SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યા ધમાટરના હતું....... આજે સવારમાં ખુબ જ આઘાત જનક સમાચાર મલ્યા, કે પૂ.પાદ ગુરુવર્ય તપસ્વી મ.સા. દેવલોક તરફ પ્રયાણ પામ્યા છે. ખુબજ આઘાત થયો છે. કારમી વેદનાનો અનુભવ થયા કરે છે. પર્યાયસ્થવિર મુનિ વિનયચન્દ્રવિજયજી - અમદાવાદ પૂજ્યશ્રી વર્તમાનમાં સાધુ સંસ્થા માટે જબરજસ્ત આદર્શભૂત હતાપૂજ્યશ્રી તો જૈન જગત ઉપર મહાન ઉપકાર કરીને ગયા છે. એમના અંતરમાં સંઘ ઐક્યની ભાવના સતત જ્વલંત રહી તે માટે પોતે ખુબ ખુબ પ્રયત્નો કર્યા પણ આપણું પુન્ય નબળું કે એ દિવ્ય દિવસો જોઇ શકીએ તે પહેલા પૂજ્યશ્રી વિદાય થઇ ગયા.મનની મનમાં રહી ગઇ..... મહાપુરુષ ચાલ્યા ગયા. ૫. વજસેનવિજય – ધ્રોળ પૂ. આ.ભ. ના કાળધર્મના સમાચાર જાણવા મળ્યા. પેપરમાં સમાચાર આવેલ હશે ! બપોરે વાંચ્યા પૂર્વે દેવવંદન કરેલ અચાનક તેઓની થયેલી વિદાયથી સમુદાયના એકમાત્ર વિદ્યમાન વડીલ પૂજ્યશ્રીની ખોટ પડી છે. તેઓની એકમાત્ર ઇચ્છા જે હતી તે સરવાળે સફળ થઇ... બસ ! જાણે કે ગિરનારની છાયામાં જ અંતિમ શ્વાસ લેવા જુનાગઢ પધારેલ... મારા પરમતારક પૂજ્યશ્રી એ ઓળીનો વિરામ ગિરનારમાં જ લીધો કેવો યોગાનુયોગ ! સમુદાયમાં પરમસાધક પૂજ્યોમાંથી બાકી રહેલ પૂ. શ્રી પણ જતાં રહ્યા ! મુનિ હર્ષતિલકવિજય - પાલનપુર ૯૦ For now & Pars જત પૂ. દાદા ગુરુભગવંત પરમપૂજ્ય તપસ્વીશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના કાળધર્મના સમાચાર જાણ્યા. હૃદય વિષાદથી ભરાઇ ગયું આવા મહિમાવંત ગુરુના દેહાંતનો વિષાદ ન હોય. એવું જ્ઞાનદ્રષ્ટિ બતાવે છે પરંતુ હજુ માનવીય ભાવ છુટચા નથી એટલે ગમગીની અનુભવી રહ્યો છું. પૂજ્યશ્રી તથા આપ સર્વની નિશ્રામાં ગિરનાર તળેટીમાં ચાર્તુમાસની આરાધનાનો જે લાભ થોડા સમય માટે મલ્યો તે મારા જીવનનો અનુપમ અવસર હતો. જે હું કયારેય નહિ ભૂલી શકું. એક સાથે કેટ-કેટલાં દર્શન મને થયાં હતાં તેનો અનુભવ અલૌકિક હતો.જગદ્ગુરુ તથા શાસનદેવોને મારી પ્રાર્થના છે કે તેમનું તેજ આપ સર્વમાં અવતરે અને જગતના જીવોને અરિહંતદેવનો પ્રકાશ સતત મળતો રહે ! મુનિ ચિદાનંદવિજય – પાટણ www.jainelibrary.org
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy