SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ યુગદષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી શ્રદ્ધા, ભાવના અને આશીર્વાદ ત્યારે ફળે કે જયારે જૈનોમાં એકતા થાય. વર્ષોથી જે સાધુતાનો વેશ મેં પહેયો છે, સગુનો જે સંદેશ મેં ઝીલ્યો છે. સમાજનું જે અન્ન મેં ખાધું છે, જે ગુરુ-ભગવંતોનો હું સેવક છું, પંજાબની રક્ષાનું જે બીડું મેં ઝીલ્યું છે, જે શિક્ષણ-સંસ્થાઓની મેં પ્રેરણા આપી છે, જે સમાજના કલ્યાણની ભાવના મે વર્ષોથી સેવેલી છે, જે ધર્મના ઉત્થાન માટે હું જીવી રહ્યો છું તે સર્વની સાર્થકતા ક્યારે થશે? રચનાત્મક ધન-સ્વરૂપમાં તે ક્યારે દેખા દેશે? સમય પલટાઈ રહ્યો છે; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર વ્યાપક થઈ રહી છે; લડાઈની ભીષણતા, મોંઘવારી, બેકારી વગેરેથી સમાજના નૈતિક જીવન પર વ્યાપક અસર થઈ રહી છે; આવા સમયમાં જૈન સમાજનાં સંસ્થાઓ, મંદિરો, ઉપાશ્રયો, સાધુ-સાધ્વીઓ તેમ જ બીજાં ઉપયોગી અંગોની સંભાળ કોણ લેશે? કરોડો કમાવાથી કે લાખો જમા કરવાથી જીવનની સાર્થકતા નથી થતી.જીવનમાં પારકા માટે; સમાજ, દેશ અને ધર્મ માટે શું કર્યું એ જ મહત્ત્વનું છે. આ જ વસ્તુ સાથે આવશે. આ મારી ભાવના છેઃ જગતના સર્વ જીવો સુખી થાવ. સર્વનું કલ્યાણ થાવ. પ્રત્યેકના જીવનમાં આ ભાવના પ્રદીપ્ત થાવ.” આ પછી કેટલાક દિવસો બાદ શ્રી ગંગા થિયેટરમાં આચાર્યશ્રીએ જાહેર પ્રવચન કર્યું. બિકાનેરનું ચાતુર્માસ અનેકને અનેક રીતે પ્રેરણાદાયી નીવડયું. સં. ૨૦૦૧ના કાતિક વદિ છઠ્ઠના દિને આચાર્યશ્રીએ પંજાબ તરફ વિહાર કર્યો. બિકાનેરથી પંચકોશી થઈ આચાર્યશ્રી મહા વદિ છટ્ઠના દિને સુરતગઢ પધાર્યા. ત્યાર બાદ કાઝલકામાં પ્રતિષ્ઠા કરાવી આચાર્યશ્રીએ જીરામાં સંક્રાંતિ ઊજવી. ત્યારબાદ અનેક સ્થળોએ વિચરતા વિચરતા આચાર્યશ્રી વૈશાખ વદિ ત્રીજના દિવસે લુધિયાણા પધાર્યા. ત્યાં ડૉ. મુકુન્દરાય પરીખે આચાર્યશ્રીનું વધરાવળનું ઓપરેશન કર્યું. સંક્રાંતિદિને આચાર્યશ્રીએ કહ્યું કે, “સંસારનો ત્યાગ કરી, આ વેશ પહેરી, ભગવાન મહાવીરની જેમ અમારે અમારા જીવનની પળેપળનો હિસાબ આપવાનો છે, આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તો મળતાં મળશે, પણ સમાજ, ધર્મ અને દેશના ઉદ્યોતમાં આ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય તે આપવાનું કેમ ભલી શકાય ? આ શરીર તે માટે જ છે; તો છેવટની ઘડી સુધી તેનો ઉપયોગ કરી લેવો જોઈએને! શરીર ક્ષણભંગુર હોવાથી એક દિવસ તે જવાનું જ એટલે ત્યાં સુધી જેટલાં શાસન-કાર્યો થઈ જાય તેટલાં કરી લેવાં જોઈએ. જ્યાં સુધી આ નાડીમાં લોહી ફરે છે, હૃદયના ધબકારા ચાલે છે, ત્યાં સુધી એક સ્થળે બેસવાનો નથી. ગુરુદેવની અર્ધશતાબ્દી ઊજવી, શિયાલકોટના દહેરાસરની પ્રતિષ્ઠા કરાવી, શ્રી સિદ્ધાચલની યાત્રા કરવાની ભાવના રાખું છું. અને યાત્રા કરીને ગૂજરાતમાં નહિ, પણ મારા પ્રિય પંજાબની રક્ષા માટે પાછો પંજાબમાં આવી, શ્વાસોશ્વાસ ચાલતા સુધી ગુફેદેવનો સંદેશ ગામેગામ, શહેશહેરે, મંદિરે મંદિરે, ઉપાશ્રયે ઉપાશ્રયે અને સંસ્થાએ સંસ્થાએ પહોંચાડવાની ભાવના છે.” ઓપરેશન કરાવીને આરામ લીધા વિના વિહાર શરૂ કરી આચાર્યશ્રી લુધિયાણા આવ્યા. અહીં પૂ. આત્મારામજી મહારાજની સ્વર્ગ-સમારોહ જયંતી ઊજવી. આમાં આચાર્યશ્રી, આચાર્યશ્રી લલિતસૂરિ, પં. શ્રી સમુદ્રવિજયજી, પંડિત શ્રી હંસરાજ વગેરેએ પ્રવચનો કર્યા. લુધિયાણામાં સં. ૨૦૦૧નું ચાતુર્માસ કર્યું. આ પ્રસંગે શેઠ શ્રી પુરુષોત્તમ્ સુરચદે શ્રી આત્માનંદ જૈન ગુરુકુળના મંદિર માટે રૂપિયા દશ હજાર આપ્યા. આ સમયે તળાજામાં મૂતિ-ખંડનના સમાચાર મળ્યા. આચાર્યશ્રીએ ૨૯-૮-૧૯૪પના રોજ તાર કર્યા. તા. ૩૦-૬-૧૯૪૧ના રોજ ભાવનગર નરેશ ઉપર પત્ર લખ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy