SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ યુગદણ આચાર્ય શ્રીવિજ્યવલભસુરીશ્વરજી ઉકે ધર્મનો પ્રચાર કરેલ. બાર વર્ષના દુકાળોને કારણે ઉત્તરનો જૈન ધર્મ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં વિસ્તરતો હતો એ ઈતિહાસસિદ્ધ હકીકત છે. ગૂર્જર ભૂમિમાં જૈન સંસ્કૃતિનો વિકાસ આજે આપણે જેને ગુજરાતની સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ તેના મૂળ પોષક બે શહેરોઃ વલભી અને ભિન્નમાલ. ભિન્નમાલની સંસ્કૃતિ વિશાળ અને વિરતૃત હતી. ઇતિહાસકાર કેનીંગહામના મતે ભિન્નમાલ વલ્લભીથી ત્રણસો માઈલના અંતરે હતું. ભિન્નમાલનું વર્ણન પ્રભાવરિત્રમાં છે. આપણાં શ્રીમાળી, પોરવાડ વગેરે કુળોનું વર્ણન તેમાં છે, અને તેમનું નિવાસસ્થાન તે આ નગર. સંસ્કૃતનો મહાકવિ માઘ આ નગરમાં થઈ ગયો. વિસં. ૯૬૨માં શ્રી સિદ્ધર્ષિ મુનિએ “ઉપમિતિભવપ્રપંચકથા” અહીં જ લખી હતી. શ્રી ઉદ્યોતનસૂરિનું “કુવલયમાળા” અહીં જ લખાયું. ભિન્નમાલની જવલંત પ્રતિભા વિ. સં. ૧૨૦૦ સુધી રહી. વલભીપુરની ઐતિહાસિક હકીકતો સં૦ ૭૬૬ સુધીની મળે છે. વલભીપુર ના વિનાશકાળે વનરાજ ચાવડાના શાસનની સ્થાપના થઈ ચૂકી હતી. ચાવડાની રાજધાની પંચાસર. પંચાસરના જયશિખરી પર ભુવડનું આક્રમણ, રૂપસુંદરીનું વનગમન, શ્રી શીલગુણસૂરિએ આપેલ આશ્રય. આ ઈ. સ. હર એટલે કે વિ. સં. ૮૦૨માં અણહિલવાડની વનરાજે સ્થાપના કરી. પંચાસરમાં પાર્શ્વનાથનું ચિત્ય તૈયાર કરાયું. ભિન્નમાળનું પતન અને પાટણનો ઉદય-આ ઈતિહાસની હકીકતો છે. વનરાજનો મંત્રી જામ અને જૈન મંત્રી વસ્તુપાલ. આ બધી જ મંત્રીઓની પરંપરા છે. ચાવડા વંશ ઈસ. ૬૯૬થી ઈ. સ. ૯૫૨. સોલંકીઓનો વંશ ઈ. સ. ૯૪રથી ઈ. સ. ૧૨૪૨. સોલંકી રાજા મૂળરાજનું શાસન વિ. સં. ૯૯૮થી ૧૦૫૩ સુધી. મૂળરાજના આ શાસન સમયમાં દક્ષિણમાં ચાલુક્ય રાજા તૈલપ હતો અને માળવામાં મુંજ હતો. મૂળરાજની ગાદીએ ચામુંડ આવ્યો. એના પર આચાર્ય શ્રી વીરસૂરજીની ઘણી અસર હતી. ચામુંડનો પુત્ર વલભરાજ યુવાન વયે પંચત્વ પામ્યો અને દુર્લભરાજ ગાદી ઉપર આવ્યો. આ સમયે શ્રી જિનેશ્વરસૂરિજી જેવા ધુરંધર વિદ્વાનોનો હતો. આ પછી આવ્યો ભીમદેવ પહેલાનો સમય. કવીન્દ્ર અને વાદિચક્રી તરીકે શ્રી શાંતિસૂરિ આ સમયે પ્રસિદ્ધ થયા. આ સમય માલવ કવિ ધનપાલનો. શ્રી ધનપાલની “તિલકમંજરી' કથાસાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભીમદેવના મામા દ્રોણાચાર્ય હતા. દ્રોણાચાર્યના ભાઈ સંગ્રામસિંહના પુત્ર શ્રી સૂરાચાર્ય. આ જ એ શ્રી સૂરાચાર્ય જેમણે માલવાના ભોજને પોતાની વિદ્વત્તાનો પરિચય કરાવ્યો હતો. ભીમદેવના સમયમાં ગુજરાતની સંસ્કારસી . વિસ્તરી. વિમલવસહિકોની આબુ પર્વત પરની રચના વિ. સં. ૧૯૮૮માં થઈ ભીમદેવ પછી રાજા કર્ણદેવ ગાદી ઉપર આવ્યા. કર્ણ આશાવલી “અશાવલ જીતી લીધું અને કર્ણાવતી નામનું નગર વસાવ્યું. કર્ણદેવના રાજ્યમાં શ્રી વાદિદેવસૂરિ અને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ જીવંત હતા. સંવત ૧૧૫૦માં કર્ણદેવ મૃત્યુ પામ્યા અને જૈન ઈતિહાસના નભમંડળમાં એક મહાન તારો ઉદય પામ્યો જેણે સમગ્ર જૈન ઇતિહાસમાં પ્રકાશની ઊજળી દૂધમલ કૌમુદીધારાની રસલહાણ વહેતી મૂકી. અને એ તારો તે વિસં. ૧૧૪૦ના કાર્તિક શુદિ પૂનમે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો જન્મ, - પૂ. આચાર્યશ્રી હેમચંદ્રનો સમય વિસં. ૧૧૫૦થી વિ. સં. ૧૨૨૯, શાસનની દૃષ્ટિએ સિદ્ધરાજ જયસિંહ અને પરમહંત કુમારપાળનો આ સમય. ઈ. સ. ૧૨૪૪માં સોલંકી યુગનો સૂર્ય અસ્ત પામ્યો. વાઘેલાઓનો સમય ઈ. સ. ૧૨૪રથી ઈ. સ. ૧૩૦૪. વીરધવળે સંવત ૧૨૭૬માં વસ્તુપાલ-તેજપાલને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy