્શન મહાભાગ્યશાળી જ પામી શકે. ગારિયાધારના ગુq૨ પ્રાણલાલ શાહ (ગારિયાધાર) પ.પૂ. આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. સંવત ૨૦૩૭માં શેયકાળમાં અમારા ગારિયાધાર શ્રી સંઘમાં વ્યાખ્યાન આપતા હતા. સંઘના ભાઇઓએ ગુરુમહારાજને ચાતુર્માસની વિનંતી કરી. ગુરુમહારાજે કહ્યું કે આ ગામમાં અમે ત્રીસેક વર્ષ પૂર્વે ચાતુર્માસ માટે આવેલ પરંતુ અગવડતાના કારણે ચાતુર્માસ કર્યા વગર જવું પડેલ એટલે સંઘનું વ્હેણું અમારા માથે છે તે પુરું કરવાની ભાવના છે, પણ પછી ઘણાં પ્રયત્નો કરવા છતાં કોઇ મેળ પડ્યો નહી. અમે સતત પ્રયત્ન કરતા રહ્યા. એમાં ૨૦૪૦માં ગુરુમહારાજ જુનાગઢ પધારેલ હતા. ત્યાં હું વિનંતી કરવા ગયો. હું વંદન કરીને સાહેબ પાસે બેઠો. સાહેબે પૂછવું કેમઆવવાનું થયું? મેં કહ્યું અમારા સંઘમાં આપનું ચાતુર્માસ બાકી છે તે યાદ અપાવવા આવ્યો છું. સાહેબે કહ્યું કે ‘જાવ સંઘમાં અમારા આવવાની જાણ કરજો, અમે આવીશું.’ સાહેબના આદેશથી જય બોલાવી. ૨૦૪૦નું ચાતુર્માસ અત્રે થયું. સંઘને સાહેબના વ્યાખ્યાન શ્રવણનો લાભ મળ્યો. સોસાયટીમાં ઘર દેરાસરના બીજ રોપાયા. તેમાંથી ૨૦૫૭માં સાહેબે આપેલ મુહુર્ત પ્રમાણે ભૂમિપૂજન થયું. દેરાસર, ઉપાશ્રય નવેસરથી નિર્માણ થયું. સં. ૨૦૧૮ના કારતક વદ ૨ ના સાહેબને હસ્તે દેરાસરની પ્રતિષ્ઠા થઇ. જેમાં વાસણામાં ગુરુમહારાજે અંજન કરેલ લાલ વર્ણનાં અજાહરા પાર્શ્વનાથની મૂળનાયક તરીકે સ્થાપના કરવામાં આવી હતી. પોતાના વચન પર અડગ રહેનાર આ ગુરુદેવનો અમારા સંઘ ઉપર જે ઉપકાર છે તે કદી ભૂલાય તેમનથી. પરમકૃપાળુ સગુરુ હરીભાઇ (અગતરાઇ) પૂજ્ય તપસ્વી ગુરુદેવ વિહાર કરતા પધાર્યા. અમારા આંગણાને પાવન કરી આગળ પધાર્યા ત્યાં અમે ગયા. નાનકડી જગ્યા પણ સાહેબજી જરાપણ અકળાયા વિના પૂરી પ્રસન્નતાથી રહ્યા. એક વખત એક સ્થાને રૂમમાં બાંકડા પડ્યા હતા. કોઇને કહ્યા વિના સાહેબજી – મહાત્માઓ સાથે તે બાકડા એક બાજુ કરીને કાજો લઇ આસન પાથરીને બેઠા. જૂનાગઢથી પાલીતાણા પદયાત્રા સંઘ હતો. સંઘમાં ૬૦ની સંખ્યા હતી. એકાસણા ફરજીયાત હતા. પણ સાહેબજીએ કૃપાદૃષ્ટિથી સૂચના કરી કે નવા અને નાના આરાધકોને પૂછીને વસ્તુ બનાવીને ભક્તિ કરવી. સવારનું પ્રતિક્રમણ સાથે થાય, અમે થોડા મોડા જઇએ તો પણ સાહેબજી એકદમશાંતિથી બેસી રહે અને નવકારવાળી ગણે. બધા ભેગા થઇ જઇએ પછી જ પ્રતિક્રમણ ચાલુ કરે, બસ, એક જ ભાવના કે સાધુ કોઇને ભાર રૂપ ન હોય સાધુ હંમેશા સહાયક હોય. ધન્ય છે કૃપાળુ ગુરુદેવને.. . ૧૫] www.jainelibrary.org K
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy