SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુતાનું પ્રત્યક્ષ દર્શન પૂ. આ.ભ.હિમાંશુસૂરિ - ૫.પૂ. આ.અરવિંદ સૂરિ.મ.સા પૂજ્યપાદ શુદ્ધ સંયમજીવનના પ્રતિષ્ઠાપક ત્યાગમૂર્તિ આચાર્ય ભગવંતશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. નાં દર્શન સંવત ૨૦૪૪ના મુનિ સંમેલનમાં થયા તેમની ભીષ્મપ્રતિજ્ઞા, સંઘ એકતા માટે વર્ષો સુધી શુદ્ધ આયંબિલની પ્રતિજ્ઞા જાગી ખૂબ આશ્ચર્ય સાથે અનુમોદન કર્યું, તેઓશ્રીની દૃઢ પ્રતિજ્ઞાના ફળસ્વરૂપ મૈત્રીભાવનું સુંદર પરિણામ પણ જોવા મળ્યું, મહાન્ પુરુષોનાં સંકલ્પો વિફળ થતા નથી તે વિચાર દઢીભૂત થયો. મારા પર તેમની મહતી કૃપા દૃષ્ટિ વરસી સંવત્ ૨૦૪૫ ના મહાસુદ પના દિવસે વાવ નગરમાં પૂજ્યપાદશ્રી પૂ.આ.ભ. ભદ્રંકરસૂરિ મ.ના આદેશથી મને તથા આચાર્યશ્રી યશોવિજયસૂરિજીને આચાર્યપદ પ્રદાન કરી મહતી કૃપા વરસાવી, તે દરમ્યાન તેમનાં સંયમી જીવનનું પ્રત્યક્ષ દર્શન થયું અને આ વિષમકાળમાં પણ ઉગ્રતપસ્વી મહાત્માના દર્શનથી જીવન ધન્ય બન્યું એવો આત્મસંતોષ થયો. તેઓશ્રી એ વાવપથકમાં ગામડે ગામડે સાથે વિહાર કરી ગ્રામ્ય લોકોને ધન્ય બનાવી દીધા. તેમના સંયમી જીવનમાં જે તપસ્યાઓ કરી તે જાણ્યા પછી આનંદાશ્ચર્ય થાય છે. આ દુષમકાળમાં આવા સંયમી મહાત્માઓનાં દર્શનથી ખાતરી થાય છે કે શાસન જયવંતુ છે, આવા મહા પુરુષોના અસ્તિત્વના કારણે ખાત્રી થાય છે તેઓ આવી ભવ્ય આરાધના સાધના કરી જીવનસફળ કરી ગયા, મને આપણને તેવી આરાધના સાધનાનું બળ જ્યાં તેઓશ્રી હોય ત્યાંથી વરસાવતા રહે તેવી તેઓને અભ્યર્થના કરી લેખ સમાપ્ત કરું છું. Jain Education International આરાધનાનો તીવ્ર આનંદ, વિરાધનાનો તીવ્ર ડંખ... - ૫.પૂ. આ.યશોવિજયસૂરિ.મ.સા. વાવ(બનાસકાંઠા)થી પૂજ્યપાદશ્રીજી કચ્છ બાજુ વિહાર કરવાના હતા. અમારા મુનિ (અત્યારે પંન્યાસ) ભાગ્યેશવિજયજી આદિ સાહેબજીની સાથે થોડા મુકામ ગયેલા. તેમણે પૂજ્યપાદશ્રીજીના સંયમજીવનની જાગૃતિની જે વાતો કહી, હું નતમસ્તકે પૂજ્યશ્રીને વંદી રહ્યો. પૂજ્યશ્રીજી તે સમયે આયંબિલ કરતા હતા અને વિહાર ધીરે ધીરે કરતા હતા. કયારેક પહોંચતાં સાંજના ચાર વાગે કે કયારેક પાંચ પણ વાગે..... ગુજરાતની શાળાઓમાં બાળકોના મધ્યાહ્ન ભોજન માટે જે રોટલા થતા, તે પાણીમાં પલાળી પૂજ્યશ્રી વાપરતા. એકવાર રસ્તો અટપટો હોઇ માર્ગદર્શક તરીકે એક ભાઈને લીધેલ. સીધો રસ્તો અર્ધા કીલોમીટર સુધી હતો. ને પછી બે-ત્રણ રસ્તા ફાટતા હતા. પેલા ભાઇએ કહ્યું રસ્તા અલગ પડે છે. ત્યાં હું બેસું છું તમે આવો ! કડકડતી ઠંડીના એ દિવસો પેલાભાઇ આગળ જઇ બાવિળયા ઝરડા કાપી તાપણું કરવા બેઠા. થોડીવાર પછી પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. દશ્ય જોઇ તેમની આંખમાં આંસુ છલકાયાં બાવળિયાના ઝરડામાં કેટલા જીવજંતુ હશે, તાપણું કરવાથી કેટલી વિરાધના થઇ હશે ! મુકામે ગયા પછી એમણે મુનિવરોને કહી દીધું કાલથી કોઇ માર્ગદર્શક મજુર સાથે ન જોઇએ. ભૂલા પડશે ને ૧–૨ ગાઉ વધારે ચાલીશું તે પોષાશે પણ આ રીતે વિરાધના નહિ પોષાય.... For Private & Personal Use Only કેવો તીવ્ર વિરાધનાનો ડંખ ! સાધનાનો તીવ્ર આનંદ અને વિરાધનાનો તીવ્ર ડંખ તેમની પાસે હતો. પ્રભુની આજ્ઞાને પાળવા માટેની તેઓશ્રીની તમન્ના અમારા જેવાઓ માટે એક આદર્શરૂપ હતી. તેઓશ્રીની ચિરવિદાયથી આપણે ઘણું ગુમાવ્યું છે. જો કે સદ્ગુરુ પોતાની સાધનાના આંદોલનોવાયોસન્સ - અહીં છોડીને જાય છે.. એ રીતે, તેઓશ્રી પણ જુનાગઢ આદિ ક્ષેત્રોમાં આ આંદોલનો મૂકીને ગયા છે. એ આન્દોલનનોના વિશ્વમાં જઇને આપણે પૂજ્યશ્રીની સાધનાને પુનઃ અનુભવીએ. એવા કેટલાક સાધકોનો મને ખ્યાલ છે. જેઓએ પૂજપાદશ્રીનાં દર્શન પણ નહીં કરેલા, પૂજ્યપાદીજીની ચિરવિદાય પછી તેઓ પૂજ્યશ્રીના સમાગમમાં આવ્યા છે. એટલે, ગુરુશક્તિ કાળ અને દેહની મર્યાદાને પેલે પાર છે. ગુરુવ્યકિતરૂપે આપણે પૂજયશ્રીથી દૂર છીએ. ગુરુ શક્તિરૂપે તેઓશ્રીજીનો અનુભવ આજે પણ શકય છે. નમન પૂજયશ્રીજીનાં ચરણોમાં... brary.org ૧૦૩
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy