SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રીને નિહાળૉયે... સ્મૃતિગ્રંથનાં સહારે... પ.પૂ. સા. વજ્રસેનાશ્રીજી શાસ્ત્રમાં બહુ મજાની એક પંક્તિ આવે છે. ‘“ ગુણ ગાતાં ગુણી તણાં, ગુણ આવે નિજ અંગ. ''પંચ પરમેષ્ઠીનાં તૃતીયપદે આરૂઢ બનેલ એક વિરલવિભૂતિનાં જીવનકવનનાં પૃષ્ઠોને ફેરવતાં થતો એક મહાન લાભ... એટલે સ્વજીવનમાં ગુણોનું આરોપણ. જિનશાસનનાં મુક્ત ગગનનો તેજસ્વી તારલો એટલે સ્મૃતિગ્રંથનું મૂળ પ.પૂ. આ. વિ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા.! ચાલો! એક તક મળી છે... ગુણીનાં ગુણો ગાવાની... વધાવીયે એ અવસરને... નિહાળીયે ગુરુદેવશ્રીને... અને અપનાવીયે ગુણશ્રેણીની વરમાળાને... સહસાવનતીર્થોદ્ધારક પૂજ્યશ્રીજીનાં નિકટમાં વધુ જવાનું સદ્ભાગ્ય સાંપડ્યું ન હતું પણ પૂજ્યશ્રીનાં ઘોરાતિઘોર તપ અને શ્રીસંઘ ઐક્યતાનો આદર્શ ... કર્ણોપકર્ણ સાંભળવા મળતો રહ્યો... અને પૂજ્યશ્રી પ્રત્યે શિર ઝૂકી ગયું સોનામાં સુગંધ ભળે તેમ પૂ. યોગનિષ્ઠ આ.વિ.કેસરસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તીવર્તમાનગચ્છાધિપતિ પૂ. આ. હેમપ્રભસૂરીશ્વરજી મ.ના. આજ્ઞાવર્તિની દીર્ધસંયમપર્યાયી પ.પૂ.પ્ર.સા. નેમિશ્રીજી મ. છેલ્લા ૧૫ વર્ષથી સાબરમતી પદ્મનગર મુકામે બિરાજતા હતાં. ૯૯ વર્ષની જૈફ વયે ૯૩ વર્ષનો દીક્ષાપર્યાય જિનશાસનની ગૌરવ ગાથાને વધારી રહ્યો હતો. સ્થાયી ઉપાશ્રયની તદ્ન સમીપે રત્નાકર સોસાયટીમાં પૂજ્યશ્રીનાં સંસારી દિકરી વિમલાબેન રહેતાં હતાં, તેમનાં મુખે ઘણીવાર પૂજ્યશ્રીની વાતો સાંભળવા મળતી. એકવાર પૂજ્યશ્રીની સાબરમતીમાં પધરામણી થઇ વયોવૃધ્ધા પૂ. પ્ર. સા. નેમિશ્રીજી મ. ને દર્શન દેવા ઉપાશ્રયમાં પધાર્યા... પૂજ્યશ્રીનાં દર્શન-વન્દનથી શ્રમણીવૃન્દ્ર ધન્ય ધન્ય બની ગયું. તપોમૂર્તિ... ત્યાગમૂર્તિ ગુરુદેવશ્રીનું વર્ણન કયા શબ્દોમાં કરવું? કયારેક પરમાત્મભકિતમાં કલાકો સુધી ખોવાઇ જતાં, જિનઆજ્ઞા પાલનનાં કટ્ટર પ્રેમી હતાં. સમ્યજ્ઞાનની મસ્તીમાં સદાય મસ્ત હતાં. નિશ્રાવર્તીસાધુઓને સમ્મજ્ઞાનની સરિતામાં નિમજ્જન કરાવતાં હતાં. સદા સંયમ ચુસ્તતાનાં આગ્રહી હતા. મુનિચર્યા નિર્દોષ હતી, તો ગોચરીચર્યા દોષોથી રહિત હતી. બાલ-વૃધ્ધ-ગ્લાનની ભક્તિ-વૈયાવચ્ચ મન મૂકીને કરતાં નાના મોટાનાં ભેદને ભૂલી સહાયક બનતાં ગુરુદેવ પ્રત્યેનો વિનય અને સમપર્ણ ભાવ અદ્ભૂત કોટીનો હતો. મનોબળ દઢ હતું તો વચનબળમાં સિદ્ધિ હતી. કાયબળને શાસનનાં શરણે ધરી દીધું હતુ. જીવનમાં સમ્યગ્દર્શન, જ્ઞાન,ચારિત્ર,તપનાં ચારે પાયા મજબૂત હતાં. તપાગચ્છ જૈનસંઘ તિથિનાં ભેદભાવોને ભૂલીને ખભેખભા મીલાવીને સિદ્ધિનાં સોપાનોને સર કરવા આગેકદમ વધે એ જ ધ્યેય થી પૂજ્યશ્રીએ છ વિગઇનાં ત્યાગરૂપ આયંબિલ તપમાં ઝૂકાવી દીધું..... બિલકુલ નાશીપાસ થયા વગર... ૨....૫ કે ૨૦૦-૫૦૦ નહીં પણ પ્રાયઃ આંકડો વધતો ગયો છેક ૧૭૦૦ સુધી.... કેવી હશે હૃદયમાં સંઘ પ્રત્યેની દાઝ ? ? શાસન પ્રત્યેની ખુમારી ? લાગે છે કે “ જો હોવે મુજ શક્તિ ઇસી સવિ જીવ કરું શાસનરસી ’ ની ભાવના ભાવતો તીર્થંકર નામકર્મ બાંધતો એક આત્મા મહાવિદેહની સફરેથી ભૂલો પડી આ ભરતની ભોમકા ઉપર આવી ચડ્યો હશે. આટલા દીર્ઘ આયંબિલ ... વિહાર ... ગામડાઓમાં વિહરણ છતાંય રોટલી પાણીથી ચલાવ્યું પગ કયારેય દોષિત ગોચરી પ્રાયઃ કરીને વાપરી નથી જીવનનાં છેલ્લા શ્વાસ સુધી સ્વ માટે વજ્ર જેવા કઠોર અને સર્વ માટે ફુલ જેવાં કોમળ રહેનાર પૂજ્યશ્રી... દેહથી દિગંત થયા પણ આત્માથી સહેસાવનની ગિરિકુંજોમાં .. ભારતનાં ખૂણે ખૂણે અદશ્યકૃપા વારિની વર્ષા કરી રહ્યા હોય તેમ લાગે છે. પૂજ્યશ્રી અમર રહો અમર તપો... મહાવિદેહની ભોમકા પર જન્મ ધારણ કરી અહીંની અધૂરી રહેલી આરાધના-સાધનાને પૂર્ણ કરી ઘનઘાતી કર્મોને ખપાવી કૈવલ્યશ્રી વરી ‘તિજ્ઞાણં તારયાણં” બનો એ જ મહેચ્છા... Unemy www.ainbrar ૧૦
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy