________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
સ. ૨૦૦૧ના ભાદરવા શદિ આઠમના દિને બાબુ જ્ઞાનચંદજીના પ્રમુખપદે શ્રી આત્માનંદ જૈન મહાસભાનું સોળમું અધિવેશન થયું. એમાં તળાજા તીર્થ અંગે, મુંબઈ રાજ્યના દીક્ષા-પ્રતિબંધક કાયદા અંગે, પૂ. આત્મારામજી મહારાજની અર્ધ-શતાબ્દી અંગે તેમ જ પંજાબના કલ્યાણ અંગે ઠરાવો થયા. આચાર્યશ્રીની પ્રેરણાથી વિદ્યાર્થી સહાયક ફંડ શરૂ કરવામાં આવ્યું. ભાદરવા શુદિ અગિયારસના દિને શ્રી હીરવિજયસૂરિજીની જયંતી ઊજવવામાં આવી. આચાર્યશ્રીએ બાલી(મારવાડ)માં મળતા શ્રી જૈન યુવક સંમેલનને પ્રેરક સંદેશો મોકલી આપ્યો.
- સં. ૨૦૦૨ના કાર્તિક શુદિ બીજે આચાર્યશ્રીની ૭૬મી જન્મજયંતી ઠેર ઠેર ઊજવાઈ. આ પ્રસંગે ખાસ મંડપમાં જાહેર સભા, બપોરના પૂજા અને રાતના કવિ સંમેલન થયાં. આચાર્યશ્રીએ આચાર્યશ્રી નેમિસુરિજીની તબિયતની પૃચ્છા કરતો પત્ર લખાવ્યો.
સં. ૨૦૦૨ના માગશર વદિ બીજના રોજ લુધિયાણાથી વિહાર કરી આચાર્યશ્રી રાયકોટ પધાર્યા અને પાંચ દિવસની સ્થિરતા કરી. ત્યાંથી માલેરકોટલા આવી આચાર્યશ્રીએ અનેક અભિનંદનપત્રો મેળાવ્યાં. આચાર્યશ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, “આ શહેરના આવા ભાવભર્યા સ્વાગત માટે કોને આનંદ ન થાય ? તમારી આવી એકતા, સંગઠન, ઉદારતા માટે હું તમને અભિનંદન આપું છું. આ રીતે તમે તમારા શહેરની શોભા વધારી છે. હું તો વૃદ્ધ છું. પહેલા જેટલું સમાજ અને દેશના કલ્યાણનું કામ થતું નથી. વિહારો પણ હવે લાંબા થતા નથી. પણ સૌના કલ્યાણને માટે મારી ભાવના છે. મારા જેવા જૈન સાધુને અભિનંદન આપો તેનો શો અર્થ? હું તો સાધુ છું. મારો ધર્મ ફરજ અને કર્તવ્ય, મારી સાધુતા સમાજકલ્યાણ, દેશ-કલ્યાણ અને ધર્મપ્રચાર. પ્રાણીમાત્રના કલ્યાણની ભાવના અમારો ધર્મ સેવે છે. જે જીવનવ્રત મેં લીધું છે તે આજીવન પાળવાનો મારો ધર્મ હું કેમ ભૂલું?
* બીજી વાત એ છે કે આપણા દેશની આઝાદીમાં આપણા સૌનું કલ્યાણ છે. આઝાદીને માટે હિંદુ-મુસ્લિમ-શીખની એકતા જરૂરી છે. આ એકતા આપણે ગમે તે ભોગે પણ સાધવી પડશે જ. આપણા દેશમાં એકતા સ્થપાય તો વિશ્વશાંતિમાં આપણા દેશનું સ્થાન અનેરું બનશે તેની ખાતરી રાખશો. હિંદુ નથી ચોટલીવાળા જન્મતા, મુસલમાન નથી સુન્નતવાળા જન્મતા, શીખ નથી દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા જેના સંસ્કાર અને જેવા જેના આચાર તેવો તેને રંગ ચઢે છે. આત્મા તો બધામાં એક જ છે. સર્વે મોક્ષના અધિકારી છે. સર્વ સરખા છે. આપણે બધા એક જ છીએ. આ દેશમાં હળીમળીને રહેવું જોઈએ. એકના દુઃખે દુઃખી અને એકના સુખે સુખી એમ જ રહી શકાય. ખુદાના બંદા થવું હોય તો તમામ પ્રાણીઓને આપણા જેવા ગણવા જોઈએ. શિવમસ્તુ પર્વનrat” - અહીંથી તાજપુર પધારી સરદાર મહેરસિંહની શંકા-આશંકાઓ આચાર્યશ્રીએ દૂર કરી. ગઢદીવાલામાં આર્યસમાજના પંડિતો સાથે ચર્ચા કરી આચાર્યશ્રી ચૈત્ર શુદિ તેરસના દિવસે અમૃતસરમાં પધાર્યા અને સંક્રાંતિ તથા મહાવીરજયંતી ઊજવી. ત્યાંથી વિહાર કરતા કરતા આચાર્યશ્રી સિયાલકોટ પધાર્યા અહીંથી આચાર્યશ્રીએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની અમદાવાદ શાખાના ઉદ્ઘાટન પ્રસંગે નીચેનો સંદેશો મોકલી આપ્યો : “શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખાનું ઉદ્ધાટન અમદાવાદ જેવી નગરીમાં થઈ રહ્યું છે તે અત્યંત આનંદની વાત છે. આજ સુધી વિદ્યાલયે જૈન સમાજમાં શિક્ષણ-પ્રચાર સંબંધી જે સેવા કરી છે અને હાલ કરી રહેલ છે તે કોઈનાથી અજાણ્યું નથી. હિંદુસ્તાનના શહેરે શહેરમાં અને વિદેશમાં પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખાઓ સ્થાપિત થાય અને વ્યાવહારિક શિક્ષ સાથોસાથ ઉરચ ધાર્મિક શિક્ષણનો પ્રચાર થાય એ જ શુભ ભાવના છે. વિશેષ આનંદની વાત તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org