SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ કંપાઉન્ડમાં હતો. પૂજ્યશ્રીએ મુખ્ય ટ્રસ્ટીગણને વાત જણાવી કે આ રીતે ન ચાલે, તેઓ દ્વારા જવાબ મલ્યો અમારે આમ જ ચાલે છે અને.... સવારમાં કોઇને જણાવ્યા સિવાય વિહાર કર્યો અને પૂજ્યશ્રીએ ઘેટીગામમાં ચાતુમાર્સ કર્યું. પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના. જમણા હાથતરીકે ગણાતા વિશાલ સમુદાયના સંચાલનની વ્યવસ્થા આદિમાં પૂજ્યશ્રીનું સલાહસૂચન વિશેષ રહેતું સમુદાયના સંયમરક્ષાર્થે કાયદા ઘડાયા ફોટાઓ પડાવવા નહિ આદિ ૨૦ જેટલા નિયમો આવરી લેવાયા હતા. જ્યાં જ્યાં ઉપાશ્રય આદિમાં ખામી જણાતી તે તે સંઘના ટ્રસ્ટીગણને મીઠાશથી સમજાવે જેથી તેઓને પણ ખ્યાલ આવે. સહિષ્ણુતા સૂર્યોદય પછી વિહાર હોય ગિરિરાજની યાત્રા પણ સૂર્યોદય પછી કરવાની હોય માસક્ષમણમાં દરરોજ મક્કમતા દઢતાથી યાત્રા ચાલુ હોય. પારણું પણ યાત્રા પછી કર્યુ છે. તડકામાં મોડા ઉતરી તલેટીથી આવતા હોય માર્ગ સખત તપેલો હોય છતાં તે જ સહજ ગતિથી ચાલતા હોય અમે જોતાં ત્યારે મસ્તક ઝુકી જતું. એક વખત પાલીતાણામાં પૂ. નરરત્ન મ.સા. ને દંડાસનની દાંડી બતાવી તેઓશ્રીને અનુકૂળ જણાતાં બદલવાનું મન થયું પૂજ્યશ્રીને પૂછ્યું તો બોલ્યા આ ચાલુ દાંડી બરાબર જ છે ને ? તરત જ મૂકી દીધી. અમારા પૂ. સુવ્રતાશ્રીજી મ.સા. ઉપવાસમાં પિત્ત થાય છતાં મક્કમતાથી કરે ખરા. પૂજ્યશ્રીને વાત કરી, વાસક્ષેપ લીધો, પછી સારી રીતે તપ થવા લાગ્યો.... • મદ્રાસના એક સુશ્રાવક એકદમ સિરીયસ અને પૂજ્યશ્રી પાસેથી વાસક્ષેપ લઇ મોકલ્યો અને તુર્ત જ સ્વસ્થતા પ્રાપ્ત થઇ. 89tion international • પૂજ્યશ્રી પાલીતાણા આરિસાભુવનમાં બિરાજમાન હતા ત્યારે નડિયાદના સુશ્રાવક નવનીતભાઇ પનાભાઇ વિગેરે પૂ. આ.ભ. રામચંદ્રસૂ મ.સા.નો આજ્ઞાપત્ર લઇને આવ્યા તેમાં જણાવ્યું હતું તમારે અને નરરત્ન વિ. ને આચાર્ય પદવી ગ્રહણ કરવાની છે ૩૧ પંન્યાસ જી. મ. ને. આચાર્ય પદવી ગ્રહણ કરવાની છે. આજ્ઞાપત્ર વાંચતા પૂજ્યશ્રીનું મન પ્રસન્નતાને બદલે દિલગીર બન્યું વિચારણાને અંતે કારણોસર ન છુટકે બંને પિતાપુત્ર એક બીજાને સૂરિમંત્ર સંભળાવી આરિસાભુવનમાં આચાર્યપદ ગ્રહણ કર્યું મારા ગુરુમહારાજ હું વિગેરે પદવી સમયે હાજર હતા. પાલીતાણા મહાઅભિષેક પછી ગિરનારજી તીર્થનો સંઘ, સૂર્યોદય પછી વિહાર, પૂ. હેમવલ્લભ વિ. મ. સા. સાથે હોય, માંડ ચલાય, આવતાં ૧ વાગી જાય દેરાસરમાં ચૈત્યવંદન કરવા બેસે, સ્તવન ઉપર સ્તવન ગાતા જાય ભક્તિમાં તલ્લીન બની જાય. સમયનું ભાન ભૂલી જાય ત્રણ વાગે ચાર વાગે દેહનું ભાન ભૂલી જાય, પછી આયંબિલ બાકી હોય સંઘનું લગભગ વ્હોરે નહિ બહારથી જ લાવે માત્ર દાળ લે, તે પણ એક દિવસ ચૂલા પાસે સ્વાભાવિક રહી ગઇ અને પૂ. હેમવલ્લભ વિ. મ. વ્હોરી ન ગયા, શશીકાન્તભાઇને કહે આજે શું કર્યુ ? તેઓ કહે સાહેબ સહજરીતે બાજુમાં હતી, છતાં ન લીધી પૂ. હેમવલ્લભ વિ.મ.સા. ની વૈયાવચ્ચ પ્રશસ્ય હતી. સંઘમાં અમે પાંચ ઠાણા હતા સાંજનો વિહાર હતો એક સાધ્વીજી મ. ને ઉલ્ટી થાય ધીરે ધીરે ચલાય પૂજ્યશ્રી પાછળથી પધારી આગળ થઇ ગયા અમારી પાછળ યાત્રિકો ન હતા પૂજ્યશ્રીએ બે શ્રાવકોને પાછળ રાખ્યા, સાધ્વીજી મ. ઉપાશ્રય પહોંચે ત્યાં સુધી પાછળ રહેજો કદાચ અંધારુ થઇ જાય આ રીતે સૂચન કરી આગળ વધ્યા. કેવી આશ્રિતોની ચિંતા ! શાસનઐકયની અતિ ઉન્નત ભાવના, સદા સતત તપમાં લીન પૂજ્યશ્રીનો દેહ વિલીન થયો. સમાધિથી પંડિતમરણ મેળવ્યું ચંદ્ર ગયો પણ તેમના ગુણરૂપ ચાંદનીનું તેજ ચમકી રહ્યું છે. આપણા જીવનમાં પણ સંયમપાલનની ખુમારી અડગતા અને તપોમયતા આવે એ જ ભાવના. For Private & Personal Use Only
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy