SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ of ભલાણો...... 6ી વિસરાશે.... 1 - પ.પૂ. મુનિ દેવરત્નસાગર મ.સા. જૈતાનું નાd1 લેતાં જ શરીરે સ્પંદન થઈ આવે...... જેમનું મરણ કરતાં જ સવળું જાગરણ શઇ બાd.. જેમનું દર્શન થતાં જ મહાવિદેહના વાસીને ભેટ્યાનું પુણ્ય જાગી જાય...... જૉવા વીરલ વકિdવના સ્વામી દઢ મનોuiાળા સ્વામી.... ભય-અખેદ 0ાળે અૉપની સંપદાના સ્વામી.... ભીષ્મતપસ્વી, સૌયમૂર્તિ, સાદગી અંગે સરળતાના શહેનશાહ, પૂજાપાદ નાચાર્ય ભગવંતશ્રી હિમાંશુસૂરીશ્વરજી alહારાજાને ભેટવાળો..... સાથે રહેવાનો... વાર્તાલાપ stવાનો.... tૉમની ખૂબીબોને નિરખવાળો.... છેajળી મહાનતાને પિછાણવાનો સુર્વણ વિસર ઘણીવાર પ્રાપ્ત થયો સાચું કહું છialણા વિરાટ વૃતવણી | ભીંજાઇ જવાયું છે.... જીહોભાવ છલકાયો છે.... એમના પ્રથમ દર્શન રાજકોટ પ્રહલાદપ્લોટમાં થયા. એક જ મકાનમાં ઘણાં દિવસ સાથે રહેવાનું બન્યું નજીકથી નિહાળવાનો અવસર મળ્યો. પ્રભુના શાસન માટેની હૃદયની ભાવનાઓ એકતાની તમન્ના માટેના આયંબિલ તપને નિહાળી ઝૂકી જવાયું.એ મહાનસૂરિરાજના પ્રેરક પગલામાં બળ પૂરવા સૌરાષ્ટ્રના ગામ-શહેરોમાં સહુને પ્રવચનોમાં પ00 આયંબિલનો સંકલ્પ કરાવતો...અને ખાસ વૈશાખ સુદ અગિયારસે અચૂક, આયંબિલ કરવાના અભિગ્રહો આપતા દિલ ખુશીથી નાચી ઉઠતું...સહસાવનમાં પૂજ્યશ્રીની અડગતા નિહાળી ઓવારી જવાયું.તે દિવસે સખત ઠંડી હતી પૂજ્યશ્રીને કફ આદિની ખૂબ તકલીફ...... શરીર સાથ ન આપે ..... પ્રભુ દર્શન સુધી ન પહોંચી શકાયું અંતરમાં ખેદ થયો, તરત જ શરીરને કહે, લે તેં મને પ્રભુના દર્શનથી વંચિત રાખ્યો હવે તને ત્રણ દિવસ આહાર બંધ. અઠ મનો અભિગ્રહ લઇ લીધો સળંગ આયંબિલની રફતાર એમાં એહ મ, અઠ મના પારણાના દિને પાછું આયંબિલ અટ્ટમના પારણાદિને શરીર ર્તિમાં આવી ગયું કહે, આજે તો શરીર ખૂબ સારું છે ઉપર નેમનાથના દર્શન કરી પછી જ વાપરીશ...' બે મુનિઓના સહારે ગિરનાર નેમનાથને ભેટી પડ્યા... બધું ભુલાઇ ગયું, થાક વિસરાઇ ગયો, ૨૪ સ્તવનો બોલ્યા, પછી બહાર આવ્યા... શંખેશ્વર તીર્થમાં પ્રભુની સામે એમને ભક્તિમાં તન્મય થતા જોયા છે, સ્તવનોની ધારા વહાવતા દીઠા છે, ભુજથી શંખેશ્વરનો છ'રી પાલિત સંઘ લાવ્યા ત્યારે ૯-૯ આચાર્યોની નિશ્રામાં તીર્થમાળ થઇ ત્યારે પૂજ્યશ્રીની પરાર્થ રસિકતાનો સ્પર્શ થયો.... ગદ્ગતિ બની જવાયું. | પૂજ્યશ્રીના ૯૩માં જન્મદિને વાસાણા-અમદાવાદમાં એમના અમાપ ગુણોની અનુમોદના કરવાનો અવસર મળ્યો હતો....ભયંકર પીડામાંય જિનાજ્ઞાને વફાદાર રહેવાની... ચુસ્ત આચારો પાલન કરવાની..સખત વેદના વચ્ચેય પગે જ વિહાર કરવાની સંકલ્પસિદ્ધિને ધોરાજી નગરે નિહાળી હતી. સંયમનો તીવ્ર રાગ..શાસનનો ઉછળતો ભાવ ...ગુણાનુરાગની દષ્ટિ.... સાધુને સહાય કરવાની તમન્ના....અતિચારો ન લાગે તેની કાળજી...જીવદયા, જીવરક્ષાની પૂરેપૂરી કાળજી....તપશ્ચર્યાનો રગેરગેમાં પ્રવેશેલો પ્રેમ નિહાળી ઝૂકી જવાય....શત્રુંજય તીર્થે પણ પૂજ્યશ્રીની યાત્રાઓ નિહાળવાનું સદ્ભાગ્ય મળેલું. ઘેટીગામે પૂજ્યશ્રીના આયંબિલના સાક્ષાત્કારને નિરખવાનું પુણ્ય સાંપડ્યું...સહુનું સારું જોવાની દષ્ટિ, સહુનું સારું કરવાની વૃત્તિ,સહુના હિતમાં જેમની હતી પુષ્ટિ અને સહુપર સદા વરસાવતા વાત્સલ્યની વૃષ્ટિ એવા સંયમનિષ્ઠ! તપોનિષ્ઠ ! ચારિત્રનિષ્ટ ! આત્મનિષ્ઠ ! નવરત્નના મુગુટમણિ હેમવલ્લભના હૈયાના હાર સમા હિમાંશુસૂરિરાજ તો કદિ નહિ ભૂલાય... કદિ નહિ વિસરાય...... ૧૨૮ | HITT II
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy