SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ મંત્રીઓ બનાવ્યા. સંવત ૧૨૭૭માં બંનેએ તીર્થયાત્રા કરી. બંનેએ પાટણ, ખંભાત, ધોધા, શત્રુંજય, ગિરનાર, ભરૂચ, ડભોઈ વગેરે સ્થળોએ મંદિરો બંધાવ્યાં. શ્રી રાજશેખરસૂરિ, શ્રી જિનહર્ષ અને શ્રી જૈન પ્રભાચાર્ય આનો સુંદર પરિચય આપી જાય છે. સંવત ૧૨૮૭માં લૂણ વહિકા નામનું ભવ્ય મંદિર કરાવ્યું. દેલવાડાના આ દહેરાસરો સમગ્ર જગતમાં કલાની દૃષ્ટિએ વિખ્યાત છે. ઈ સ૦ ૧૨૯૬માં વસ્તુપાલનું અવસાન થયું. વસ્તુપાલના સમયના વિદ્વાનો ગુજરાતની તવારિખમાં અતિ જાણીતા છે. ‘કવિ કલ્પલતા'ના અનાવનાર શ્રી અમરચંદ્રસૂરિ, ‘વસંત-વિલાસ' કાવ્ય તથા ‘કરુણાવસ્ત્ર યુદ્ધુ' નામક નાટક લખનાર શ્રી બાલચંદ્રસૂરિ, ‘હમીરમદમર્દન” નાટક લખનાર શ્રી જયસિંહસૂરિ, ધર્માંભ્યુદય' તથા સુકૃતકીર્તિકલ્લોલિની'ના કર્તા શ્રી ઉદયપ્રભ, કાવ્ય-પ્રકાશ'ના ટીકાકાર શ્રી માણિક્યસૂરિ, અનર્થ-રાઘવ’ ના ટીકાકાર શ્રી નરચંદ્રસૂરિ, કવિ સુભટ, ઉલ્લાસ-રાધવ'ના રચિયતા નાગર કવિ શ્રી સોમેશ્વર—આ બધાએ એ સમયના ગુજરાત પર પ્રકાશ નાખ્યો છે. સંવત ૧૭૦૨માં વિશલદેવ પાટણની ગાદી પર બેઠા. એમના સમયમાં ધણાં યુદ્ધો થયાં. વિશળદેવના સમયમાં સંવત ૧૩૧૫થી ૧૩૧૮ સુધીનો ત્રણ વર્ષનો દુષ્કાળ પડ્યો. આ કાળે ભદ્રેશ્વરના જગડુશાહે લોકોને મદદ કરી. આ જગડુશાહનું ચરિત્ર ધનપ્રભસૂરિના શિષ્ય શ્રી સર્વાનંદસૂરિએ લખ્યું છે. ગુજરાતી સાહિત્યનું પ્રથમ ગણાતું કાવ્ય કાન્હડદે પ્રબંધ ૧૫૧૨માં રચાયું. પણ એ પહેલાં શ્રી જિનપ્રભસૂરિએ તીર્થકલ્પ લખ્યું, હિજરી સં॰ ૬૯૮ (૪૦ સ૦ ૧૨૯૮) અનેવિ સં૦ ૧૩૫૬માં પાટણનું પતન થયું. ઈ સ૦ ૧૨૯૭થી ૧૩૧૬ એ મલેકસંજરનો સમય. ત્યાર પછી ઈસ૦ ૧૪૧૨ સુધી ગુજરાતના મુસ્લિમ ગવર્નરોનો સમય. હિજરી સં॰ ૮૧૫ એટલે ઈ સ૦ ૧૪૧૨માં મહમદ તઘલખનું મરણુ અને ગૂજરાત રવતંત્ર થયું. મિરાતે સિકંદરી તેમ જ મિરાતે અહમદી પ્રમાણે અમદાવાદ ૧૪૧૧ની સાલમાં વસ્યું, અને શક ૧૩૧૪. હિજરી સં૰ ૧૮૧૩ની અંતમાં અમદાવાદ વસ્યું હોવાની માન્યતા છે. સં॰ ૧૪૯૬માં અમદાવાદનો કોટ બંધાયો. હિજરી સં૦ ૯૧૦માં અકબર બાદશાહે અમદાવાદમાં પ્રવેશ કર્યાં. અકબરનો સમય એટલે હીરસૂરીશ્વરજી મહારાજનો સમય. એ પછી ઈ.સ ૧૬૧૮માં જહાંગીરે શાહજહાનને સૂત્રો નીમ્યો. સં૦ ૧૩૩૮માં ઝવેરી શાંતિદાસે સરસપુરમાં મોટું ચિંતામણિ પાર્શ્વનાથનું જિનપ્રાસાદ બંધાવ્યું હતું. ૧૭૦૭માં ઔરંગઝેબનું મરણ થયું. ઈ. સ૦ ૧૮૪૬માં હઠીસિંગનું મંદિર બંધાવવાની શરૂઆત થઈ. સમ્રાટ અકબરને પ્રબોધનાર જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજની અસર ગુજરાતમાં ઘણી પડી છે. શ્રી હીરસૂરીશ્વરજીના શિષ્ય મહોપાધ્યાય શ્રી કલ્યાણુવિજય ગણિના શિષ્ય, પં॰ શ્રી લાભવિજયગણના શિષ્ય, પંડિત જીતવિજયના ભ્રાતા પં૦ શ્રી નયવિજયના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ. સુજસવેલીભાસમાં જણાવ્યા પ્રમાણે વિ॰ સં૦ ૧૬૮૮માં બાળ વયે એમની દીક્ષા. વિ॰ સં॰ ૧૭૪૩માં કાળધર્મ. જૈન-દર્શનમાં ન્યાયની શૈલીથી ગ્રંથોનું નિર્માણ કરનાર અને દાર્શનિક રીતે રજૂ કરનાર શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી યશોવિજયજી મહારાજ—એ આપણા સાધુઓની પરંપરા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy